________________
* .
.
.
. . .
* *
પર ગુરુદેવ કાવટ ૫. જ્ઞાનયજી મહારાજ જમશતાદિ
*
*
હતા. આમ લીંબડી
ફરી ફરીને માનવધર્મ પૂ. ગુરુદેવને ફરી ફરીને સાયલા ખેંચી રહ્યું હતું, એટલે ભાવનગર પછીનું ચોમાસું સાયલા સાધનાકુટિરમાં થયું, હા, એક વાત હતી કે લીંબડી અજરામરજી સ્વામીની ગાદીનું ગામ. લીંબડી માટે સંઘ, પિતાના આવા મશહુર સાધુજીનું ચોમાસું લીંબડીમાં થાય અને જિંદગીના છેલ્લાં વર્ષો ત્યાં જ ગાળે તે વધુ સારું, એમ ઈ છે. જો કે પૂ. દેવચંદ્રજી સ્વામીના દેવલોક પામ્યા બાદ પૂજ્ય પદવી લવજી સ્વામીને અપાઈ હતી. લવજી સ્વામી ઘણા ભદ્રિક મહાન સંત હતા. વિખ્યાત જીવદયાપ્રેમી શ્રી જેઠમલજી મહારાજ તેમના જ શિષ્ય. પૂ. જેઠમલજી મહા. ને ગુરુદેવ પર અગાધ-આદર પ્રેમ. લવજી સ્વામીના સમયથી જ નાગજીસ્વામી અને ગુરુદેવ મળીને લીંબડી માટે સંઘની કાર્યવાહી સાધુ કર્તવ્યરૂપે બજાવતા. નાગજી રવામીના કાળધર્મ પછી તે કામ મુખ્યત્વે ગુરુદેવના શિરે આવ્યું. પૂ. રત્નચંદ્રજી મહારાજ એમાં સહાય કરતાં પણ તેઓ ય દેવલોક પામ્યા એટલે હવે સંપ્રદાયનો ય કુલ બેજ તેમને શિરે આવેલો. આ દષ્ટિએ પણ લીંબડીમાં જ શ્રાવક આગેવાને રહેતા હોય ત્યાં ખેંચવા પ્રયત્ન કરે તે રવાભાવિક હતું. રત્નચંદ્રજી સ્વામીના ગુરુ પૂ. ગુલાબચંદ્રજી સ્વામી થોડો વખત પૂજયપદે રહ્યા. તેઓ પણ કાળધર્મ પામ્યા. અધૂરામાં પૂરું સદ્દગત નાગજી સ્વામીના એક શિષ્ય અલગ વિચરવા લાગ્યા અને જાદવજી સ્વામી પણ કાળધર્મ પામ્યા. એટલે ધનજી સ્વામી એકલવાયા થયા અને લીંબડી ઠાણપતિ થયા. તપસ્વી શામજીસ્વામી પણ તેવા જ થયા. આ બન્ને વૃદ્ધાવસ્થા હોવાથી લીંબડી રહ્યા. તેઓ દીક્ષાએ મોટા હોવા છતાં ગુરુદેવનું સાન્નિધ્ય ઝંખે તે સ્વાભાવિક હતું. મોંઘીબાનો દેહવિલય થયા બાદ સમરતબેન પણ લીંબડીમાં રહેતાં હતા અને એકાકી થયા હતા. ખેંચાણ ખૂબ રહેતું.
તે જ રીતે ગુરુદેવના ગાઢ અનુરાગી શ્રાવક અમુલખ અમીચંદ આમ તો લીંબડીના, પણ એમણે આબોહવાની દષ્ટિએ જોરાવરનગર મકાને બનાવેલા. સંવત ૨૦૦૪-૨૦૦૫નાં ચોમાસાં જોરાવરનગરમાં થવામાં તેઓ પણ એક કારણરૂપ હતા. જોરાવરનગરમાં હવા-પાણી સાર; ઉપરાંત રેલ્વેની સગવડ પણ બહારના આગંતુકને સારી, છતાં ગુરુદેવને સાયલાનું જ ખેંચાણ રહેતું. પણ સાયલામાં જેવું એકાદ ચાતુર્માસ થાય એટલે બહારની માગણીઓ થકબંધ આવવા લાગે. આ વખતે એટલે સં. ૨૦૦૯ત્ની સાલમાં વાંકાનેર શ્રીસંઘે ગુરુદેવને ચાતુર્માસ માટે વિનંતી કરતાં કહ્યું-“આપે અમારે ત્યાં જે શ્રાવિકાશાળા સ્થાપી છે તે મંદ પડવા લાગી છે. માટે આપના પધારવાથી અર્થાત્ ચાતુર્માસ રહેવાથી વેગ મળશે.” વાત સાચી હતી. ગુરુદેવની પ્રેરણુથી શ્રાવિકા શાળા સ્થપાયા પછી સિત્તેર સિત્તેર વર્ષની ડોશીઓ પણ એકડા-બગડા લખવા પાટી લઈને બેસી ગયા હતાં. ગ્રામોદ્યોગને વેગ મળત. મધ્યમવર્ગનાં બેનેને રેજી-રોટીમાં ગૌરવભેર પૂર્તિ થઈ રહેતી. વાંકાનેરના હવાપાણી ગુરુદેવને ખૂબ અનુકૂળ હતાં. હવે આ બધા સૌરાષ્ટ્રના કસબામાં દેશ-પરદેશનાં નગરોમાં વસતા લોકોએ બહાર પરાંઓમાં ખાસ્સા મકાન બાંધ્યા છે. તેઓ જ્યારે વતનમાં આવે ત્યારે સત્સંગની ભૂખ રહે, તે પણ ગુરુદેવથી સારી પેઠે પુરાય તેવું હતું. આવા બધા સંજોગો જોતાં, ગુરુદેવે વાંકાનેર સંઘની વિનંતી સવીકારી અને ચાતુર્માસ પધાર્યા. ગુરુદેવ છેલલામાં છેલા દેશ-દેશાન્તરના આધુનિક પ્રવાહથી પરિચિત રહેતા. આ ઉમ્મરે પણ એમની જિજ્ઞાસા અદ્ભુત હતી. આ રીતે વાંકાનેરના ચોમાસાથી લોકોની ધર્મશ્રદ્ધામાં સારી વૃદ્ધિ થઈ.
એક મહત્વને સવાલ તેવામાં એક ધર્મનિષ્ઠ ભાઈએ એક વખત વ્યાખ્યાનમાં સવાલ કર્યો–“ગુરુદેવ! આપની પાસે અમો આધ્યાત્મિક વસ્તુ સાંભળવા આવીએ છીએ. જયારે આપ તે વ્યવહારુ જ વાત સંભળાવો છે. આવી વાતો તો આજના સાહિત્ય વિકાસના અને વિજ્ઞાનના જમાનામાં ઠેરઠેર વાંચવા, જેવા અને સાંભળવા મળે છે. આપ તે સર્વજ્ઞપ્રણીત આગ દ્વારા આધ્યાત્મિક પ્રસાદી જ આપે. જે અમને બીજે ભાગ્યે જ મળવાની છે.” આ ભાઈને સવાલ એ રીતે ગુરુદેવને આવકાર્ય લાગ્યું કે “માધ્યમ સૂત્રોનું હોય તે સારું”. એમાં એક બીજી વાત પણ હતી. જેમ એટીલાના સંભારણામાં
૪૮
જીવન ઝાંખી
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only