________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાવિંદ તિગ્રંથ
ત્યારબાદ સં. ૨૦૦૬ ની સાલનું ચાતુર્માસ સાયલામાં થયું અને એકાંતસેવનની અભીપ્સા પૂરી કરવાને મોકો મળે. પૂ. ચુનીલાલજી મહારાજે વ્યાખ્યાનને બે જ ઉપાડી લીધે, એટલે એ નિરાંત હતી. પરંતુ ભાવિના ગર્ભમાં કંઈક જુદું જ લખાયેલ હશે. એટલે સં. ૨૦૦૭ ના ચાતુર્માસ માટે ભાવનગર સંઘની વિનંતી આવી. ત્યાં પણ તેરાપંથીને સામને કરવાનો હતો. તેરાપંથી માન્યતાને પ્રતિકાર કરવામાં નિષ્ણાત તરીકે પ્રસિદ્ધિ પામેલા પૂ. ગુરુદેવ ઉપર જે ભાવનગર સ્થા. સંઘની નજર ઠરી અને ચાતુર્માસ માટે આગ્રહભરી વિનંતી કરી. સમાજસેવાનું કર્તવ્ય માની પૂ. ગુરુદેવે એ વિનંતી રવીકારી. પરંતુ નિવૃત્તિલક્ષી ગુરુદેવે એક શરત મૂકી–“મારે જે કાર્ય કરવાનું છે તે તે હું બરાબર કરીશ, પરંતુ હું એકાંત અને શાંત સ્થળ ઈચ્છું છું એટલે શહેરથી દૂર એવું કઈ અનુકૂળતાવાળું સ્થળ હોય તે મને વધારે પ્રસન્નતા રહેશે.” શ્રી સંઘે તે કબૂલ કર્યું. અને બહુ ઉત્સાહપૂર્વક તત્તેશ્વર પ્લેટમાં ભકિતબાગમાં ચાતુર્માસ ગાળવાનું નકકી થયું. ગુરુદેવના ચાતુર્માસનું નામ પડતાં જ તેરાપંથી સાધુઓ ભાવનગર આવતા અટકી ગયા અને પૂ. ગુરુદેવ ઠાણું છે તથા સેવા માટે રહેલા મહાસતી શ્રી હેમકુંવરબા આયોજી તથા બા. બ્ર. મહા. શ્રી પુષ્પાબાઈ આર્યજી ઠા, ૨, કુલ ઠા. ૪નું ચાતુર્માસ આનંદપૂર્વક પરિપૂર્ણ થયું. ભાવનગરની જનતાને અપૂર્વ લાભ મળે.
આ એ જ ભાવનગર આ તેજ ભાવનગર, જે ભાવનગરમાં ભૂતકાળમાં બાપુ તખ્તસિંહજી થઈ ગયેલા જેમણે ગફલતથી પથ્થર મારી માથું ફેડનાર બાળકોને દે છે - દે ભરીને રૂા. અપાવ્યા હતા, કારણ કે તેમને થયું હતું :- “આંબાનું ઝાડ જે જાણી - કરીને કેઈ તેને પથ્થર મારે, તો ય તેને મીઠાં અને અથાગ પરિશ્રમે પકવેલાં મજાનાં ફળ આપે છે તો જોબ્રતિપાત્ર નું બિરુદ ધરાવનાર મારે કંઈક વિશેષ આપવું જોઈએ ને ! કારણકે આંબાના ઝાડ પર મારવા જતાં મને તે આ પથ્થર અજાણતાં જ લાગી ગયા છે.” આવા દેવસમાં ગોહિલરાજના પૌત્ર તે વખતે રાજવી કૃષ્ણકુમારસિંહજી હતા, કે જેમણે ભારતને સ્વરાજ્ય મળ્યા બાદ તરત દિલ્હીમાં ગાંધીજીના ચરણે જઈ પળવારમાં પોતાની ગાદી પ્રજાને સોંપી દેવા માટે સમપી દીધી હતી. ગાંધીજીએ પૂછયું- “પણ તમારા સાલિયાણાનું શું ? ભાવનગરના આ યુવાન રાજવી બોલ્યા- “બાપુ, તે ય આપે જ વિચારવાનું.” આવા હતા એ ત્યાગવીર રાજવી. આવું એ ભાવનગર સૌરાષ્ટ્રનું મોટું નગર, પૂ. ગુરુદેવને બહુ માફક આવ્યું.
ધર્મને માર્ગ મોકળો થયે ભાવનગરમાં ગુરુદેવના ચોમાસાથી એક વિશેષતા એ થઈ કે ત્યાંના ભાવિક માણએ સામુદાયિક પ્રાર્થના સપ્તાહમાં એક દિવસ ગુરુમૃતિ ચિહનરૂપે ત્યારથી ચાલુ કરી. અમે જ્યારે સાવરકુંડલા ચોમાસા બાદ ભાવનગર સકારણ રોકાયા, ત્યારે એ પ્રાર્થનારસિક ભાઇ-બેનનો સુખદ પરિચય થયેલ.
વ્યાપક અથવા સર્વધર્મીય સામાયિક પ્રાર્થનાથી સ્થા. જૈન અને જેનોની એકતા ઉપરાંત જેન જૈનેતરોની હાદિક એકતાને પણ સારો ટેકો મળે છે. ગાંધીજીએ સર્વધર્મોના અનુયાયીઓને પ્રાર્થનાના માધ્યમથી પિતાની રાજકીય અને રચનાત્મક પ્રવૃત્તિઓમાં જોડયા. સરહદના ગાંધી એમાંથી સાંપડ્યા. જેને લીધે રાજકારણમાં ધર્મનો રંગ લાગ્યા.
જ્યારે ગુરુદેવ જેવા એક ધર્મસ્તંભ આવી પ્રાર્થનાને સામુદાયિક રૂપ આપે અને સાથે ગાંધી કાર્યવાહીને પ્રસ્તુત કરે ત્યારે રૂઢિચુસ્ત ગણતો ધર્મપ્રેમી વગ પણ જાણે-અજાણે અર્થકારણ, સમાજકારણ અને રાજકારણમાં રસ લેતો થઈ જાય છે. જેથી સાચાં મૂલ્યોને આગળ લાવવામાં તથા ખોટાં મૂલ્યોને પાછળ ધકેલવામાં ધર્મને નામે આંધળુકિયાં કરનારે મોટે વર્ગ જે આવરણરૂપ બની જાય છે, તે આવરણ આપોઆપ દૂર થઈ જાય છે. આ સિદ્ધિ
ને માર્ગ મોકળો કરી આપે છે અને ભાવિ ધર્મક્રાંતિકારેને જલદી જલ્દી પેદા થવાનું આખાયે સમાજમાં વાયુમંડળ ઊભું કરી દે છે. આથી નગદધર્મનો માર્ગ મોકળો થઈ જાય છે. પેગી “આનંદઘનજી” યથાર્થ કહે છે :
ધર્મ જિનેશ્વર ચરણ રહ્યા પછી, કેઈ ન બાંધે છે કર્મ જિનેશ્વર-ધર્મ જિનેશ્વર ગાઉ હે રંગ શું...!”
વિશ્વસંતની ઝાંખી Jain Education International
४७ www.jainelibrary.org
For Private & Personal Use Only