________________
પૂજ્ય ગુરુદેવ વિષય પં. નાનયજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
સવાલ જ એમને માટે નથી. ખરી રીતે તે આહાર-પાણીના બહાનાથી જૈન-જૈનેતરને સંપર્ક-સહવાસ વધારી તે સાધુ-સાધ્વીઓ ભેળાંઓનાં મન, દયા - દાનરૂપ ધર્મના પાયાના અંગાથી વિમુખ બનાવે છે. તેમને વટલાવીને તેમનામાં સાંપ્રદાયિક કટ્ટરતા ભરી દે છે.” આ સાધુઓ પિતાને તેરાપંથી તરીકે ઓળખાવે છે. ભારત ધર્મસહિષ્ણુ દેશ છે. પણ ધર્મને દુરુપયોગ કે વટાળવૃત્તિ કેમ થવા દેવાય? સદ્ભાગ્યે ગુરુદેવના આંદોલન પછીથી કહો કે ગાંધી સેવા
ગના પ્રભાવથી કહો અથવા યુગના પ્રભાવથી કહો, પણ હવે એ સંપ્રદાયને વળાંક બદલાતો જણાય છે. હવે યાદાન કે સેવામાં એકાંત પાપ કે અધર્મ કહેવાને બદલે પુણ્ય કે લૌકિક ધર્મ સ્વીકારતા થયા છે. હજ ધરમળથી એ
સંપ્રદાયનું પરિવર્તન થયું નથી, પણ થશે એવી આશા જરૂર ઊભી થઈ છે. આ પણ ચોટીલાની યાદગીરીરૂપ તે પ્રસંગ લેખાય.
સંવત ૧૯લ્પના માણકેલ સંમેલનથી, મારી પાસે રહેવા અંબાલાલ પટેલ ખેંચાયા. તાજેતરમાં વર્નાકયુલર કાઇનલની પરીક્ષા આપી તેઓ માણ કેલમાં શિક્ષક તરીકે આવેલા. સેવાભકિત અને સરળતા બેય ખરા, પણ સ્વભાવની ઉગ્રતા યુગલે ને પગલે આવી જાય. તેઓ મારી પાસે વિધિસર સંવત ૧૯૯૭ - ૯૮ માં આવીને સં. ૧૯૯૯ સુધી રહ્યા. દરમિયાન તેના સ્વભાવ અને ગુણ - દોષની પરીક્ષા થઈ ચૂકી હતી. એના સ્વભાવમાં રહેલ સરળતા અને સેવાભાવથી મને જરૂર સંતોષ થતો. પરંતુ સંસ્થાગત જીવનમાં જે સમભાવ અને અભેદભાવની પ્રતિષ્ઠા હોવી જોઈએ તે, સ્વાર્થવૃત્તિને લીધે, પ્રયત્ન કરવા છતાં એના જીવનમાં ઊતરી નહિ, એટલે સૈદ્ધાંતિક રીતે, તે અમારા બંધબેસતા થઈ શકયા. નહિ. આમ ગડમથલ ચાલતી હતી તેવામાં પૂ. ગુરુદેવને એક સેવાભાવી સારા માણસની જરૂર પડી. મારે ઉપરના કારણસર ભાઈ અંબાલાલને છુટા કરવા હતા. એટલે મેં ગુરુદેવને જણાવ્યું -અંબાલાલ પટેલ નામના એક સેવાભાવી ભાઈ મારી પાસે છે. તેને આપની પાસે મોકલું. એનામાં સેવાભાવ અને સરળતા છે એટલે આપને અનુકૂળ પડી જશે. પરંતુ સાથે સાથે પ્રકૃતિગત કેટલીક ખામી પણ છે, એમ લખીને મેં બધી વિગત ગુરુદેવને જણાવી. મને વિશ્વાસ હતો કે, “ગુરુદેવ એટલે ગુરુદેવ!-મોટા પ્રવેગકારએની પાસે રહેવાથી જરૂર અંબાલાલમાં ફેર પડી જશે. ગુરુદેવની સંમતિ આવી અને મેં પ્રેમપૂર્વક અંબાલાલને છૂટા કર્યા ત્યારે, એટલે કે સંવત ૨૦૦૦ ની સાલમાં પૂ. ગુરુદેવનું ચાતુર્માસ ચોટીલામાં હતું. ત્યારથી ભાઈ અંબાલાલ ગુરુદેવની સેવામાં જોડાયા. ધીમે ધીમે ગુરુદેવને પણ એના ગુણ-દેષનું સ્પષ્ટ દર્શન થયું. એમ તે માણસમાત્રમાં ગુણદોષ ભરેલા છે, પરંતુ એવા પુરુષનો જોગ મળે અને સામી વ્યકિતમાં નિખાલસતા હોય તે જરૂર એમાં પરિવર્તન આવે છે. પછી તો ગુરુદેવની અંતિમ ઘડી સધી અંબાલાલ સાથે રહ્યા. એમને પૂરો સંતોષ આપે. પતે અવિવાહિત છે એટલે બીજી કોઈ ઉપાધિ નહિ હોવાથી આજે ગુરુદેવની પુણ્ય સ્મૃતિરૂપે, ભાઈ અંબાલાલ કાયમના માટે સાયલામાં રહીને એમના જ સંસ્કારોથી ઉપાશ્રય, જૈનશાળા, પુસ્તકાલય વગેરે સંઘના દરેક કામકાજમાં એકનિષ્ઠાથી કામ કરી રહેલ છે. એ જ પૂ. ગુરુદેવ પ્રત્યે તેને કે અહોભાવ છે ?
ચોટીલામાં સાંપડેલ ભાઈ અંબાલાલ એ રીતે ચોટીલાનું પણ સંભારણું છે.
વી આપે છે કે
ભાવનગરમાં ચાતુર્માસ
સંવત ૨૦૦૪ તથા સંવત ૨૦૦૫ ની સાલનું ચાતમાંસ તેરાપંથી વટાળવૃત્તિને વિરોધ કરવા અને સ્થા. સમાજની શ્રદ્ધા દઢ કરવા જોરાવરનગરમાં કરવાની જરૂર પડી હતી. કર્તવ્યધર્મનો સાદ પડ હતું. એટલે નિવૃત્તિની ઝંખના હોવા છતાં પ્રવૃત્તિમાં ઝંપલાવવું પડયું હતું.
* આ પછીથી તે હવે એ રાંપ્રદાયમાં આચાર્યશ્રી તુલસીને નિમિત્તે વ્યાપકષ્ટિ સવિશેષ આવી ગઈ છે. નીમાં હું પૂ. કવિવર્ય પં. મહા.
શ્રી નાનચંદ્રજી મહારાજશ્રીના પ્રામાણિક વિરોધનો અસાધારણ ફાળે માનું છું.
૪૬ Jain Education International
જીવન ઝાંખી
For Private & Personal Use Only
www.jainelibrary.org