________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનસજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ ઓટ નથી આવી. આશા રાખીએ કે એ ભકિત કાયમ રહીને એમને વિકાસ ચરમ સીમાએ પહોંચે અને તેઓ અન્યને અનુકરણીય બને !
એવી જ ચોટીલાની બીજી યાદગીરી છે. ચેટીલાના વતની અને મુંબઈમાં કાપડને વ્યાપાર કરતાં જ ગૃહસ્થ લાલજીભાઈની. લાલજીભાઈએ પ્લેનની ટિકિટ લઈ રાખેલી. જે દિવસે રાજકોટથી પ્લેનમાં ઉપડી જવાના હતા, તે દિવસે જ ગુરુદેવના દર્શન કરવા ગયા. લેકમુખે સાંભળ્યું હતું- “એક સર્વધર્મમાં માનનારા સંત જેવા જૈન સંતનું ચેમા ચેટીલા (પોતાના ગામ) માં જ છે, તે દર્શન કાં ન કરું? દર્શન કરવા ગયા અને દર્શન કરતાં જ આકર્ષાયા. પ્રવચન સાંભળવાની ઈચ્છા થઈ, પણ પ્લેન ઉપડી જાય તેનું શું ? ગુરુદેવે સહજભાવે સામેથી કહ્યું- “ગૃહસ્થાશ્રમીને પ્રવૃત્તિ સહજ છે, માટે નિવૃત્તિ તરફ ડું વધુ ધ્યાન આપવું જોઈએ.” લાલજીભાઈ કહે- “ઇચ્છા તો છે, પણ પ્લેનની ટિકિટ લેવાઈ ગઈ છે” ગુરુદેવ કહે- “એમાં શું? એ તે બદલી શકાય. અને મને કુદરતી રીતે એમ લાગે છે કે તમે આજે તે રોકાઈ જાઓ. આજના પ્લેનમાં તે જાઓ જ નહીં.” લાલજીભાઈને ગુરુદેવના શબ્દોમાં આત્મીયતા લાગી, એટલે રેકાઈ ગયા. તેમને બહુ આનંદ આવ્યો. પ્રવચન અને સત્સંગનો સ્વાદ દાઢે રહી ગયે. અધૂરામાં પૂરું બે-ત્રણ દિવસે જ છાપામાં જાણવા મળ્યું- “જે પ્લેનમાં જવાનું હતું તેને અકસ્માત નડ્યો.” આથી એમની ગુરુશ્રદ્ધા વધુ દઢ બની. આમાં કંઈ ચમત્કાર ન હતું. જેનશાસ્ત્ર કહે છે- “સોરી ૩જુથમૂળ ઘમો અધ્યક્ષ faફૂ” એટલે કે જેમનું અન્તઃકરણ સહજ શુધ-સરળ છે, તેવા પવિત્ર મનુષ્યમાં ધર્મ રહે છે. આ વસ્તુ સ્વભાવરૂપ ધર્મ વિશ્વઘટનાઓનું પ્રતિબિંબ ઝીલીને, તેવા ઉચ્ચ કેટિના સાધકો દ્વારા સહજ વાણી બોલાવી દે છે. આને આગાહી ભલે કહેવાય; પણ તે આગાહી બીજે કશે ચમત્કાર નથી. માત્ર ચારિત્રને જ પડઘો છે. ત્યારથી જ લાલજીભાઈ તન-મન અને સાધનથી ગુરુભકિતમાં લાગી ગયા. ગુરુદેવની એકાંત સેવનની અભીપ્સા પૂરી કરવા તેમણે સાયલામાં ઉપાશ્રયની લગોલગ એક નાનું છતાં ભવ્ય “સાધના કુટિર નું મકાન બંધાવીને સમપી દીધું છે. ગુરુદેવ સદૂગત થયા પછી પણ તેમની ગુરુભકિતમાં ભરતી જ રહી છે.
૩ આપણે જોઈ ગયા છીએ કે અનુકંપશીલતા એ સાધુનો સહજ ગુણ ગુરુજીમાં પળે - પળે દેખાઈ આવતો. તેવામાં ચોટીલામાં જ સાંભળ્યું- “કોઈ એક સંપ્રદાયના જૈન સાધુ ચોમાસું રહી ગયા હતા. તેમણે કેટલાક ભાઈ-બેનને ખાસ કરીને બંનેને શ્રદ્ધાવિમુખ બનાવી દીધા છે. એટલે કે તેઓ દાન-દયામાં ધર્મસાધના નહીં, પણ પાપ-કર્મબંધન માને છે” ગુરુદેવને આ વાતને જાત અનુભવ જ્યારે થશે ત્યારે તેમને અતિશય લાગી આવ્યું. એક બાજુ એકાંત સેવનની અભીપ્સા તીવ્રતમ બનતી હતી, ત્યારે બીજી બાજુ કુદરત એમના નિમિત્તે આખાય ભારતના ધાર્મિક જગતમાં સાચો વળાંક આપવા માગતી હતી. સદભાગ્યે ગાંધીજીએ ધર્મ પ્રત્યેની વધતી અશ્રદ્ધાને વેગ બિલકુલ અટકાવી દીધે, પણ ચતુરસેન શાસ્ત્રીએ લખ્યું છે તેમ, “ધર્મને નામે અધર્મ ચાલતું હતું, તે અમને દૂર કરાવી, ધર્મને નામે ધર્મ જ ચાલે તેવું ધર્મસ્તંભ જૈનમુનિ તરીકેનું કામ નાનચંદ્રજી મુનિ કરી રહ્યા હતા.” આ દિવસોમાં તેઓ એટલી હદે કડક બન્યા હતા કે એવી માન્યતાવાળા સાધુ - સાધ્વીઓને આહાર - પાણી વહેરાવવાનું માંડી વાળવાની હદે શ્રાવક - શ્રાવિકાઓને ખેંચી ગયા હતા. લગભગ ચારેક વર્ષ આ પ્રવૃત્તિ ચાલી હશે. ગુરુદેવનું સંવત ૨૦૦૪ નું ચોમાસું જોરાવરનગરમાં હતું. મારું ચોમાસું રાજકોટમાં હતું. રાજકોટમાં એ સંપ્રદાયના આગેવાને રાજકેટ આવી બોલવા લાગ્યા–“જુઓ, આટલી હદે માનવતાના પયગંબર લેખાતા સાધુજી ગયા છે !” મેં કહ્યું-“પૂજ્ય જવાહરલાલજી મહારાજ થલીમાં ગયા. ત્યારે તમારા સંપ્રદાયના લેકે એ પાત્રામાં રોટલાને બદલે પથરાં કે કુરકરિયાં નાખવાનાં કયો છે, એમ સંભળાય છે. તે જે બન્યું હોય તે તેને પ્રત્યાઘાત અહીં પડે તે અસ્વાભાવિક નથી. અલબત્ત, ભિક્ષા પર જ જેઓને મુખ્ય આધાર છે એવાં સાધુ-સાધ્વીઓની ભિક્ષા બંધ થવી ન જ જોઈએ. પણ એ સંપ્રદાયમાં પ્રાયઃ એ રિવાજ સાંભળે છે કે શ્રાવક-શ્રાવિકાઓ સાધુ-સાધ્વીઓ સાથે સેવામાં હોય જ છે. એટલે આહાર–પાણી ન મળવાને
વિશ્વસંતની ઝાંખી Jain Education International
૪૫ www.jainelibrary.org
For Private & Personal Use Only