________________
26 ગુe દવ
'પ. નાનજી મહારાજ'જમશતાહિદ
એક વખત પૂ. ગુરુદેવ ચેટીલાથી નજીકના ખેરડી ગામમાં રહેતા સંસારી સગપણુવાળા એક વૃદ્ધ માજી પુંજીમાને દર્શન આપવા ગયા હતા. માજીના પુત્ર પ્રેમચંદભાઈ ખાસ ચેટીલા આવીને એ જાતની વિનંતી કરી ગયા હતા તેથી પૂજ્ય ગુરુમહારાજ તથા પૂ. ચુનીલાલજી સ્વામી બને એ ગામ ગયા. ગામમાં ઉપાશ્રય ન હતો એટલે એક ગઢવીના મકાનમાં પૂ. ગુરુદેવનો ઉતારો હતે સાથે ચંચળબેન અને બીજા થોડા ભાઈઓ તથા બેને આવ્યા હતા. તે વૃધ માજીની ઉમ્મર ખાસ્સાં સો વર્ષ વટાવી ચૂકી હતી. તેમને એક જ ઝંખના રહેલી, “મારા નાનમુનિના દર્શન જીવતે જીવ એક વાર થાય તે બેડો પાર.” પૂ. ગુરુદેવે આ સાંભળ્યું હતું એટલે તેમણે આ તરફ વિહાર કર્યો હતો. વિહાર કરીને આવ્યા પછી જરા વિરામ કરીને પૂ. ગુરુદેવ તથા પૂ. ચુનીલાલજી મહારાજ અને ચંચળબેન વગેરે બેને, વનેચંદભાઈ, કાલ કોઠારી વગેરે ભાઈએ બધા વૃદ્ધ માતાજીને ત્યાં પહોંચ્યા. માંગલિક સંભળાવતાં પૂ. ગુરુદેવે માજીના દેદાર તરફ નજર નાખી, ધારીને જોતાં જ પિતે સજ્જડ બની ગયા.
કેવા હાલહવાલ! પૂરાં કપડાં ન મળે. માથે કપડાંનો ટુકડો ઓઢેલે. આ ઉમ્મરે આંખે ઓછું દેખાય છે તે જાણે ઠીક, પણ માથુ વેલેર્યા જ કરે. જરાક માથા સામે જોઈએ કે જૂ-લીખનાં થર નજરે દેખાય ખેડાને પાર નહીં. કેણ જાણે જ્યારે એ માથું ધોવાયું હશે ? કપડાંને મેલ તે જાણે ઠીક. પણ શરીરમાં એટલે મેલ જામેલો કે ન પૂછો વાત. ખાટલે તો જાણે ઝૂલણખાનું. ન મળે પાંગતનું ઠેકાણું. ગુરુદેવને થયું– “નાવો મર” સૂત્રની આ દશા ! તેઓ થોડી વાર તે અવાક બની ગયા. “ રારિબંન્ન” ને પાઠ બોલાય નહીં. ડોશીમા તે “મારે નાન આવ્યો “મારા નાનમુનિ આવ્યા” એમ ઘેલાંઘેલાં થઈ ગયા. પણ આ મહામુનિનું હૈયું ધ્રુજી ઊઠેલું. “કુંવારસંપન્ના” એવા ચંચળબેનના હદયમાં ગુરુદેવની અનુકંપાનું જાણે રેકેડિંગ થવા લાગ્યું ! ગુરુ ઉપદેશથી રંગાયેલ એ બેનની માનવતા જાગી ઊઠી. માંગલિક સંભળાવીને પૂ. ગુરુદેવ અને પૂ. ચુનીલાલજી મહારાજ તો જે ગઢવીને ત્યાં નિવાસ મળ્યો હતો ત્યાં ગયા. ચંચળબેન અને બીજા બેનો ત્યાં રોકાયા. માજીને ખાટલો કઢાવી નાખે. બીજી બેનની મદદ મળી. આખું શરીર સ્વચ્છ કર્યું. માજીના મંજુષમાંથી નવી કપડાંની જોડ કાઢીને કપડાં પહેરાવ્યાં. ડોશીમામાં નવું ચેતન આવ્યું. ચંચળબેને ડોશીમાને બરાબર બનાવી દીધાં. ગુરુદેવે જ્યારે આ બધી બિન જાણી ત્યારે તેમના ચહેરા પર કોઈ અજબ પ્રકારની પ્રસન્નતા છવાઈ ગઈ. આ ડોસીમાં ગુરુદેવના સંસારપક્ષે માસીબા હતા. પણ દીક્ષા લીધા પછી તેમણે સમગ્ર વસુધાને કુટુમ્બ બનાવ્યું. તે સાધુ પુરુષને માટે કઈ સ્ત્રી માતા કે માસીબા નથી ?
ડોસીમાની સેવા-સુશ્રુષા કરાએલી જાણીને માનવતાના પેગંબર ગુરુદેવને ઘણે સતેષ થાય તે સ્વાભાવિક હતું. પણ ચંચળબેન બોલ્યા- “ગુરુદેવ! અને આ માનવતા તે આપે જ શીખવી છે. માનવ માટે માનવતા એ કંઈ વિશેષતા નથી. એ પણ આપે જ શીખવ્યું છે.” ગુરુદેવ કહે- “પણ આજની માનવજાત માનવતા ભૂલી ગઈ છે. તમે તે આવતી કાલે ઘેર જવાનાં, પછી શું?”
ચંચળબેન કહે- “ગુરુદેવ! એ પણ અમે બધાએ વિચારી લીધું છે. એમની સેવાનો અને ખેરાકને પ્રબંધ એમની જિંદગી સુધી કરાવી દીધા છે.”
ગુરુદેવ જેવા સાધુ, કે જે આવી બાબતમાં ન બોલી શકે કે ન ચાલી શકે, છતાં સહજ અનુકંપા વેધા કરે. એવા ગુરુ-ગોરાણીઓ હોય અને ચંચળબેન જેવાં શ્રાવક-શ્રાવિકાઓ હોય તે શી મણ રહે ? આટલા માટે જ કદાચ તીર્થકરેએ ચતુર્વિધ સંઘ ર છે. સાધુ-સાધ્વીઓને જ નહીં, કે સાધુ-શ્રાવકનેય નહીં, પણ સાધુ-સાવી, શ્રાવક-શ્રાવિકાઓને. જેથી સૌ પિતા-પિતાની મર્યાદામાં રહીને સ્વ-પરનું સર્વાગી કલ્યાણ સાધી-સધાવી શકે. આવાં છે ચંચળબેન ! રતનબા અને હીરાબેનની ભક્તિ હું સમજી શકું છું, કારણ તેઓએ વલ્લભાચાર્ય મહારાજની દયા અને ભાગવતના પિષણથી વૈષ્ણવધર્મી તરીકે ભકિત મેળવી છે. જન્મ અને શ્વસુરપક્ષે જેનમાં વેવલાવેડા વિનાની ભકિત કે વિવેકની સમતુલાવાળી ભકિત નોંધપાત્ર ગણાય. સદગત ગુરુદેવના અવસાન પછી એમાં ભરતી આવી છે,
४४
જીવન ઝાંખી
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only