SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ સારી પેઠે આશાયેસ મળી રહેતી. ચાણોદ કરનાળીથી પૂ. ગુરુદેવને હવે વિશેષ મૌનની ઈચ્છા રહેતી. સામુદાયિક પ્રાર્થના પણ તેમણે હવે ચાલુ કરી દીધી હતી. એકાંત સેવનની અભીપ્સા તીવ્ર બન્ચે જતી હતી. તેમનું ધોરાજી ચાતુમાંસ પણ એ દષ્ટિએ ઘટના સ્વચ્છ - શાંત વાતાવરણમાં થયેલ. હું જ્યારે સૈ રાષ્ટ્ર પ્રવાસમાં ધોરાજી ગયો ત્યારે જોયું કે ધોરાજીના જાહેર આગેવાનોના દિલમાં પૂ. ગુરુદેવનું સ્થાન અનેરું જામ્યું હતું. સંવત ૧૯૬ માં મગનભાઈ મને જામનગર ખેંચી ગયેલા. તે ચોમાસું લેાંકાગ૭ના ઉપાશ્રયમાં થયું. સંવત ૧૯૯૭નું ચાતુમાસ ગુરુદેવે પણ જામનગરમાં જ કર્યું અને ખાસ કરીને બહારના પરા ભાગમાં થયું. જામનગરે ઊંડે રસ લીધે. હવે જાણે ગુરુદેવને જન્મવતન ખેંચી રહ્યું હતું. સાયલા ઠાકોર પણ ગુરુદેવના પ્રવચનરસિક હતા. સાયલાથી આઠેક માઈલ દૂર સટેટનું ડેલીઆ નામનું એક ગામ હતું. ડોળી આમાં રાજ્યના ઉતારા તરીકે એક ભવ્ય મકાન બરાબર નદીકિનારે હતું. ગુરુદેવને જેવું જોઈએ તેવું મળી ગયું. ખૂબ આનંદ આવ્યો. વર્ષોની ભૂખ પૂરાય તેવું મજાનું રમ્ય સ્થળ હતું. આમ તો આ પાંચાલની પથરાળભૂમિ. ગુરુદેવ ખીલી ઊઠયા. ખૂબ ખીલ્યા. . તેવામાં રંગભંગ તેવામાં આ રંગમાં ભંગ પડ્યો. ભેજવાળી હવા લાગી ગઈ. તાવ આવ શરૂ થયે. દાઢની અચાનક પીડા ઉપડી. સારવાર કરવા છતાં ફેર ન પડતાં ચોટીલા સારવાર માટે ફેરવવા પડયા; પણ દદે માઝા મૂકવા માંડી. લીંબડી સંઘને ખબર પડતાં તે ત્યાં જઈ પહોંચે અને આગ્રહભરી વિનંતી કરી લીંબડી સ્થળાંતર કરાવ્યું અને તત્કાળ હોસ્પિટલમાં દાખલ કરી દીધા. હું પણ ૧૯૯૮નું ચોમાસું રણપુર કરી તરત લીંબડી પહોંચી ગયે, હર્ષનિ કે જેમણે મુનિશ છોડ હતું. તેઓ પણ ત્યાં મારા પહેલાં પહોંચી ગયા હતા. ભાઈ મેઘજી તે તેમની સાથે હતો જ. ત્યારથી મેઘજીએ વ્રતધારી શ્રાવકના જીવનને અપનાવ્યું હતું અને માધુકરી લાવીને ભેજન કરતો. આમ સાધુ-સાવી, શ્રાવક-શ્રાવિકાઓ બધા પોતાની મર્યાદા પ્રમાણે ગુરુસેવામાં લાગી ગયા હતા. મને ગુરુસેવાને કાંઈક સંતોષ આ જ વખતે થયે. સત્સંગ પણ ખૂબ થતો. આ જ દિવસોમાં ગાંધીજીએ આગાખાન જેલમાં એકવીસ ઉપવાસ કરેલા. રોજ ઉપાશ્રયની પાછળના ભાગમાં જાહેર સામુદાયિક પ્રાર્થના-પ્રવચન રહેતાં. મને સવારથી સાંજ સુધી પૂ. ગુરુદેવ અને પૂ. ચુનીલાલજી સ્વામીને સત્સંગ મળત. સાંજે પ્રતિક્રમણ પહેલાં ઉપાશ્રયમાં પાછો ફરી જતો. લીબડી સંપ્રદાયે આમ તે સંપ્રદાયબહારની ઘોષણા કરેલી, પણ એનો પ્રેમ અને ખેંચાણ ઓછા થયાં ન હતા. આમાં પણ પૂ. ગુરુદેવની દરિયાવ દિલની ઉદારતા તો મુખ્ય હતી. આ એકસ બાર (૧૧૨) દિવસ ખૂબ જ આનંદના હતા. ગુરુદેવને કાંઈક ઠીક થવાથી, હ નીકળવા વિચારતો હતો ત્યાં જ લીંબડી હિજરતનું ગાંધીજીના આશીર્વાદ સાથે સમાધાન થયું. હું લીંબડીમાં ઘી-ગોળ નહેાતે લેતે, તે ચાલુ થયા. લીંબડીનું રાષ્ટ્રીય સ્તરે થયેલું સમાધાન, ગાંધીજીના ઉપવાસની નિવિદ્મ સમાપ્તિથી દેશ અને દુનિયાને થયેલી નિરાંત અને ગુરુદેવના સ્વારશ્યમાં સુધારે, આમ ત્રેવડો લાભ થશે. મારી સાથે રહેતા અંબાલાલ પટેલને પણ ગુરુદેવને પરિચય આ દિવસમાં પ્રથમ જ થયે. ગુરુદેવની તબિયત ઠીક થઈ ગઈ ને સંવત ૧૯ નું ચોમાસું લીંબડીમાં જ થયું. લીંબડીના નગરજનેને તે એ ગળનું ગાડું મન્યા જેવું મીઠું લાગ્યું. પણ ગુરુદેવની એકાંતસેવનની અભિલાષા આમ વચ્ચેથી અધૂરી રહી ગઈ. २७ ચોટીલાનાં સંભારણું સંવત ૨૦૦૦ ની સાલમાં ગુરુદેવનું ચાતુર્માસ ભાવપૂર્વક ચોટીલામાં થયું અને તે પણ ભકયા ચંચળબેનના બંગલામાં થયું. ત્યારથી ચંચળબેન અને તેના બહોળા કુટુંબ પરિવારનો ગુરુદેવ ઉપર ભકિતભાવ ચાલુ જ રહ્યું છે. એ સમયે નિવૃત્તિના લક્ષે ગુરુદેવે મર્યાદિત સાગારી મૌન સ્વીકારેલ. તેમ છતાં પણ સવાર-સાંજ જાહેર પ્રાર્થના-પ્રવચનથી ત્યાંની આમજનતા ખૂબ પ્રભાવિત થયેલી. દરમિયાન આગળ-પાછળના વર્ષોમાં જે સ્મરણીય પ્રસંગ બની ગયા તે નોંધપાત્ર હોવાથી અહીં તેનો ઉલ્લેખ કરું છું. વિશ્વસંતની ઝાંખી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy