________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
અમારું મિલન થઈ જતું. નાળિયે જેમ નાળવેલ સૂંધવા જાય તેમ હું વારંવાર તેમનાં દર્શન--સમાગમ માટે જતા. નાની-મેટી બધી જ પ્રવૃત્તિએ અને અન્નથને, મૌન વખતથી લાંબાલચ પત્ર! દ્વારા તેમને લખ્યા કરતા. પૂ. ચુનીલાલજી મહારાજ પોતાની સહજ સુઘડતાથી એ બધું સકલન કરતા. ગુરુદેવ સાચવી મૂકતા.
માનવમેળે
ગુરુદેવ જયાં જાય ત્યાં જૈન--જૈનેતરના માનવમેળા ઉભરાવા માંડે. ચેમાસામાં તે એ માનવમેળાનું પૂછવું જ શુ? અમદાવાદમાંના સ્થાનકવાસીઓમાં આમ તેા દરિયાપુરી સ્થા. ની સંખ્યા વધારે ફરતાં ગુજરાતનાં ગામડાઓમાં પણ તેની સંખ્યા વધારે. છતાં અમદાવાદમાં ખંભાત સંપ્રદાયના શ્રાવક-શ્રાવિકાએ ઘણાં તેમ સૌરાષ્ટ્રથી આવેલા સ્થાનકવાસી કુટુ એ પણ ઘણુાં. ખંભાત સંપ્રદાય લવજી ઋષિની પરંપરાને, જ્યારે સૌરાષ્ટ્ર સ્થાનકવાસીઓમાંના મેટા ભાગ એકલા ધર્મદાસજી મહારાજની પરંપરાના. એ ખંભાત સપ્રદાયના જ ઉપાશ્રયમાં વારા પ્રમાણે લીંબડી મેટા સંઘના સાધુ - સાધ્વીઓનુ ચોમાસુ થયા કરે. એ રીતે આ સંવત ૧૯૯૫માં ગુરુદેવનું ચામાસું હતુ. તેમની હાજરીને લીધે સંવત ૧૯૯૦ના ચામાસામાં સ્થપાયેલા સ્થા. જૈન છાત્રાલયને ઘણા વેગ મળ્યું. પૂ. મહારાજશ્રીની દીક્ષા પછીનુ આ એગણચાલીશમું ચામાસું હતુ. ઉમ્મર ૬૩ વર્ષ જેટલી સ્થવિર થઈ ચૂકી હતી. હવે મેટે ભાગે ડોલી મારફત જ વિહાર થતા. તેઓનું કેાઈ ચૈામાસુ એવું ન હેાય કે લાયબ્રેરીને વેગ ન મળ્યે હેાય. કચ્છ, સૌરાષ્ટ્ર, અમદાવાદ, સૂરત વગેરે સ્થાનકવાસી જૈનાને ગામડે-ગામડે પુસ્તકાલય-વાચનાલયની પ્રવૃત્તિમાં મુખ્ય ફાળે! તેમને છે. જૈનશાળાએમાં ય કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રાણ લાવવામાં તેમને હિસ્સા સર્વોપરિ છે અને શ્રાવિકાઓને ગૌરવભેર આજીવિકા આપનાર, ગ્રામોદ્યોગ શાળાએમાં પણુ પહેલ કરનાર સ્થા. જૈન સાધુ તરીકે સર્વ પ્રથમ તેએ જ છે. ઉપાશ્રય ગામડે-ગામડે થવામાં તેમના ચામાસા દરમિયાન થયેલા મહાન ફાળાઓને સારા હિસ્સા છે.
એક ખાસ વિશેષતા
આગળ આપણે વાંચી ગયા તે મુજબ આગ્રાથી અમઢાવાદ જતાં સંવત ૧૯૯૦ માં અમે થાંઢવા જૈન વિદ્યાલયમાં થાડું રોકાયા હતા. ત્યાં ‘ખાલેશ્વર યાલ' નામના આર્યસમાજી - દૂધ પી .તૈયાર થયેલા એક સુશિક્ષિત ભાઇ ગૃહપતિ હતા. ભારે ચર્કાર, કુશળ અને પ્રવૃત્તિશીલ. તેમને ગુરુદેવ પાસેથી એક અને ખુ માર્ગદર્શન મળ્યું. પંચમહાલ અને તેને લગતા ઝાબુઆ ૧૦ મધ્યપ્રદેશના વિસ્તારમાં આદિવાસીઓની વસતિ પાર વગરની હતી. તેમાં માનવતાના ખીજ રોપવાની આ કુશળ કાર્યકર્તાને ગુરુદેવે પ્રેરણા આપી. ત્યારથી તેમણે તે પ્રવૃત્તિ શરૂ કરી દીધી અને ધીરે-ધીરે ગુરુદેવને જ પેાતાની સત્-પ્રવૃત્તિના પ્રેરક માની પાતા તરફથી થયેલી આદિવાસી સેવાને ગુરુ ઉપકારના ફળરૂપ જાણી લીધી. ગુરુદેવને પરાક્ષ છતાં આદિવાસીએનાં ગુરુ ખનાવી દીધાં. દર વર્ષે તેઓ ગુરુ જન્મતિથિએ મેાટે આદિવાસી સમારાહ કરે અને ગુરુદેવના સ ંદેશા કે ચાહે ત્યાંથી ગુરુદેવની છખી મગાવી ગુરુદેવના એકલવ્યરૂપે આદિવાસી સેવાની ઉપાસના કર્યા કરે.
મુનિના કાકડાનું ઓપરેશન સંવત ૧૯૮૨માં નડિયાદમાં એક હોશિયાર ખ્રિસ્તી ડૉકટર કૂક સાહેબે કરેલું; એટલે ગુરુદેવ ખ્રિસ્તી ધર્મીઓને પિછાનતા હતા. ખ્રિસ્તી ધર્મના સંસ્થાપક ઇશુને,
‘ક્ષમાસિન્ધુ પ્યારા, ઇશુ ઉર તને વંદન કરુ’
આ પ્રાર્થના વાકયથી સન્માને. બાકી ‘તે પ્રભુના પુત્ર છે અને અનુયાયીએનાં પાપે પાતે પેાતાને માથે લઇ લે છે’ તે વાત જરાય ન માને. ખ્રિસ્તી લેાકેાની પ્રાર્થના -શિસ્ત જરૂર વખાણે. તેમના અનુયાયીએની સેવાનીચે તારીફ કરે, પણ વટાળવૃત્તિના કટ્ટર વિરોધી. એટલે ખાલેશ્વર દયાલની વટાળવૃત્તિના વિરોધવાળી આદિવાસીસેવા પેાતાને હુ ગમે. ખાલેશ્વર દયાલ પણ પ્રસંગેાપાત્ત ગુરુદેવને મળે, એટલુ જ નહિ; સાથે વિહાર કરે. સત્સંગના પણ લડાવે લે.
અમદાવાદ સ્થળ ગુજરાતનું પાટનગર અને મધ્ય સ્થળમાં હાઇ ત્યાં ખાલેશ્વર યાલને આવવુ ઠીક ફ્રાવ્યું. તે સમયમાં ગુરુદેવના શ્રદ્ધળુ સાધ્વીઓને અભ્યાસ અને સત્સંગને ખૂબ લાભ મળ્યે અને તેમણે આજુબાજુના ગ્રામપ્રવાસે!માં તથા ચેામાસામાં તે સારી પેઠે લીધે. ગુરુસેવામાં અહેનિશ રમમાણુ રહેતાં પૂ. ચુનીલાલજી સ્વામીને એથી
૪૨
Jain Education International
For Private Personal Use Only
જીવન ઝાંખી
www.jainellbrary.org