________________
-
-
~
-
-
N
I
FRA .
પૂજ્ય ગુરૂદેવ ફવિષય પં. નાનાસજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
હાલ બેયનો સ્થૂલ જગતમાં મેળ નહીં પડે કાં તે ગુરુસાન્નિધ્યનો લહાવો છેડો અથવા તે મૈયા-ખુરણાને છેડે પણ તમારી ભૂમિકા જોતાં ગુરુસાન્નિધ્યનું સાતત્ય આજે તે તમારે છોડવું જ પડશે.” મને ગુરુસાન્નિધ્ય જરા પણ છોડવું ગમતું ન હતું; પણ છેડ્યા વિના છૂટકે ન રહ્યો.
સંન્યાસી જગતને સંપર્ક જેમ ધરમપુર, વાસદા અને સુરત જિલ્લાને ગુરુદેવને સંપર્ક થયે, તેમ હવે ભરૂચ જિલ્લાને તેમને સંપર્ક વધે. વૈદિક ધર્મમાં ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી અને સિંધુ નદીની જેમ નર્મદા નદીનો પણ અગાધ મહિમા છે. આથી ચાણોદ-કરનાળીમાં વૈદિક સંન્યાસીઓના મંજુલ-મંગલ આશ્રમે છે. તેમાં અમદાવાદના ગીતામંદિરથી મશહૂર થયેલા વિદ્યાનંદજી મહારાજ દ્વારા સંન્યાસીના આશ્રમમાં ગુરુદેવને ચોમાસાનો આગ્રહ થયે. સંન્યાસી-આશ્રમમાં જૈનાચારે રહેવું અને આગ્રહથી રહેવું, એ સર્વધર્મ સમન્વયને નાદર નમૂનો ગણાય. આમ વૈષ્ણવધર્મી હીરાબેન અને રતનબાએ ગુરુદેવને સંન્યાસી જગતના ગાઢ સંપર્કમાં લાવી મૂકયા. ઉપરાંત પૂ. ગુરુદેવના અનુરાગી, બ્રાહ્મણ સંસ્કૃતિવાળા સુણાવના માસ્તર વૈદ્યરાજ માણેકલાલ ભેળાનાથને, આ ચાતુર્માસનો પ્રબંધ કરવામાં અસાધારણ રસ અને હિસ્સે હતે. ચાણોદ-કરનાળીમાં આવતા અનેક સંન્યાસીઓ સાથે વિચારવિનિમય ચાલતે. સ્વામી વિવેકાનંદ, સ્વામી રામતીર્થ વગેરે સંન્યાસીઓના વિદેશપ્રવાસ પ્રભાવે અને મહર્ષિ દયાનંદના વૈદિક ધર્મકાંતિપ્રભાવે સંન્યાસી જગતને પ્રભાવિત તે કર્યું જ હતું. સંન્યાસી જગતમાં હલચલ તે મચી ચૂકી હતી. ગાંધીજીના રાજકીય અને રચનાત્મક કાર્ય પ્રવાહમાં વેશ છોડી જૈન સાધુ વહી રહ્યા હતા; તે વૈદિક સંન્યાસીઓ વિશેષ વહી રહ્યા હતા. ગાંધીજીના માર્ગમાં સાધુ-સાધ્વી, સંન્યાસીઓ ઘણા જોતાં હતાં, પણ તે તપ-ત્યાગ સાથેની સાધુતાવાળા સાધુવેશમાં જતાં હતા. તેઓ જાતે ગૃહસ્થાશ્રમી છતાં સાડત્રીશમે વર્ષે બ્રહ્મચારી અને વાનપ્રસ્થાશ્રમી બન્યા હતા. તેમના તપ-ત્યાગથી જે વિશેષ તપ-ત્યાગની આશા આજના સંન્યાસી જગત પાસેથી ગાંધીજી રાખતા હતા; તે જૈન સાધુ-સાધ્વી સિવાય આજના વૈદિક સંન્યાસીઓ પાસેથી સામુદાયિક રીતે પાર પડે તેમ ન હતું. “વારત×મિક્ષા તહતવાસઃ ” જે ક્યાં જગદ્ગુરુ શંકરાચાર્યને ત્યાગ આજના સંન્યાસીઓમાં રહ્યો છે? એટલે જે એમને રાહતના કામો કરવા દેવાય તે પ્રવૃત્તિઓ વધશે, પણ પ્રાણ નહીં વધે; અને જો એકાંત કે ઉદાસીનતાવાળી યોગસાધના કે જપ-ધ્યાન સાધનાને માર્ગે જવા દેવાય તે નિવૃત્તિઓ વધશે. પણ તેમાં સક્રિયતાનો અગર તો યેયની વ્યવહારુતાને આત્મા નહીં હોય, જેવું પ્રાયઃ જૈન સાધુ-સાધ્વીઓમાં દેખાય છે, વિશાળ દષ્ટિકોણનો અભાવ. ગુરુદેવ પણ સંન્યાસી બિરાદરોને કહેતા- “નિવૃત્તિનું લક્ષ્ય રાખી પ્રવૃત્તિ કરવી જોઈએ અને તેવી જ રીતે પ્રવૃત્તિનું લક્ષ્ય સામે રાખી નિવૃત્તિ સાધવી જોઈએ.” આમ માત્ર કહેતાં જ નહીં, પતે એવું જીવન જીવતા. ચાણોદ-કરનાળીના ચોમાસામાં ગુરુદેવને એકસઠમું વર્ષ વીતી ચૂકવા આવ્યું હતું. કુતું લેહી ઘટવાથી ‘વાને વ્યાધિ જોર કરી રહ્યા હતા. છતાં–
પ્રવૃત્તિ ને નિવૃત્તિ બે, વૃત્તિએ સર્વ જીવને
પ્રવૃત્તિ સંયમે રાખો, ને નિવૃત્તિ અસંયમે.” એ જેનસૂત્રને જીવનમાં પવી જૈન-જૈનેતર સંન્યાસી જગતમાં પ્રેરનાર ગુરુદેવે અહીં ડેક આરામ લીધે. છતાં પ્રવૃત્તિ તે રહ્યા જ કરી.
२९
ડળીમાં ચાતુર્માસ : એકાંતસેવનની અભીપ્સા પૂ. ગુરુદેવનું ચોમાસું અમદાવાદમાં હતું, તેમ પૂ. જવાહરલાલજી મહારાજનું ચોમાસું પણ અમદાવાદમાં. તેઓ ત્રણ-ત્રણ ચોમાસા સૌરાષ્ટ્રમાં ગાળી ગુજરાતના પાટનગરમાં પધાર્યા હતા. મારું ચોમાસું “માણુકેલમાં હતું. સમાજ-વ્યવહારે અમે ગુરુ-શિષ્ય જુદા પડ્યા હતા, પણ હૃદય-વ્યવહારે વધુ નજીક પહોંચ્યા હતા. એટલે ઘણી વાર વિશ્વસંતની ઝાંખી
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org