________________
પૂજ્ય ગુરુદેવ કવિવઢ પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
નમૂને તે પૈકીને ગણાય. અને જ્યારે પૂજ્ય ગુરુદેવની સત્યાશીમી જન્મજયંતી સાયલામાં ઊજવીને દિલ્હી જતાં અમદાવાદ આવ્યાં ત્યાં ગુરુદેવના લઘુશિષ્યાના હુલામણું નામે પિતાને સંબોધતાં પૂ. પ્રભાકુંવરબાઈનાં, તેમના વડીલ ગુરુભગિની મોતીબાઈ સાથે, અમને દર્શન થયાં; ત્યારે હીરાબેનનું કુટુંબ કેવા ભકિતભાવથી ત્યાં આવી પહોંચ્યું હતું તે નજરે જોયું અને થયું - “ ગુરુદેવે માતાઓમાં કેવી ધર્મભક્તિ જગાડી દીધી છે?”
એક લોહાણા ડોકટર નંદલાલ વનમાળી સૂચક સાથે બેજા ડેકટર બેન પરણ્યા હતા. એ બેનનું નામ દોલતએન. ગુરુદેવને પરિચય થતાં જ તેમનામાં ગુરુભકિત જાગી. પછી તે પત્ર દ્વારા પ્રેરણા લે, પણ વર્ષમાં એકાદ વાર તે દવાખાના બંધ કરીને પણ તે દંપતી ગુરુસત્સંગે આવે. એટલું જ નહી, બીજા નેહી ભાઈ–બેનને ય ગુરુસત્સંગનો રંગ લગાડે. આવા તો અનેક નારીરત્નોને એમણે સમાજની પત્થર ખાણમાંથી તારવી મૂક્યાં હતાં.
- રાષ્ટ્રપિતા ગાંધીજીએ નારીશકિતને ચાર દીવાલેથી બહાર કાઢી સર્વક્ષેત્રોમાં કામ કરતી મેલી. ગુરુદેવે એક રાષ્ટ્રસ્તંભ સાધુજીવનને નાતે તે શકિતમાં ધર્મ પુટ આપવાનો મહામાર્ગ આવાં પાત્ર ઘડી ઘડીને ચીંધી દીધો. ખરેખર, “જે કર ઝુલાવે પારણું, તે દેશનું જ નહીં; દેશ દ્વારા વિશ્વનું ભાવિ ઘડી શકે છે.” તેથી જ તે ધર્મપત્ની શબ્દ પત્ની પહેલા લાગુ પડે છે. પતિ પહેલા નહીં. રામસીતા બોલાતું નથી, સીતારામ બોલાય છે. રાધાકૃષ્ણ બોલાય છે, કૃષ્ણરાધા હરગિજ નહીં. વ્યવહારમાં પણ માબાપ' બોલાય છે. “બાપા” નહીં. ત્રણ છે ભારતના ધર્મપ્રેરક. ૧-સાધુ, ૨-બ્રાહ્મણ અને ૩-નારી. તેથી જ સમાજશાસ્ત્રી મનુ મહારાજે ગાયું -
યત્ર નાર્થાતુ પૂજ્યન્ત, રમત્તે તત્રવેવતા:”
૨૫
ચાણોદ-કરનાળીમાં ચાતુર્માસ “ધેય એક-માર્ગ છે” પ્રકરણમાં આપણે જોઈ ગયા કે રડ્યૂલ રીતે પંથ જુદા પડી ગયા હતા. મારા જાહેર નિવેદનથી આખાયે જૈન સમાજમાં મોટે ખળભળાટ મચી ગયે. લોકશાહ-લેખમાળા વખતે જે સ્થા. જૈન સમાજે મને વધાવેલે, તેણે જ હવે ઉપાશ્રયમાંથી જાકારે દેવા માંડે. કારણ કે નિસર્ગમૈયાને, ગુરુદેવે કપેલું યેય વ્યાપક વિશાળ માનવસમાજમાં મૂર્તિમંત કરવાનું ઈષ્ટ લાગ્યું હતું. વાઘજીપરામાં છોટુભાઈ અને બુધાભાઇની ઈચ્છાથી મારું ચોમાસું થયું. ભગવાન મહાવીરનાં ભિક્ષાચરી–પાદવિહારે વ્યાપક વિશાળ માનવસમાજ સંપર્કનાં દ્વાર ઉઘાડાં રાખેલાં. નિરામિષાહારી માત્રને ઘેર ભિક્ષા લેવાતી. આમાંથી ઠાકરડા વગેરે પછાત કે મને સંપર્ક વધે, તેવામાં ભાલનલકાંઠાનું તેડું આવ્યું. જુવાળના શિકાર પ્રકરણમાં પ્રથમ પગલે જ પ્રજાને સફળતા મળી. જનતા-જુવાળ ચઢ. હજારો તળપદા કેબી પટેલિયાઓનું સંમેલન થયું. દારૂ, જુગાર, માંસાહાર, પરસ્ત્રીહરણ વગેરે છેડી “લેકપાલ પટેલ નામે ભાવનલકાંઠા પ્રાગનાં મંડાણ થયા કે તરત હું ઉપડયે ગુરુચરણે. તે વખતે ચાણોદ કરનાળી તરફ ગુરુદેવ વિચરતાં હતા. ગુરુદેવે મારી સમૌન એકાંતવાસવાણી રણાપુર ભૂમિ પણ નીરખી લીધી હતી. મેં પૂછ્યું-“હવે મારે શું કરવું?” તેમણે કહ્યું – “જે મારી સાથે રહેવું હોય તે ખુશીથી રહે તે જાહેર નિવેદન પાછું ખેંચી લેવું રહેશે. મૈયાની પુરણાને ગૌણ અને સમાજ તથા ગુરુની આજ્ઞાને મુખ્ય ગણવી જોઇશે.” મેં કહ્યું- “ગુરુદેવ! મૈયા અને ગુરુદેવ વચ્ચે સૂક્ષ્મ જગતમાં ભેદ કયાં છે?” ગુરુદેવ કહે-“હા, સૂક્ષ્મ જગતમાં ભેદ નથી, પણ ધૂલ જગતમાં ભેદ અનુભવાય ત્યાં શું?” હું સમજી ગયો. દર્શન સમાગમ પછી હું વડોદરા આવ્યો. વળી મંથન ચાલ્યું- “સાચું શું? જે મૈયા પુરણાએ ચાલું છું તે સ્થલ વ્યવહારે ગુરુસાન્નિધ્યને મહાલાભ ખેવાય છે અને જો સ્થૂલ વ્યવહારે ચાલું તે ગુરુ સાન્નિધ્ય પામું છું પણ આયે અન્તનાદ ગુંગળાવી નાખવો પડે છે. મેં ગુરુદેવના એક જૈનેતર અનુયાયીને બોલાવ્યા અને છોટુભાઈના વિશાળ મકાનના એકાંત ભાગમાં અમારો વિચારવિનિમય ચાલ્યો. તેમણે સાફ સુણાવ્યું- “હાલ ને
૪૦ Jain Education International
જીવન ઝાંખી
www.jainelibrary.org
For Private & Personal Use Only