________________
પૂજ્ય ગુરૂદેવ વિલય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાબિદ સ્મૃતિગ્રંથસે
કર્યા છે, પણ ભગવાન મહાવીરે તો જોખમ ખેડીને પણ નારીગૌરવ અને નારી ઉન્નતિનો જે માર્ગ ચીંધે છે અને તેને ઉચ્ચમાં ઉચ્ચ સાધનાના અધિકારો આપ્યા છે. તેને જે કયાંયે નથી.”
નારીસમુથાનના પંથે જતાં ગુરુદેવને કૅક કડવા-મીઠા અનુભવે થયા છે. અહીં ડાક નમૂના જોઈ લઈએ -
થાનમાં સંવત ૧૯૮૧માં એક વખત ગુરુદેવ દૂર ને દૂર ચાલ્યા ગયા. ગેચરીવેળા થઈ, આવ્યા નહીં. તેમના બને ગુરુભાઈઓ વિચારમાં પડયા. હર્ષ ચન્દ્રજી મુનિને તો ચેન જ શાનું પડે? તેઓ શોધવા નીકળી પડ્યા. આ પ્રદેશમાં જંગલે જવા નીકળેલા મહામુનિ નાનચંદ્રજી ભૂવા પડે તેમ ન હતા. આખરે મેડા મેડા પણ પાછા ફરતા જોયા; ત્યારે હર્ષ મુનિ હર્ષઘેલા થઈ ગુરુચરણે ઢળી પડયા. ગુરુદેવ બોલ્યા- “ચાલ, આવું જ છું. સાધુથી આમ લાગણીવશ થવાતું
રે-ધીરે ખબર પડી ગઈ કે આજે સાધ્વીઓનો માંહોમાંહેનો એવો સંઘર્ષ થયેલે કે ગુરુદેવને ભેગી આનંદઘનજીની માફેક એકલા ચાલી જવાનું મન થઈ ગયું. “હવે કયાં ગુરુદેવ પણ હયાત હતા? જે સંસારનાં સગાં-વહાલાં છોડયાં તે વળી આ સંપ્રદાયના બંધનો ય શા માટે જોઈએ? એ ચિંતનમાં ને ચિંતનમાં ગુરુદેવ ઘણે દર થાન પાસેના ડુંગરાળ પ્રદેશમાં નીકળી ગયા, પણ વિચાર આવ્યું- “આ તે વૈરાગ્યને ય વૈરાગ્ય જણાય છે. વૈરાગ્યને રાગ ભલે ન હોય પણ અનુરાગ તે જોઈએ જ; એક સંપ્રદાય ડીશ તે બીજે ઊભે થશે. એના કરતાં જે છે અને જે બીજા સંપ્રદાયની અપેક્ષા એ કાર્યક્ષમ છે તો એનો લાભ લેવા અને આપવામાં શા માટે અચકાવું ઘટે?” બસ, વન્યા પાછા, ત્યારથી સાધ્વીઓને કહ્માકારવ્યા વિના સ્વાભાવિક બોધ થઈ ગયો. “ગુરુદેવ જેવાને અમને છોડવાનું મન થાય તે દીક્ષા લેવામાં શી મજા માટે પોતાના કે એવીઓના અવગુણ હાંકી કાઢવા પણ આ સંઘર્ષ તો ન કરે.
લીંબડીમાં નાનીબેનનું પિયર, નાનીબેન બાળવયમાં વિધવા થયાં. સાદવીઓની નજર વિધવા પર તરત જાય. સાવીઓ નાનીબેનને કહેવા લાગ્યા- “હવે તારે શું બંધન છે? છકાયના કુટામાંથી નીકળ બહાર આવી જા અમારી સાથે. મોક્ષનું માનું ભાથું બાંધી લે” નાનીબેનની ઈચ્છા સમાજસેવાની હતી. તેમણે પૂ. ગુરુદેવનું માર્ગદર્શન માગ્યું. ગુરુદેવે કહ્યું- “જે બેન, મારે મન આજે પ્રથમ દીક્ષા સમાજસેવાની છે. સાચી નિઃસ્પૃડ સેવાથી સર્વોપરિ તીર્થકરપદ પામ્યાના અનેક દાખલા જૈનશાસકથાઓમાં છે. બાકી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય આવ્યા વિના સાધુવેશ પહેરી લેવાથી તે બાવાના બેય બગડી જાય. હું દીક્ષાને વિરોધી નથી, પણ આ કાળે પ્રથમ સેવા -દીક્ષા છે સમજ્યાં!”
નાનીબેન સમજી ગયાં. ખૂબ સંતોષ પામ્યાં. એમનાં માબાપે પણ ગુરુએથે જોખમ ઉઠાવીને પણ નાનીબેનને સેવામાર્ગમાં સમર્થન આપ્યું. ગાંધી આશ્રમ સાબરમતીમાં બુધાભાઈ (આજના દયામુનિ) ની સાથે ખાદીકામમાં તેમણે ઝુકાવ્યું. ઘૂંઘટમાં ગાંધાઈ રહેલી કેટલીય મુસ્લિમ કે હિન્દ, ગિરાસદાર કે ગરીબ સે ભગિનીઓને રોજી આપી રાષ્ટ્રભકત બનાવી દીધી. આમ નાનીબેન આપોઆપ મેટાંબેન બની ગયાં.
સંવત ૧૯૯૧-૧૯૯૨ ના મુંબઈના ચોમાસામાં હીરાબેન ચીનાઈને પૂ. ગુરુદેવને પ્રથમ સત્સંગ થયો. એમના પતિ, દિયર, જેઠ અને કમેકમે આખું ય ચીનાઈ કુટુંબ ગુરુદેવનું ભકત બની ગયું. હીરાબેન ભારે શ્રીમંત કુટુંબનાં પણુ ગુરુભકિતનો રંગ લાગ્યા પછી કૃષ્ણભકિતનું રહસ્ય આપોઆપ એમને સમજાયું. ધીરે-ધીરે ભેગ-વૈભવમાં રસબસતાં હીરાબેન ત્યાગ, તપમાં તરબળ બનતાં થયાં. હવે હીરા નહીં, પણ મીરાં બન્યાં. કેટલાય સેવકે -સેવિકાઓને એમની ભકિતને રંગ લાગી ગયો. નરસિંહ મહેતાએ કહ્યું છે– “તારા સંગનો રંગ ન લાગે, તો તું વૈષ્ણવ કાચે.” હીરાબેન પણ પાકાં વૈષ્ણવ બની ગયા અને સે. ને વૈષ્ણવતાને ચેપ લગાડનારાં સમર્થ વીરાંગના ભકત બની ગયા. ગુરુદેવને મન જેન - વૈષ્ણવના ભેદ ક્યાં હતાં? અનેકાંતવાદને આથી વિશેષ આચાર કર્યો હોય? કલિયુગના સર્વજ્ઞ લેખાતા હેમચંદ્રાચાર્યના શિષ્ય કુમારપાળને જેને પરમાઈત ભલે ગણે પણ તેઓ પરમશવ સંયુકત પરમાઈત હતા. હીરાબેનને
વિશ્વસંતની ઝાંખી Jain Education International
૩૯ www.jainelibrary.org
For Private & Personal Use Only