________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથરે
ગુરુદેવે એમને રોકી રાખેલા. આખરે નિવૃત્તિ અને એકાંતની ભાવનાથી તેઓ લોનાવલામાં રહ્યા. ખૂબ તપશ્ચર્યા કરતા. લાંબા ઉપવાસના પારણા બાદ લેનાવવામાં એમનું શાંત મૃત્યુ થયું. આવી હતી ગુરુદેવની સહજ ઉપકારક વૃત્તિ!
આજે જે સાધુ-સાધ્વીઓ છે, તેમને તેઓ માનવતારૂપે ધર્મને પાયે વ્યવસ્થિત નાખે તેવાં કાર્યક્ષમ બનાવવા માગતા હતા. અગ્ય દીક્ષા કે બાલદીક્ષાના તે તેઓ વિરોધી હતા જ; બલકે થોડો વખત સાધુદીક્ષા બંધ રહે તેથી અનિષ્ટ નહીં, પણ ઇષ્ટ જ થશે એમ માનનારા હતા. આથી જ પિતાની પાસે કે પિતાનાં શ્રદ્ધાળુ સાધુ-સાધ્વીઓ પાસે કઈ દીક્ષાના ઉમેદવાર તરીકે આવે તે ખુબ ખુબ ચકાસતા અને પ્રાયઃ એવું કહેતા કે જેથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય વિના ત્યાગી સંસ્થામાં કઈ પેસે નહીં. આમ તેઓ સાધુ-સાધ્વીઓ પાસે ગયાકાળનું પ્રતિકમણ, વર્તમાનકાળને સંવર અને આવતા કાળની ચોગ્યતા માટે સતત મથ્યા કરતા, કારણ કે રાજાના રાજા એવા સાધુ-સાધ્વીઓએ સમાજમાં પેઠેલી બધી જ ભેદ દીવાલો તોડી નાખવી પડશે, તેવું પ્રબળપણે માનીને વર્તતા, વર્તાવતા. સાધુ-સાધ્વી તુંબડાં જેવા છે. પિતે તરે અને બીજાને તારવા મથે. ભેજવાળાં ખોટાં મૂલ્ય ઉથાપે અને સર્વત્ર સમાનતાનાં સાચા મૂલ્ય રથાપે. તેઓ જ જગતનાં સાચા ગુરુઓ છે. ભારતમાં આથી જ એમનો સર્વોચ્ચ મહિમા છે. “નગરનો સંગ ન કરીએ રે” એમ ગાઈ બનાવીને કબીર સાહેબ બોલ્યા. જૈન સાધુ ચિદાનંદે એથી જ કહ્યું છે
અવધૂ નિરક્ષ વિરલા કેઈ, દેખા જગત સબ જે- અવધૂ. સમરસભાવ ભલા ચિત્ત જાકે, થાપ- ઉથાપન હેઈ; અવિનાશી કે ઘરકી બાતાં, જાનેંગે નર સેઈ – અવધૂ. રાવ-રંકમેં ભેદ ન જાને, કનક ઉપલ સમ લેખે;
નારી નાગિણુંકે નહિ પરિચય, તે શિવમંદિર દેખે - અવધૂ. મહાત્મા ચિદાનંદજીના આ પદમાં છેલ્લી પંકિતમાં નારીને જે ઉપમા આપી છે તે વાંચતાં જ ગુરુદેવને આંચકે લાગતો. આજના વિકસિત યુગમાં માતૃજતિને આવી રીતે ચીતરવી તે પિતાને ખૂંચતું હતું એટલે તેમાં કવિવર્ય નાનચંદ્રજી મહારાજે સંશોધન કર્યું. એટલે કે જ્યારે પિતાને તે પદ છાપવાનો પ્રસંગ આવ્યું ત્યારે “નારી નાગિણી કે નહિ પરિચય” એ પંકિતને “વિષયવાસના વિષ સમ લાગે” આ રીતે સુધારો કર્યો. તેઓ હંમેશાં માનતા હતા કે જૂના મહાપુરુષનાં વચનોને તેડવા નહીં, પણ સંશાધવા. કારણ કે તે મહાપુરુષોએ પોતે પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈને જૂનાનું સંશોધન કરીને જ નવારૂપે મૂકહ્યું હતું. જે આમ ન થાય તે નવા યુગની પ્રજા જૂના મહાપુરુષો પરની શ્રદ્ધા ગુમાવશે. જે દેશ ધર્મભાવનામાં જગત ગુરુ છે, તે દેશની નવી પેઢી ધર્મશ્રદ્ધા ગુમાવે તો દુનિયાની આશા ધૂળમાં મળી જશે. સમય પારખીને તે પ્રકારનાં (હિંસાદિ સૂચક પ્રકારનાં) વચનોવાળા સૂકતો, એ વચને પાછળથી ઉમેરાયાં છે. માટે મહર્ષિ દયાનંદે વેદશાસ્ત્રોમાંથી કાઢી નાખવાની વાત કરી. ગાંધીજીએ, હું એને સમજતો નથી, એમ કહી સાર ખેંચો. બાકીના છતા ફેંકી દેવાનું કહ્યું. કવિવર્ય નાનચંદ્રજી મહારાજે એ છોતાને કાઢી યોગ્ય કામે લગાડયા અને પિતે નો રસ ઉમેર્યો. જૈન સાધુ તરીકે જગત કે સમાજ પ્રત્યે શી ફરજ હોય, એ ધોરી માર્ગ પાડી આપ્યો. તેમણે કહ્યું- “નારી એ નાગિણી નથી, સહભાગિણી છે. હકીકતમાં વિષયવાસના જ પુરુષજાતિમાં કે સ્ત્રી જાતિમાં ઝેરરૂપે પરિણમે છે. વાર જાતિમાં વત્સલતાને એ દિવ્ય ગુણ છે કે જેથી તે પુરુષવર્ગને સાચા સાથીદાર બની રહે છે. એટલે જ સંસ્કૃતમાં એક સુભાષિત છે “માઘસનો નાસ્તિ સાંધવ:” પુરુષની શુષ્કતામાં તેણે જે રસપૂર્તિ ન કરી હોત તે આખે ય સંસાર નરકાગાર બની જાત. માટે એમ કહી શકાય કે મોક્ષના દ્વાર ઉઘાડનારી પરંપરા એ જનેતા જ છે.
આજ વિચારમાંથી સાધ્વીઓને અને શ્રાવિકાઓને ઘડવાનું કામ ભગવાન મહાવીરના આ સાધુ ઉપર અનાયાસે આવી પડયું. સંત વિનોબાએ સન ૧૯૫૮માં પંઢરપુરમાં પોકાર્યું હતું- “ભગવાન કૃષ્ણ ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ એ ત્રણેય હિંદુ ધર્મના મહાપુરુષ થયા છે. સ્ત્રીઓના ઉધ્ધારની બાબતમાં આ ત્રણેય મહાપુરુષોએ કામ * જુઓ, પ્રાર્થના મંદિર : આવૃત્તિ સોળમી, પૃષ્ઠ ૨૧૦
૩૮ Jain Education International
જીવન ઝાંખી www.ainelibrary.org
For Private & Personal Use Only