________________
છે
શ્રી પ.નાનજી મહારાજ જમાતICE
એવે સુમધુર વાર્તાલાપ મહાત્માજી સાથે થતો હતો. ત્યાર બાદ ત્યાંથી વિહાર કરી યથાસમયે ધરમપુરમાં ચાતુર્માસ નિમિત્તે પ્રવેશ કર્યો. તે વખતે રાજ્યને અને આમપ્રજાનો ઉત્સાહનો પાર ન હતો. ચાતમાંસની બધી વ્યવસ્થા રાજ્ય તરફથી થયેલી. રાત્રે પ્રાર્થના-પ્રવચન અને દિવસના પ્રવચન વખતે સભામંડપ ભરચક રહે. ચાતુર્માસ દરમિયાન બધાને ખૂબ સંતોષ થયો અને આનંદમંગલ વર્તાયા. મહારાજા અને મહારાણી પણ પ્રસંગે પ્રસંગે પ્રવચનમાં હાજરી આપી રસપૂર્વક લાભ લેતા. આ રીતે અપૂર્વ આનંદ અને ઉલ્લાસપૂર્વક ચાતુર્માસ પૂર્ણ થયું. પૂજ્ય ગુરુદેવને, નિર્વત્તિ પરાયણ શાન્ત- સાત્વિક વાતાવરણમાં શેષ જીવન ગાળવાની ખૂબ અભિલાષા હતી એટલે ધરમપુરથી એ દષ્ટિએ વિહાર શરૂ કર્યો. નર્મદા નદીના કાંઠે કાંઠે ગ્રામાનુગ્રામ ઠાણું ૩, વિહાર કરતા હતા. દરમિયાન જાણે ત્રાણુનુબંધ પૂરા થયા હોય તેમ મુનિશ્રી હર્ષચંદ્રજીના વિચારો બદલાયા અને તેઓ છુટા પડયા. પાછળ પૂજય ગુરુદેવ અને મહા. શ્રી ચુનીલાલજી સ્વામી ઠાણ ૨ ને વિહાર ચાલુ રહ્યો.
આ પ્રકારે ધરમપુરના ચાતુર્માસ પહેલાં એટલે કે સંવત ૧૯૩ ની સાલમાં જ મારો અને પૂ. ગુરુદેવને માર્ગ પૂલ રીતે જુદો પડી ગયે. પરિણામે પ્રત્યક્ષ સંબંધ છૂટી ગયે. પછી તે વર્ષો વીતી ગયા, તેમ છતાં પણ પત્ર વ્યવહારથી અને બીજી રીતે પણ તેઓની ઉદારતાને મને છેક છેલ્લી ઘડી સુધી લાભ મળ્યા કર્યો છે. એના આધારે જ આગળ પાછળની હકીકતો લખવા ભાગ્યશાળી થઈ શક છું.
૨૪
નારીસમુત્થાન પૂ. ગુરુદેવ દીર્ઘકાળના ત્યાગી જીવનના અનુભવ પછી સાધુ જીવન અંગે સ્પષ્ટ ખ્યાલ ધરાવતા હતા. તેઓ એમ માનતા કે સાધુજીવન સ્વીકાર્યુ-સાધુના કપડાં પહેર્યા એટલે સર્વગુણસંપન બની જવાતું નથી. એના માટે તે જ્ઞાનગર્ભિત વૈરાગ્યની ભૂમિકા પાકી હોવી ઘટે. ત્યારે વર્તમાનકાળે જેઓ દીક્ષા લે છે તે બધા ઉમેદવારોમાં પ્રાય: ભાગ્યેજ એવી તૈયારી હોય છે. પરિણામે પછી એવા સાધકોએ સીધાવું પડે છે અથવા એક યા બીજી રીતે દંભનું સેવન કરવું પડે છે. આવી પરિસ્થિતિમાં, વીર-ગંભીર સાધુ પુરુષોએ, સંઘના ચારે અંગનું કાળજીપૂર્વક જતન કરવું જોઈએ, એટલું જ નહિ પણ સ્વ–પર કલ્યાણના લક્ષે સામૂહિક સાધના કરવી ઘટે. આવું પૂજ્ય ગુરુદેવનું સહજ ઉદ્ધાર વલણ હોવાથી, કોઈ સાધુ દીક્ષા લઈને કોઈ કારણસર વેષ તજી દે ત્યારે પણ તેવા અસલ સાધુમાં, અસલ સાધુતાનો રંગ કેમ લાગે? અને વેષ છોડવાનો પશ્ચાતાપ થાય એવું કરતા. આજ હેતુથી શ્રી હર્ષચંદ્રજી મહારાજ, જે વર્ષોથી ગુરુદેવની સેવાભકિતમાં એકનિષ્ઠાથી જોડાઈ ગયા હતા; તેઓના વિચારમાં ધરમપુરના ચાતુમાંસ પછી (સં. ૧૯૪માં) પરિવર્તન આવ્યું અને તેઓ ગુરુદેવથી છૂટા પડયા. એમને સમજાવવામાં ગુરુદેવે કશી કચાશ ન રાખી તેમ છતાં પણ જુદા પડ્યા અને આખરે વેશ પણ છેડે ત્યાર બાદ અનેક વાર તેઓ ગુરુદેવ પાસે આવે, સદ્દભાવભકિત દર્શાવે. મર્યાદિત સેવા પણ કરે તે પણ ગુરુદેવે તેના પ્રત્યે અંશમાત્ર અભાવાત્મક વલણ બતાવ્યું નહિ. એટલું જ નહિ પણ વધારે પતન ન થાય એ રીતે તેઓને સાત્તિવક પિષણ અંત સુધી આપ્યા કર્યું. ગુરુદેવની આવી અનોખી ઉદારતા હતી. આ ઠેકાણે બીજા કોઈ સાધુ હોત તો તે આવા પતિત સાધકને તિરસ્કાર જ કરત. અરે, પાસે આવવાની તે વાત જ કયાંથી હોય?
વળી દીક્ષા લીધા વિના પણ દીક્ષિતની જેમ વર્તનારાં, ત્યાગ-તપમાં રાચ્યાં માચ્યાં શ્રાવક-શ્રાવિકાઓ પણ જોઈશે, એમ માનીને દીક્ષાની ઉતાવળમાં પતે માનતા ન હતા. દા. ત. કરછ પ્રાગપરના રહીશ મેઘજીભાઈ કરીને એક યુવાન ગુરુદેવની ખ્યાતિ સાંભળીને ખેંચાયા હતા. તેઓ અવિવાહિત અને સાધુસેવાના રસિયા હતા. પૂર્વે જે સાધુજી પાસે તેઓ સેવામાં રહેતા. તેમણે જ્યારે કાયમી વિદાય લીધી કે તુરત જ સૌરાષ્ટ્રમાં શ્રી નાનચંદ્રજી મહારાજની સેવામાં આવી ગયા. શ્રેયાથી અને ત્યાગની વૃત્તિવાળા એટલે પૂ. ગુરુદેવના સંકેત મુજબ દીક્ષા વિના દીક્ષિત જેવા અને તપસ્વી રહ્યા. કેટલાય વર્ષો સુધી ગુરુદેવ સાથે રહ્યા અને સેવાભાવે સાથે વિચર્યા. દીક્ષાની ઉતાવળ ન કરવા માટે
વિશ્વસંતની ઝાંખી
૩૭. www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only