________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ સંતને નિહાળવા એ ગાંધીજીને માટે અનેખું દર્શન હતું. તે સમયના ગાળામાં પૂ. જવાહરલાલજી મહારાજ ખાદી ગ્રામદ્યોગનાં મહારંભથી અપારંભ ભણી જવાની અહિંસક પ્રક્રિયા શ્રમણોપાસકોને પોતાની તેજીલી વાણીમાં સમજાવતા અને સ્થાનકવાસી સમાજનું વાતાવરણ તૈયાર કરતા હતા. તે જ રીતે આત્માથી મોહનષિજી મહારાજ પણ લખતા અને સમજાવતા. પણુ ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજ તો ગાંધીજીની ખાદીગ્રામોદ્યોગની વિચારધારાને જૈનધર્મની ભાષામાં અપાર ભના રહસ્યરૂપે સમજાવતાં, એટલું જ નહી, વાપરતા અને આગ્રહપૂર્વક વપરાવતા.
ગાંધીજીને આવા સંતના દર્શનથી આ ત્યાગીઓના મુલક ભારત પરની આશા સફળ થતી દેખાઈ. આમ તિથલમાં ગાંધીજી અને ગુરુદેવ રોજ મળે. ખૂબ વાર્તાલાપ થાય. ગોચરીને આગ્રહ કરે, જાતે વહેરાવે. જૈન સાધુવર્ગ પ્રત્યે માતા પુતળીબાઈની શ્રદ્ધા, વિલાયત જતાં પહેલાં જૈન સાધુ બેચરજીસ્વામી પાસે લીધેલી ત્રણ પ્રતિજ્ઞાઓ, જૈન શ્રમણોપાસક શ્રીમદ્ રાજચંદ્ર તરફથી મળેલી શિક્ષા -દીક્ષા વગેરે એક પછી એક દ ગાંધીજીને પ્રત્યક્ષ થાય તે એ અપૂર્વ વેગ હતે. ગુરુદેવને પણ બહુ સતેજ થ. “સંતબાલ” અલગ પડ્યા તેનું પણ સમાધાન મળ્યું. ત્યાર પછી પૂ. ગુરુદેવના દર્શન મને થયાં, ત્યારે તેમણે કહ્યું પણ ખરું, “જરા ધીરજ રાખી હેત તે બધુંય સારું થાત. ખેર, જે થયું તે ખરું.”
વસ્તુતઃ એમના જ સેવેલા ધ્યેયને એ માર્ગ હતો. આ કેઈ ને માર્ગ ન હતા અને તેઓ અંદર રહ્યા તે ઘણું સારું થયું. સ્થા. સમાજને વિશ્વવિશાળ દૃષ્ટિકોણ સાંપડશે. જે આજે મને પણ ખૂબ ઉપયોગી થઈ પડે છે. “ગુનામેનો સ્વિમસિ થિસામા ફુવ” એ મહિમ્ન સ્તોત્રનું કાવ્ય પુરવાર થયું છે; અથવા જેનગી આનંદઘનજી મહારાજનું “ઘડ્રદર્શન જિન અંગ ભણી જે” એ પદ સાર્થક થઈ રહ્યું છે. જોકે હવે બન્ને માર્ગે વધુ ને વધુ નજીક આવી રહ્યા છે. છતાં કદાચ માર્ગ બે દેખાય, તે પણ ગુરુદેવે ધારેલું તે એક જ ધ્યેય સિદ્ધ થવાનું છે.
૨૩
ધરમપુરમાં ચાતુર્માસ અહીંથી ય એક-માર્ગ બે’ એ વિધાન મુજબ ગુરુ-શિષ્યના ચાતુર્માસ અલગ થયા. એટલે કે સંવત ૧૯૩ નું મારું (સંતબાલનું) ચાતુર્માસ સમૌન એકાંતવાસરૂપે રણાપુરમાં થયું અને પૂ. ગુરુદેવ, મહા. શ્રી હર્ષચંદ્રજી સ્વામી તથા મહા. શ્રી ચુનીલાલજી સ્વામી ઠાણા ત્રણ અને ચોથા વૈરાગી ભાઈ મેઘજીભાઈની વિહારયાત્રા ગુજરાત તરફ આગળ ચાલી. અનુક્રમે વિહાર કરતાં જયારે તેઓ વલસાડ આવ્યા ત્યારે ધરમપુરના મહારાજાને જાણ થતાં, તેઓને બે વર્ષ પહેલાંનાં સંસ્મરણે તાજા થયા. પૂ. ગુરુદેવને વધારે લાભ લેવાની ભાવના જાગૃત થઈ. પિતાને એ વિચાર પર્સનલ સેક્રેટરી શ્રી ભોગીલાલભાઈ મોદી અને બીજા અમલદારો પાસે પ્રગટ કર્યો, જેઓ બધા સ્થાનકવાસી જૈન હતા. મહારાણી સાહેબા પણ એ વાતમાં સંમત થયા. પછી તે પૂર્ણ તૈયારી સાથે મહારાજાએ પિતા તરફથી ખાસ ચાતુર્માસની વિનંતી કરવા એક ડેપ્યુટેશન વલસાડ પૂજ્ય ગુરુદેવ પાસે મોક૯યું. આગેવાન ભાઈઓએ ભકિતપૂર્વક વિનંતી કરી કે, “અમારા આ અજ્ઞાત પ્રદેશને પાવન કરી અમોને આપે લાભ આપવું જોઈએ, એટલું જ નહિ પણ અમારા મહારાજા પણ એ વર્ષ પહેલાં આપના સમાગમથી ખૂબ પ્રભાવિત થયા છે એટલે એમની પણ ભાવપૂર્વક વિનંતી છે તે આપ લક્ષમાં લેશે. પૂ. ગુરુદેવે બધી વાત સાંભળીને પરિસ્થિતિનું આકલન કર્યું. નવું ક્ષેત્ર, રાજા અને પ્રજાની ભાવભરી વિનંતી વગેરે બધા સંગે અનુકળ લાગતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ના લક્ષે એ વિનંતીને સ્વીકાર થયે. બધા ખુબ આનંદમાં આવી ગયા. હજુ થડે કાળ બાકી હતું. એટલે એ તરફના ક્ષેત્રમાં વિચરવાનું મન થયું. જોગાનુજોગ તે સમયે મહાત્મા ગાંધીજી હવાફેર માટે તેમ જ આરામ માટે તિથલના દરિયાકાંઠે આવેલ હતા. વલસાડથી તિથલ ખૂબ નજીકમાં હતું. એટલે સહજભાવે પૂ. ગુરુદેવને પણ મહાત્માજીને મળવાનું મન થયું. બસ, બધી વ્યવસ્થા થઈ ગઈ અને પૂ. ગુરુદેવ સહિત ઠાણ ૩, તિથલ પધાર્યા. સંવત ૧લ્ય, વૈશાખ સુદ ૬, તા. ૧૫-૫-૧૯૩૭ ને શનિવારનો એ દિવસ હતો. પૂ. ગુરુદેવ ઠાણા ૩ ત્યાં એકંદર તેર દિવસે રોકાયા. અહીં ગાંધીજી, સરદાર પટેલ, કિશોરલાલ મશરુવાળા વગેરે ભાઈઓનું પ્રત્યક્ષ મિલન થયું. સવાર-સાંજ દરિયાકાંઠે ફરતી વખતે વિવિધ વિષયે પર “સર્વજન હિતાય”
૩૬ Jain Education International
For Private & Personal Use Only
જીવન ઝાંખી
www.jainelibrary.org