SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ - (પત્ર ગુરુદેવ કવિલય પં. નાનાસજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ કપના નો'તી. આવી અનેક ગેરસમજૂતીઓના ગ ગુરુદેવ બનતા. પણ તેઓ તે “સાધુચરિત શુભ સરિસકપાસૂ” હતા અને તેથી જ તેમણે “જે સહિ દુઃખ પરછિદ્ર દુરાવા”નું બિરુદ અક્ષરશઃ સાર્થક કર્યું. દશેય એક: માર્ગ બે એક વર્ષના સમૌન એકાન્તવાસને અંતે મેં (મુનિ ભાગ્યચં) “સંતબાલ” રૂપે એક નિવેદન તૈયાર કર્યું હતું. તે જોઈને ગુરુદેવે કહ્યું અને સ્થા. સમાજના આગેવાનોએ પણ કહ્યું- “ભલે આમ જ વર્તા, પણ નિવેદન જાહેર રીતે બહાર પાડવાથી સમાજને સાધુવર્ગ જે આ માર્ગે ચાલવા માંડશે તે પરંપરા તૂટશે. નવે પંથ હજુ તમારે માટે ન અને અજ્ઞાત છે. માટે હમણાં ધીરજ રાખે.” પણ નિસર્ગ ધાર્યું ફળતું સહુ કે, છે માનવી માત્ર નિમિત્ત હેતુ” જેવું બન્યું. ચિચપોકલીમાં મૌન પાળવા પહેલાં અને માટુંગામાં સમાજ સામે નિવેદન વાંચતાં પહેલાં જૂહુ મુકામે ગાંધીજીને મળવાનું થયું. તેમની તબિયત નાદુરસ્ત હતી. ત્યાં જ પંડિત જવાહરલાલ, નેતાજી સુભાષ બેઝ, સરદાર પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, સોજિની નાયડુ, મીરાંબેન, મહાદેવભાઈ બધાયને નજીકથી જોવાનું થયું. વાતચીત કશી ન થઈ શકી. નિવેદન જેવું જાહેર થયું કે સ્થાનકવાસી સમાજ ખળભ. આમાં પણ ગુરુદેવને વેઠવું પડયું. (૧) શિષ્ય જેવા શિષ્યને અળગો કરવો પડે તેવી સ્થિતિ જન્મી અને (૨) તે ઉપરાંત વ્યાપક સમાજમાં અનેક ગેરસમજૂતીઓ જાગી. ત્યારે કોને ખબર હતી કે:-“ગુરુદેવના જ વિરાટ દર્શનને સક્રિય બનાવવા અથવા “જૈનધર્મ વિશ્વધર્મ” એ ગુરુદેવની ધારણા મૂર્તિમંત કરવા માટે જેમ સ્થા. સમાજની ચાલ પરંપરાના સંપ્રદાયમાં રહીને બિનસાંપ્રદાયિકતા સિદ્ધ કરવાની છે તેમ ચાલુ પરંપરાને સંપ્રદાય ભલે દૂર કરી દે, તોય સ્વયં તે સંપ્રદાય કે સંપ્રદાયવેશને ન તજ અને સંપ્રદાયના નિયમોમાં અમુક સંશોધન કરીને એ સંપ્રદાયની પાછળ રહેલી મૂળ ધર્મકાંતિને વિશ્વવ્યાપી બનાવવાની છે, માટે બધું નિમણિ હતું.” કાવ્યમાં પણ એ જ રણકે ગુરુદેવ કવિવર્યને કા ઝંકાર પણ એ જ દિશા કહી જાય છે. તેમણે “જગતને બોધ દેવાને, જરૂરી વાત કહેવાને; લઈ સંદેશ પ્રભુજીને, અવનિમાં ગાંધીજી આવ્યા.” એમ ગાનદ્વારા ગાંધીજીને અંજલિ આપેલી. હવે એમના કાવ્યમાં સ્કુરિત સને એક સંત તરીકે વિશ્વવ્યાપી બનાવવાના હતા. હરિપુરા મહાસભામાં ગુરુદેવ પણ પધાર્યા. હું પણ ગયે. ત્યાં અમને બન્નેને ગાંધીજીનું પ્રત્યક્ષીકરણ થયું. ગાંધીજીના રચનાત્મક કાર્યકરે જોવા મળ્યા. ગાંધીજીના મજૂર સંગઠનના આગેવાનો પણ જોવા મળ્યા. ગાંધીજી અને રાષ્ટ્રીય મહાસભાનો અને તાદામ્ય-તાદૃશ્ય ભરેલો સંબંધ નીરખવા મળે. મારી ત્યાંની નિવાસ-સગવડ શ્રી રવિશંકર મહારાજે કરેલી. હું થોડું રોકાયે. ગુરુદેવ ત્યાંથી વિહાર કરી ગયા. ગાંધીજીઃ એક મધુર મિલન ગુરુદેવ પણ તિથલ-સમુદ્રતીરે અને ગાંધીજી પણ તેવામાં ત્યાં. ગુરુદેવ રેજ સવારમાં સમુદ્રકાંઠે ફરે. ગાંધીજી પણ કરે. એમને જોઈને ગાંધીજી બહુ રાજી થયા અને પિતાના સાથીઓથી છટા પડી દેડ્યા- “અહો ! તમે ક્યાંથી ?” જૈન સાધુ સમુદાયમાં રહીને ગાંધીજીના અનેકવિધ રચનાત્મક કાર્યોને વેગ આપનારા નાનચંદજી મહારાજ એમનાથી અજાણ્યા શાના હોય? કાઠિયાવાડ રાજકીય પરિષદ અને યુવક પરિષદમાં તેમના પ્રવચનો ગાંધીજીની હાજરીમાં જ રખાએલા. હાથે દળેલા લોટના રોટલા – રોટલી મળે તે જ લેવા, ગાયના ઘી - દૂધનો આગ્રહ રાખવે, હરિજન સાથે દરેક પ્રકારના ભેદો દૂર કરાવવા, પિતે ખાદી પહેરવી; એટલું જ નહીં, શ્રમણોપાસક વર્ગમાં ખાદી અને કાંતણને આગ્રહ રખાવ અને અમુક વખત તે ખાદી પહેરીને વહેરાવે તે જ વહેરવું. આવા યુગાનુરૂપ અભિગ્રહ રાખનારા જૈન વિશ્વસંતની ઝાંખી For Private & Personal Use Only ૩૫ www.jainelibrary.org Jain Education International
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy