SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ કાવવય પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાદિ મતિગ્રંથરે. રિજ ચાતુર્માસ નિમિત્તે અમે ઘાટકોપરમાં પ્રવેશ કર્યો. ઘાટ પર તો પૂર્વપરિચિત અને ખૂબ જ ભક્તિભાવવાળું ઉપનગર. ચાતુર્માસ ખૂબ આનંદથી પસાર થયું. એ જ રીતે મુંબઈ સમગ્રના સદૂભાવપૂર્વક સંવત ૧૯૯૮ ની સાલનું ચાતુર્માસ સિંચપોકલી-કાંદાવાડીમાં પસાર કર્યું - ........ . તુ ગેરસમજૂતીના ભંગ . મુંબઈમાં આ વખતે બે માસાં ગાળ્યાં. સંવત ૧૯૧ની સાલે ઘાટકોપર અને સંવત ૧૯૯૨ની સાલમાં ચિંચપોકલી (મુંબઈ) માં ચાતુર્માસ હતું. એમ બે ચાતુર્માસ મુંબઈમાં ગાળ્યા તે દરમિયાન ડગલે ને પગલે પૂ. ગુરુદેવને ગેરસમજતીના ભોગ બનવું પડતું. તેઓ કોઈનું દુઃખ દેખી શકે નહીં. દુઃખી રહે અને સાથે પિતાની આંખમાં આંસુ આવી જાય. અનુકંપાની વ્યાખ્યામાં ઘણી વાર હું મુંઝાઈ જતો, પણ ગુરુદેવનું જીવન એનો ઉકેલ લાવી મૂકતું. ધનદુખિયા, તનદુઃખિયા અને મનદુઃખિયા ગુરુદેવ પાસે દોડી આવે. પૂ. ચુનીલાલજી મહારાજ અસાધારણ મર્યાદા જાળવે. હું કોઈ વાર દોઢડાહ્યો બની ચર્ચા-વિત'ડામાં ઊતરી પડું -“ગુરુદેવ ! આ લેકે આપને છેતરી જાય છે” તેઓશ્રી હોં મરકાવીને જાણે એવું કહી દેતા હોય કે, “ આખરે છેતરનારે છેતરાશે. છકાયના માબાપ થવાનું કેવલી પ્રપિત જૈનધમેં કહ્યું છે. હું કેઇનું મોટું તરછોડી નહિ શકું.” ગુરુદેવને જતિષમાં પણ રસ. ખરી રીતે તો વિદ્યા માત્રમાં ઉડે રસ. ઘણ જેવીઓ અને ઘણુ વૈદ્ય પણ તેમની પાસે આવે. કણ એમની પાસે ન ખેંચાય? તે જ સવાલ હતો. બીજાવતી પિતાના દેવસમા ગુરુને ટકરનારે જ ગુરુદેવને કેવી દશામાં મૂકી દીધા. આર્ય સમાજના સદગુણ નુરાગને લીધે એક વખત આગેવાનો તેમને ખેંચી ગયા. તેમના પ્રમુખપદે એક મોટું સંમેલન રાખ્યું. ગુરુદેવે આ સંમેલનમાં ધાર્મિક જગતની એકતા પર જોર આપ્યું. સંભવ છે કે આર્ય સમાજના કેટલાક અને કદાચ મોટા ભાગના લોકોને આ ન રુચ્યું હોય ! પણ મુસ્લિમ પણ તે સંમેલનમાં હતા. તેઓને તેટલી જ ખુશી થાય તે સ્વાભાવિક હતું! શુરુદેવે આર્યસમાજના લોકોને પણ સમજાવ્યું અને મુસ્લિમોને પણ સમજાવ્યું. “ભલે એક જમાનામાં મહર્ષિ એ ખબ વૈદિક અને વૈદિકેરો પર પણ પ્રહાર કરેલો ! પણ એની પાછળ ધર્મકાન્તિની જ શુદ્ધ ભાવના હતી. સડાને કાઢવા ડેકટર ઓપરેશન કરે છે તેમ, પરંતુ હવે સમન્વયનો યુગ આવ્યું છે. ગાંધીજી એના પુરસ્કર્તા છે.” એટલે આ યુગે મહર્ષિએ જે તે યુગે કહેલું, તેના સમન્વયને માર્ગ લે તે મહર્ષિની જ સેવા છે એમ મને લાગે છે. જો કે આ વાત ત્યારે બન્નેને પૂરી ન પણ સમજાઈ હોય! પરંતુ પોતાના પ્રમુખપદે પોતાની ફરજ પૂરેપૂરી બજાવી! બીજો એક ગેરસમજૂતીને ભેગ એમને બનાવવા માટે નિમિત્ત બને. મૂળે ધર્મ પ્રાણ લેકશાહનું જીવનચરિત્ર મેં લખેલું. તેમના જીવનને ન્યાય આપવા માટે મૂર્તિપૂજા-અમૂર્તિપૂજાની ચર્ચા કરવી જ પડે. પરંતુ એ ચર્ચા જ્યારે દૈનિક અખબારેમાં થવા લાગી તેથી જેનસમાજની એકતા માટે મથતા રહેનાર ગુરુદેવને થે ડેા વખત સારી પેઠે સહેવું પડેલું. મારા મૌનને થડે-ઘોડો અભ્યાસ આગળ વધો હતો. તેવામાં એક વખત પુરણ થયું – “એક વર્ષને કાષ્ઠમૌનવ્રત સાથે એકાંતવાસ સેવન કર.” ગુરુદેવને આ ખ્યાલ આવતાં જ તેમણે કહ્યું - “ સાથે રહીને કર, નહીં તો સમાજમાં ગેરસમજૂતી ઊભી થશે.” પણ મને તે અજ્ઞાત સ્થળની ધૂન હતી. આ માટે નર્મદા કાંઠે આવેલા રણપુરની પસંદગી થઈ હતી. એક તરફથી જે શિષ્ય પર ગુરુદેવે અને સ્થાનકવાસી સમાજે પોતાના ગુરૂનો વૃદ્ધવ ભાર ઉપાડી લેશે એવી આશા રાખી હોય, તેની આવી ધૂનથી સમાજને અને ખાસ કરીને ગુરુદેવને કેટલું વેઠવું પડે! એની મને ૩૪ Jain Education International For Private & Personal Use Only જીવન ઝાંખી www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy