________________
- પ. નાનાથજી મહારાજ જન્મશતાબ્દિ
બનવા તૈયાર થયા, પણ વસિષ્ઠ ધેનુને તે મરવા ન જ દીધી. શિબિ મહારાજા બાજને શિકાર પતે બનવા તૈયાર થયા, પણ બાજના ખાજરૂપ હોલાને તે બચાવ્યું જ.
આમ યુકિતપૂર્વક પણ પ્રકારાન્તરે મહારાજાને રાજધર્મની પણ સમજ આપી.
જેમ લીંબડી ઠાકોર ગુરુદેવના અનુરાગી બન્યા હતા તેમ સૌરાષ્ટ્રના નાના-મોટા ઠાકોરે તેમના ગુણાનુરાગી બન્યા હતા અને મોરબી ઠાકોરની જેમ શ્રદ્ધા અને સમાનની નજરે જોતા હતા.
તેવી જ રીતે ધરમપુરના મહારાજા પ્રથમ-પ્રથમ ગુરુદેવના સંગીતથી આકર્ષાયેલા. પાછળથી જેમ સત્સંગ કરતા ગયા તેમ તેના અનુરાગી બન્યા અને ક્રમશઃ શિકાર છોડવાનું તેમણે શરૂ કર્યું.
સહૃદયી સમદર્શિતાને એક પ્રસંગ તે દિવસોમાં જ એક સામાન્ય છતાં ધ્યાન ખેંચે તેવો પ્રસંગ બની ગયે. શજવીની સંગીત મંડળીમાં તેઓના કાકા “બીન” બજાવવામાં ઉસ્તાદ. ભાઈ દસ્તમહમદ ત્યારે જુવાન ઉમ્મરને- ઉગતી ઉમરને ગવૈયે. તે કાકા’ ના ચેલા તરીકે શીખે. ગળું ઘણું તૈયાર. એક વખત ગુરુદેવના સ્થાનની નજીક જ સંગીતને જલસે હતો. ગુરુદેવને સંગીત નિહાળવા ત્યાંના શ્રાવક આગેવાને જેઓ ઉચ્ચ પાયરીના અમલદારો હતા તેઓએ ભાવભરી વિનંતી કરી. ગુરુદેવ જેવા ત્યાં પહોંચ્યા કે તુરત ગુરુદેવને લીધે બીજા અનેક જણ ત્યાં દાખલ થઈ ગયા. રાજની અદબ ત્યાં રહી નહિ. રાજકર્મચારીઓને આ ખૂંચતું હતું, પણ તેઓને ગમ ખાવી પડી. તેવામાં એક સાધનહીન સોનીપુત્રને કેઈ અમલદારે ટોકયા- “અહીં શે લાડવો ખાવાનું છે? જાઓ, ભાગી જાઓ !” હર્ષચંદ્રજી મહારાજે તે શબ્દ કાનેકાન સાંભળ્યા અને ગુરુદેવનું લક્ષ્ય ખેંચ્યું. પછી તે પૂછવું જ શું? ગુરુદેવ ઊઠીને ઊભા થઈ ગયા.
અરે ગુરુદેવ! આ શું ? એમ આગલી હરોળનો બધો વર્ગ ચેકી ઊઠે. ધરમપુરના રાજાએ અમલદારને તરત ઈશારે કર્યો. સન્માનપૂર્વક એ સોનીપુત્રને પાછો બોલાવી બેસા; અને અમલદારે દિલગીરી દર્શાવી.
આવી હતી તેમની રાય - રંકના સમાનપણની ભાવના !
આવી હતી પૂ. ગુરુદેવની સહદયી સમદર્શિતા ! માણસ ઊંચાઈમાં કે પહોળાઈમાં શરીરે વધુ ઓછો હોય વિદ્યા કે સાધનોમાં ય ઓછોવત્ત હોય. કદાચ ગણોમાંય ઓછો અદકે હોય પણ શરીરે, બુદ્ધિએ, સાધને કે ગુણે જે અદકો હોય, તેણે ઊણુની સેવા-સુશ્રષા કરવાની હોય, ઊણાનું અપમાન કરવાનું ન હોય. મા અપંગ બાલુડાંઓની વાત્સલ્યપૂર્ણ સેવા કરે છે, શેષણ કરી શકતી નથી. આમ તેઓ માનીને આચરણ કરતા, કરાવવા મથતા.
ધરમપુરથી વિદાય આ રીતે સત્સંગ અને ધર્મ પ્રભાવનાના પ્રસન્ન મિલનમાં અને સત્તર દિવસો વીતી ગયા. મહારાજાને અને આમપ્રજાનો સદભાવ ઉત્તરોત્તર વધતે રહ્યો. ગુરુદેવની પ્રવચનપ્રભાવના અને સંગીતકળાથી રાજવી ખૂબ પ્રભાવિત થયા અને પછી અમારે ચાતમાંસ માટે મુંબઈ જવું હતું એટલે ધરમપુરથી વિદાય લેવાનો સમય આવ્યો. મહારાજાનું દિલ કચવાયું, પરંતુ આખરે ભાવભીની વિદાય આપી. ધરમપુરના જંગલમાંથી અમારે પસાર થવાનું હતું, એટલે મહારાજાએ શ્રાવક અમલદારને છેક દૂરના સીમાડા સુધી ગુરુદેવને પહોંચાડવાની આજ્ઞા કરી અને રાજ્ય તરફથી બધે બંદોબસ્ત કરવાની ભલામણ કરી. એમ અનુક્રમે વિહાર કરતાં કરતાં અમે નાસિક આવી પહોંચ્યાં. ત્યાં નાસિકના
નેએ રોકયા. અવધાન પ્રયોગો જેવાને જૈન-જૈનેતરેએ આગ્રહ કર્યો. ગુરુદેવે મને આજ્ઞા કરી, પણ પ્રયોગો થયા બાદ મોટા મોટા પ્રોફેસરોએ પણ તેને ચમત્કાર માન્ય અને લેકેના ટેળેટેળાં પામરતા તરફ ખેંચાઈ, “અમારું આ દુઃખ મટાડે, તે દુઃખ મટાડે” એમ કરવા લાગ્યા. એટલે જાહેરમાં અવધાન પ્રયોગો આ રીતે બતાવવાના બંધ કર્યા. બીદડામાં અવિધિસર અને મુંદ્રામાં વિધિસર શરૂ થયેલા અવધાન પ્રગને નાસિકમાં આમ અચાનક અંત આવ્યે.
નાસિકમાં થોડા દિવસો રેકાયા બાદ ફરી અમારે મુંબઈ તરફને વિહાર શરૂ થશે. દેવલાલી, પાંડવગુફા, ઈગતપુરી, તાનસા તળાવ, કલ્યાણ વગેરે ક્ષેત્રે સ્પશી ખૂબ જ ઉલ્લાસ અને આનંદપૂર્વક સં. ૧૯૯૧ ના જેઠ વદ પાંચમના વિશ્વસંતની ઝાંખી
Jain Education International
For Private & Personal Use Only
૩૩ www.jainelibrary.org