________________
પુત્ર્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ ત્રણ - ચાર સૈકા પહેલાં જ ચગી આનંદઘનજી નામના જૈન સાધુએ કહેલું :
ભાજનભેદ કહાવત નાના, એક મુસ્તિકારૂપરી” ભાજનભેદ જેમ જુદા, તેમ ધર્મસ્થાપક ભલે જુદા, પણ માટી બધેય એક. તેમ ધર્મના મૂળ સિદ્ધાંત બધાના સમાન. એટલે બિન સમજદાર સાધુ-શ્રાવક વગે ભલે વેતરી નાખ્યું, પણ હવે સમજદાર સાધુ-શ્રાવક વગે તરત સાંધી નાખવું જોઈએ. વેરવિખેર જેને એક બને તે ધર્મથી આ જગતમાં કશુંય અશક્ય નથી.
શિષ્ય પરિવાર સાથે
મુંબઈના માર્ગે જતાં ધરમપુરમાં રોકાણ મુંબઈના માર્ગે વિહાર કરતાં કરતાં અમે નડિયાદથી આગળ જતાં વડોદરા, ભરૂચ અને સૂરત સુધી અનેક નાના મોટા ક્ષેત્રોની સ્પર્શના કરી. વચ્ચે વચ્ચે શ્રી વિજયવલભસૂરિ જેવા ઉદારચરિત ર પરસ્પર વિનિયોગ કરતાં, તેમજ વિવિધ પંથના માનવસમાજને માનવતાની અમીદષ્ટિથી પાવન કરતાં અને પાવનકારી ધર્મતત્ત્વનો સ્પર્શ કરાવતાં. જ્યારે અમે નવસારી પહોંચ્યા ત્યારે અમારા મુંબઈના વિહારની જેને જાણ થઈ હતી તેવા અનેક ક્ષેત્રોના શ્રાવકો અમારા આગમનની રાહ જોતા હતા. તે પૈકી એક ખૂણામાં રહેલ ધરમપુર સ્ટેટના શ્રાવક ભાઈઓને જ્યારે ખબર પડી કે પૂ. મહારાજશ્રી નવસારી પધાર્યા છે, એટલે તેઓ આનંદમાં આવી ગયા. આ ભાઈઓ બધા સ્થાનકવાસી જૈન હતા, એટલું જ નહીં પણ સ્ટેટમાં ઉચ્ચ દરજજા પર રહેલા અમલદારો હતા. તેઓએ ત્યાંના રાજવી શ્રી વિજયદેવજી પાસે પૂ. ગુરુદેવની પ્રતિભાનું વર્ણન કર્યું અને પિતાની ભાવના જણાવી કે, “આવા ગુરુદેવને અમારે લાભ લે છે તે અમે નવસારી વિનંતી કરવા જઈએ છીએ.” મહારાજા પોતે જેન સમાજથી પરિચિત હતા, એટલે પિતા તરફથી પણ વિનંતી કરવાનું ફરમાન કર્યું. તે ભાઈઓ પૈકી રાજકેટના મેદી કુટુંબના શ્રી ભેગીલાલભાઈ મહારાજાના પર્સનલ સેક્રેટરી હતા. એટલે એની આગેવાની નીચે બીજા દશેક ભાઈઓનું પ્રતિનિધિમંડળ નવસારી આયું. અને ખૂબ ખૂબ ભાવપૂર્વક ગુરુદેવને વિનંતી કરી કે, “અમારા આવા ક્ષેત્રોમાં આપે વધુ લાભ આપવો જોઈએ. વળી અમારા મહારાજાની ખાસ વિનંતી છે તો આપ ધરમપુરને પાવન કરો. ત્યારે પૂ. ગુરુદેવે જણાવ્યું કે તમારી વિનંતી અને ભાવના બરાબર છે પણ અમારે મુંબઈ જવાનું છે એટલે ધરમપુર આવવાથી પંથ લાંબો થઈ પડે એ તમે સમજો છે. વળતાં શ્રાવકોએ કહ્યું કે, “ધરમપુરથી નાસિક થઈને મુંબઈ જઈ શકાય એ માર્ગ છે. માટે એની ચિંતા નહિ કરતાં, એક વાર તો આપ જરૂર પધારો. આવો અવસર અમાને ફરીને કયાંથી મળશે? બસ, નિર્મળ ભકિતભાવને સ્પર્શ થતાં ગુરુદેવે તેઓની વિનંતી સ્વીકારી અને અમે એ ધરમપુર તરફ વિહાર શરૂ કર્યો. અનુક્રમે વિહાર કરતાં જ્યારે અમે ધરમપુરમાં પ્રવેશ કર્યો ત્યારે આખા નગરના ઉત્સાહનો પાર ન રહ્યો. રાજ્યના અતિથિગૃહમાં અમારો ઉતારો હતે. કારણ કે ત્યાં જૈન સાધુ- સાધવીઓનું પ્રાયઃ આગમન ન હતું એટલે ઉપાશ્રય જેવી કે વ્યવસ્થા ન હતી. મહારાજા પોતે સંસ્કારી હતા એટલે વિનય, શિષ્ટાચાર જાળવી, હમેશાં વ્યાખ્યાનો લાભ લેવા આવતાં. પછી તો જેમ જેમ સમાગમ થવા લાગ્યા તેમ તેમ રાજ્યકુટુંબ અને આમપ્રજામાં સારો સભાવ જાગ્યા. મહારાજા પિતે સંગીતના અતિશય શોખીન હતા એટલે પિતાના શોખને લીધે એમણે સંગીતના અનેક પ્રકારના સાજ સાથે એક આખી મંડળી તૈયાર કરેલી અને પ્રસંગે પ્રસંગે પોતે જાતે સાજ સાથે સંગીતને જલસે જમાવતા.
ઉપરાંત મહારાજા શિકારના અને સફેરના પણ ભારે શોખીન. આ બધી પરિસ્થિતિ જાણી લીધા પછી પૂ. ગુરુદેવે, અવસર જેઈને મહારાજાને “મૃગયા' (શિકાર)ને અર્થ સમજાવ્યું કે મૃગ પાછળ દોડવું, એટલે જ એને સીધે અર્થ છે.
ક્ષતત વિજ ત્રાયતે રૂતિ ક્ષત્રઃ જે દુઃખી - ઘાયલ થયેલા હોય તેનું રક્ષણ કરવું, તેને બચાવવો એ ક્ષત્રિયનો ધર્મ છે. જીવતા નિર્દોષ પ્રાણીને મારી નાખવું એમાં મરદાનગી કઈ છે? તમારા જ પૂર્વ દિલીપરાજા પોતે સિંહના શિકાર
૩૨ Jain Education International
જીવન ઝાંખી
www.jainelibrary.org
For Private & Personal Use Only