SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ ૧૯ વેતર્યું. તે સાંધી નાખેા પૂ. ગુરુદેવના ચામાસાની જાણ મુખઈના સ્થા. જૈન સંઘને થઇ ચૂકી હતી. ઘાટકોપરને તે તેએ પેાતીકા લાગતા હતા. ઘાટકેપર સ્થા. જૈન સંઘ વહેલે-વહેલા દાડયેા. જગજીવન દયાળ વાડીમાંથી તા હુવે ઘાટકૈાપરમાં નવલખા ઉપાશ્રય બની ચૂકયા હતા. જેમાં અનેક રાષ્ટ્રીય કાર્યાં ધર્મારગે રંગાઇને થયા હતા. અજમેરમાં થયેલ સ્થા. જૈન સાધુ સ ંમેલનની કાર્યવાહીને લીધે ગુરુગૌરવથી ઘાટકોપર ગૌરવાન્વિત બન્યુ હતુ. આ પહેલાંના ચામાસામાં એ શિષ્ય (પૂ. ચુનીલાલજી મહારાજ અને લેખક) અહીંથી જ મળી ચૂકેલા, એટલે પણ એમને હવે હકક છે એમ તેઓ માને છે. આ બધુ જોઈ ગુરુદેવે ‘હા’ ભણી દીધી. મુંબઇના સઘ! હરખઘેલા બની ગયા. અમે ગ્રામાનુગ્રામ અવનવા અનુભવે લઈને વિચરતા હતા. પૂ. ગુરુદેવ, પૂ. હર્ષચદ્રજી મહા. પૂ. ચુનીલાલજી મહા. અને હું એમ ચારેય ઠાણા હતા. ભાઈ તારક રવાણી સાઈકલ સાથે સહપ્રવાસી અન્યા હતા. તે સમયે વિ. સંવત ૧૯૯૧ ને માગશર મહિના હતા. ઇ. સ. ૧૯૩૪, ડિસેમ્બરના દિવસે હતા. તે અરસામાં જ પંજાખકેસરી શ્રી વિજયવલ્લભસૂરિજી શિષ્યમંડળી સહિત મુંબઈ ચાતુર્માસ માટે વિહાર કરતા હતા. તેએ રસ્તામાં નડિયાદ પછીના ગામામાં વાસદ મુકામે સાથે થઇ ગયા. સેનામાં સુગંધ ભળી. તેઓ પણ પૂ. ગુરુદેવની જેમ ઉદાર વિચારવાળા હતા એટલે પરસ્પર વાર્તાલાપથી ખૂખ આનંદ થયે.. એટલું જ નહિ, પણ નાનુ ગામ હાવાથી તેએના શિષ્યે અને અમે ગેાચરી વખતે પણ સહુચારી બની જતા. અમારા વિહાર પણ મુંબઇ તરફના હતા. એટલે વચ્ચે વડેદરા, કરજણ (મિયાંગામ) વગેરે સ્થળે વિચરતાં ઘેાડા દિવસે નીકળી ગયા અને વળી પાછા શ્રી વલ્લભવિજયસૂરિ આદિ સાધુએ અમને પાલેજ મુકામે ભેગા થયા. પરસ્પર પ્રીતિભાવ સાથે વ્યાખ્યાન પણ એક જ પાટ ઉપર આપવાનું બન્યું હતું. આવા ઉદાત્ત જીવનવ્યવહારથી પૂ. ગુરુદેવનુ જીવન નીતરી રહે છે. વર્ષો પહેલાંના એક પ્રસગ છે. એક વખત લીબડીના ચેમાસામાં એમણે કાનેાકાન સાંભળ્યું :—‹ ુઢિયા ઢેઢ થકી ભૂ ડારે....” વગેરે....ઝાંઝ પખાલ વગાડતાં મંદિરમાી ભાઇએ ઉપાશ્રય પાસેથી નીકળે અને ઉપલાં જુગુપ્સાપાત્ર ગીતા ગાતાં જાય. સાંભળતાં જ ઉપાશ્રયમાંથી સ્થાનકવાસીએ લાકડીઓ લઇને છૂટે. પછી થાય ધીંગાણુ અને શ્વેતામ્બરાના માથા ફૂટે એટલે ઉપાશ્રયે આગળ રાજ્યના પોલીસ ઊભા રહે. અવળી ગંગાને સીધી કરી મહામુનિ નાનચંદ્રજી વિચારમાં પડે–“ધર્મનું રક્ષણ રાજ્ય કરે કે શજ્ય સિદ્ધાંતચ્યુત ન થાય તેની રક્ષા ધ કરે ?” આ તેા અવળી ગંગા. એક વખત રાજયના અમલદ્દારા અને એય ફિકાના જૈન આગેવાનાને ખેલાવી ગુરુદેવે સ્થાનકવ!સી ભાઇએને કહ્યું- “ તમારે આ ગીતે સાંભળી લેવાના છે. કારણ કે તે તમારા ધર્મબંધુએ છે. ‘તેમની ગાળ તમારે ઘીની નાળ' હોવી જોઇએ. રાજ્યને કહ્યું- અમે અમારુ ફાડી લઇશુ. તમારે વચ્ચે આવવાની જરૂર નથી.” શ્વેતાંબર મૂર્તિ પૂજા શરમાયા અને માફી માગી. આમ અવળી ગગાને તેમણે સીધી કરી. આત્મારામજી મહારાજ મૂળે પંજાબના સ્થાનકવાસી જૈન સાધુ, પૂ. લવજીઋષિ મહારાજના પરિવારના. પછીથી થયા દેરાવાસી. નામ રખાયું ‘પૂ. વિજ્યાનઢસૂરિ'. એમના જ આ (વલ્લભવિજયજી મહારાજ) પરિવાર, જે અમેને મુંબઇના વિહારમાં મળ્યા હતા. ગુરુદેવ કહેતા “હવે એ ભાઇએ સાથે ઝઘડા ન હેાય, મહેાખ્ખત જ હાય. પહેલાં ભલે વેતશઈ ગયું. હવે ખાંચખૂંચ કાઢયા વગર સાંધી નાખા. ભેળાં ભિક્ષા કરે. ભેળાં સાધુ સાધના કરે. ભેળાં સ્વ-પર કલ્યાણના કામ કરે. ૮ ધર્મમાં ભેદ ન હેાય અને ભેદ હોય ત્યાં ધર્મ ન હાય' ગુરુદેવ આ માત્ર ખેલીને જ એસી ન રહ્યા, પણુ આચરીને આ પ્રમાણે ચીલે બતાવી ગયા. ઇકબાલ કવિ તે સ્વરાજ્ય ગંગામાં ન્હાઈને મેલ્યા :મજહબ નહીં સિખાતા આપસમે વૈર રખના, મજહબ યહી સિખાતા આપસમે... પ્રેસ રખના.” વિશ્વસંતની ઝાંખી Jain Education International For Private & Personal Use Only ૩૧ www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy