________________
=
==
પૂજ્ય ગુરુદેવ ડવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
એક ભાઈ એક વખત શ્રી રવિશંકર મહારાજને લઈ આવ્યા. મહારાજ કહે- “આ ગુજરાતીમાં ઉત્તરાધ્યયન ભાષ્ય વાંચીને અમૃત પીધા જે આનંદ થયે.” મેં પણ મહારાજશ્રીને ત્યારે જ પહેલી વાર નજરે જોયા. મારાથી મોટા બને ગુરુબંધુઓ તે ગુરુસેવા ઉપરાંત અભ્યાસતલ્લીન બન્ચે જતા હતા ત્યારે હું હવે સાહિત્યલેખન તરફ વળી રહ્યો હતો.
શ્રી લક્ષ્મીચંદભાઈ સંઘવી કે ચરબમાં રહેતા હતા. ગાંધીજીએ આશ્રમની શરૂઆત કે ચરબથી જ કરેલી. આશ્રમવાળા બુધાભાઈ (હાલના મુનિ દયાનંદજી) અને જૂઠાભાઈ અમરશી શાહ પણ આવતા હતા. આ બધાને જોડીને ગુરુદેવે મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર” સંસ્થાને આશીવાદ આપ્યા. જેન આગમ ઉત્તરધ્યયન પ્રથમ બહાર પડ્યું. ગુજરાતી ઉત્તરાધ્યયન ૪૦૦ પાનાનું કાચા પૂઠાવાળું પુસ્તક માત્ર ચાર આનામાં અપાયું. શ્રી લક્ષ્મીચંદભાઈએ ડુંગરશી ગુલાબચંદને નામે અમુક રૂપિયા સંસ્થાને ચરણે ધર્યા હતા અને બત્રીસ સૂત્રે આ ઢબે બહાર પડે તેવી શુભેચ્છા પ્રગટ કરી હતી. મારે મન એકલાં પ્રાચીન આગમ જ નહીં, પણ મહાવીરની વાણી પ્રાચીન પણ અવાંચીન ઢબે અને અવાંચીન બીજુ સાહિત્ય પણ મહાવીર વાણીના ભાવે ગળાઈને બહાર પડે તેવી હતી. ગુરુદેવને એ પસંદ હતું. સંસ્થાને કમાવું
હતું. એ રવાણી જવાનો સાહિત્યપ્રેમી અને સેવાભાવી મળી ગયા હતા. એ રીતે શાસ્ત્ર અને પુસ્તકે કિફાયત ભાવે બહાર પડવા લાગી ગયા.
અમદાવાદ જેમ વિદ્યાનું ધામ, તેમ મુખ્યત્વે યંત્રોદ્યોગનું જ ધામ. એક દિવસ શ્રી મંગળદાસ જેસંગભાઈ મિલમાલિક ગુરુદર્શને આવ્યા. તરત ગુરુદેવે તેમને ધન વાપરવાનો રસ્તો બતાવ્યું. જેમાં મોરબી અને લીંબડીમાં બેડિ ગે થઈ હતી, તેમ અમદાવાદમાં યે થઈ. આજે તે તેને ય પિતાનું મકાન છે. તે દિવસે હઠીભાઈની વાડી સામે ભાડાના મકાનમાં તે શરૂ થયેલી. સ્થાનકવાસી જૈનોની નવી પેઢી શિક્ષણ સાથે સંસ્કાર પામે અને તેમને દષ્ટિકોણ ઉદાર થાય તો “જેનધર્મને વિશ્વધર્મ તરીકે વ્યવહારુ બનાવી શકાય.” આ મહાન કારણે ગુરુદેવને આમાં રસ હતે. બાળકોને તેઓ રૂઢ ધાર્મિક જડતામાં બાંધવા માગતા ન હતા. લીંબડી બેડિંગના ફાલનો સુંદર જાત અનુભવ તેમને થઈ ચૂક્યું હતું. અલબત્ત, ગુરુસેવા નિમિત્તે ત્યાં પિતાના પ્રત્યક્ષ સત્સંગનું જે ભાથું લીંબડી છાત્રોને મળ્યું, તે તે બીજે ક્યાંય ન મળી શકયું. પણ તેમને આશા હતી કે બીજ યથાર્થ વાવ્યું હશે તે પિતા જેવા સિંચણહાર સાધુ ભવિષે તેવી સંસ્થાઓને જરૂર મળી રહેશે.
અસાધારણ ઉદારતા અમદાવાદમાં અવધાનો થયા. ભાઈ ધીરજલાલ ટોકરશી શાહ લેખન વગેરે માટે આવતા. પર્યુષણની પ્રવચનમાળા ગુરુદેવના સાનિધ્યમાં પ્રેમાભાઈ હોલમાં ઊજવાઈ. કેશવલાલ ન. શાહ (ભેરીવાળા) તેમાં ઊંડે રસ લેતા. આ પ્રવચનમાળા નિમિત્તે ધીરજલાલ ટે. શાહને મને અને મારે એમને વધુ પરિચય થયો. “સુખને સાક્ષાત્કાર પુસ્તક મેં એમને વંચાવેલું. આ મારું પ્રથમ લખેલું પુસ્તક હતું. ત્યારે “જયભિખુ” એમની સાથે “જૈન જયેતિ' નામનું છાપું કાઢતા. ભાઈશ્રી ધીરજલાલ બાળભાષામાં જૈન સાહિત્યની પુસ્તિકાશ્રેણી ખાસ લખતા. અવધાન પ્રયોગોથી ચકિત થઈ તેમણે શીખવવાની માગણી કરી. ગુરુદેવ તે અસાધારણ ઉદારભાવી હતા. પણ મેં શરત મૂકી– “અવધાનને રૂપિયા, આના-પાઈની કિંમતમાં દુરુપયોગ ન થાય.” તેઓ કબૂલીને શીખ્યા. પછી તો એ દિશામાં તેઓ અને ટી. જી. શાહ અવનવા પ્રગ કરવા લાગ્યા. દરેકમાં પડેલી વિવિધ શકિતને વિકસિત અને થાય ત્યાં સંકલિત કરવાનું કામ ગુરુદેવ દ્વારા આમ અનાયાસે થઈ જતું. મૂછમાં મૂજી ધનિક પણ તેમની પ્રેરણા આગળ દાન બની જાય તેવું કુદરતી જાદુ તેમના પ્રભાવશાળી વ્યકિતત્વમાં હતું.
ડઈ નામના વિદેશી તત્વચિંતકે સાચું જ કહ્યું છે- “જયાં એક પણ શાન્તિવાદી હશે ત્યાં ચોમેર શાન્તિને ચેપ લાગશે.” કવિ ખબરદારે ગુજરાતમાં ગાંધીજી પેદા થવાને કારણે અથવા પરંપરાના તેના શાંતિવાદી ઇતિહાસને કારણે પણ સ્પષ્ટ કહ્યું છે-“જ્યાં જ્યાં એક વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.”
પૂ. કવિવર્ય નાનચંદ્રજી મહારાજ માત્ર ગુજરાતી જ નહીં; ગુજરાતી સુપ્રસિદ્ધ સંત હતા.
૩૦. Jain Education International
જીવન ઝાંખી
www.jainelibrary.org
For Private & Personal Use Only