________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનસજી મહારાજ જનમશતાકિદ સ્મૃતિગ્રંથ સ્થળે અમુક સ્થળે પહોંચવા માટે બન્ને વખત વિહાર કરવું પડતો. કિશનગઢ ગામમાં અમારે નિવાસ હતો. ત્યાં જ બાજુમાં શિવમંદિર હતું. મંદિર પાસેના ચોગાનમાં જે ખાડો આગલે દિવસે ખોદી રાખેલો ત્યાં લાકડાં ધરબાતા હતા. તેવામાં ત્યાંના અનુભવી એક સ્થા. જૈન સાધુએ પૂ. ગુરુદેવને કહ્યું- “મારી ઈચ્છા છે; આપ બધા મુનિવરો આજે અહીં જ રોકાઈ જાઓ. હમણાં આપને અદભુત દૃશ્ય દેખાશે.” અમે રોકાયા. લાકડાં પર ઘીના આગ ચંપાઈ. અગ્નિશિખાઓ ઉપર અને ચોમેર ધૂમરી દે તેમાં શી નવાઈ?
ઘેડી જ વારમાં નાહીને શિવમંદિરમાંથી ઉઘાડે માથે અને ફેલાયેલા વાળે જોગમાયા જેવી બેનો નીકળી. કાંખમાં નાના બાળકો અને ઉઘાડા પગ. જોતજોતામાં પેલી ભડભડતી આગમાંથી પસાર થઈ ગઈ. નરી આંખે આ દૃશ્ય જોયું. ગુરુદેવે કહ્યું - એમાં કશી નવાઈ નથી, “શ્રદ્ધામથોડવં પુહ૫:” અને એ અનુભવી મુનિએ શાખ પૂરી. આ હોળીના દિવસે આ બેનને પાકી શ્રદ્ધા છે કે, “આજે આગ પિતાને બાળી નહીં શકે.” તરત જોયું-“અવાણ જેવા મંત્રોચ્ચાર કરતાં હિતે આગમાં જરા પગ ધર્યો કે બળવા લાગવાથી પાછો ખેંચી લીધે. અર્જુનને ભગવાન કૃષ્ણ બતાવેલું વિરાટ દર્શન દિવ્યદષ્ટિ વિના કયાં દેખાયું હતું ? અને તે પણ આખરે હિંમત હારી જવા લાગ્યો ત્યારે મૂળ સ્વરૂપ લાવી ભગવાન કૃષ્ણ ઊભા રહ્યા. અર્જુન બોલ્યો “હા...શ! હવે સ્વસ્થ થા.” કવિ નાનાલાલ કાવ્યવાણીમાં કહે છે-“જીભ થાકીને વિરમે રે વિરાટ વિરાટ વદી.” પણ આંખની આળસે અને મનની બીકે “વિરાટ દર્શન” કરવાનું મન થતું નથી. ગુરુદેવ બોલ્યા- “બધું જ આત્મામાં છે. શ્રદ્ધા પરિપકવ થાય તો આખું યે વિશ્વ પિતામાં વિલીન થતું દેખાય.”
૧૮
પ્રભાવશાળી વ્યકિતત્વ પૂ. ગુરુદેવની શકિતઓ એક પછી એક સામાજિક કામોમાં કળાઈ રહેતી. કેઈ પણ વિષયને તેઓ જિજ્ઞાસાથી નીરખવા જેટલા ખુલ્લા રહેતા. કેઈ પણ માનવીને તેઓ પૂર્વગ્રહ રાખ્યા વિના મળી શકતા.
અમો ઠાણું ચાર આગ્રાથી વિહાર કરતાં કરતાં અમદાવાદ આવી પહોંચ્યા હતાં. અમદાવાદનું આ ચોમાસું કોચરબમાં મણિબેન પટેલના બંગલામાં હતું. સંવત ૧૯૯૦ની આ સાલ હતી. મણિબેન ગુરુદેવ આગળ અંબાજી લાગે, પણ અન્યાય જએ ત્યાં ચંડિકા કે કાલિકા બની જતાં જરાય વાર નહીં. સૌને નવાઈ લાગતી. પાઈ-પાઈ માટે આયંબાથી આવતાં મણિબેન ગુરુદેવ આગળ આટલા બધા ઉદાર કેમ થઈ જાય છે ?
મુલાકાતે અને સંસ્થા નિર્માણ કઈ કઈ વાર કોચરબમાં રહેતા કવિવર્ય શ્રી નાનાલાલ ગુરુદેવ પાસે આવી ચઢે અને ખૂબ વાતોએ વળે. એમની વાતમાં ગાંધીજી પ્રત્યે રોષ ભાગ્યે જ કળાયા વિના રહે. કેવું આશ્ચર્ય ! જેમણે એક વખત ગાંધી જન્મતિથિને ટાણે ગાંધીજીને દિવ્ય અને ભવ્ય અંજલિ આપેલી તેજ કવિવર આ ગાંધીજીનું નામ લેતા જાય અને તણખા વેરતા જાય ! ગાંધીજીએ “ગુજરાતની કામધેનુ”ની ઉપમા આપી, તેમાંય કવિવર્યને ગાંધીજીએ પિતાને ઉતારી પાડશે, એમ જણાયું. જેનસૂત્રો યથાર્થ કહે છે- “જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ”. ગુરુદેવ તેમની પ્રહારવાણી સાંભળી લે, પણ અંતે નમ્ર-સૌમ્ય ભાષામાં એક વાક્ય એવું કહી દે કે, “કવિવર્યના ગાંધીપ્રહાર બધાય નિષ્ફળ બની જાય.” ત્યારે અમને સમજાયું કે, ગુજરાતના આ મહાન માણસ આખરે પણ અનેક પાસાંવાળા ગાંધીજીવનને જેતે થાય તે કેટલો મોટો ફાયદો થાય??? આ એક જ કારણે તેઓ અવતારી પુરુષના અવર્ણવાદ સહી લેતા અને અમૃત પીરસતા.
રતલામથી થાંદલા જતાં રસ્તામાં આ ગામ આવે છે. સંવત ૧૯૯૦ ની આ સાલ હતી. ઇ. સ. ૨૮-૨-૧૯૩૪ ના દિવસે ફાગણ શુદ ૧૫ ના રોજ અમારો આ ગામમાં મુકામ હતો.
વિશ્વસંતની ઝાંખી
Jain Education International
For Private & Personal Use Only
૨૯ www.jainelibrary.org