SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પૂણ્ય ગુરૂદેવ ડવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ ત્યાંના સાહેબે જાતે ફરીને બધું હોંશથી બતાવ્યું. ધર્મના માધ્યમથી શિક્ષણ, ભક્તિ, રેજી રોટીને ઉકેલ વગેરે બધું જ જોયું. ગુરુદેવને પ્રવચનપ્રભાવ ગુરુદેવનું ત્યાં (દયાલ બાગમાં) પ્રવચન રાખ્યું હતું. જે હોલમાં પ્રવચન હતું ત્યાં ચઢતાં થયું કે હજુ કોઈ શ્રેતા આવ્ય જણાતો નથી, પરંતુ જેવા હોલમાં પેસીએ ત્યાં હોલ ચિકાર હતો. સમય અને શિસ્તનું પાલન જોઈને થયું- “ખ્રિસ્તી જ નહીં, હિંદુઓ પણ ધાર્મિક અદબ સમજી શકે છે. માત્ર દોરનારા ધર્મોપદેશકે તે સમય અને શિસ્ત પાળનારા જોઈએ. “ગુરુદેવનાં પ્રવચને સેંકડે સાંભળ્યા છે. એકેય પ્રવચન અપ્રભાવશાળી નથી હોતું, પણ અહીંનું પ્રવચન અલૌકિક પ્રભાવ પાડી ગયું. હિંદીમાં અને તે ય ઊમિશ્રિત હિન્દીમાં ભાષણ કરવાનું હતું, પણ મને ત્યારથી લાગ્યું છે કે એક વાર બોલનાર અને સાંભળનારનો આત્મા એકરૂપ થઈ ગયું. પછી ભાષા આપ આપ સરી પડે છે. એક મહાકવિએ કહ્યું છે તેમ-“વાજમ ડનવર્તતે” સહજ વાણીની પાછળ અર્થ અને ભાવે આપમેળે ચાલ્ય છે, તે ત્યાં પ્રત્યક્ષ અનુભવ્યું. સ્વામી વિવેકાનંદ કે સ્વામી રામતીર્થ પ્રવચનપ્રભાવ પાડી શકયા, તેનું પણ કારણું શ્રેતાઓ સાથેની એકાત્મતા જ લાગે છે. ગાંધીજીને દાખલે પણ એ જ છે. ત્યાર બાદ ત્રીસ–એકત્રીસ વર્ષ પછી પૂ. કવિ. અમરચંદજી મહારાજ તથા એમના ગુરુને મારે મળવાનું થયેલ, આગ્રાના લેકે તે વખતે પણ એ બે સંભારણ યાદ કરતા હતા :- (૧) દયાલ બાગનું ગુરુદેવનું પ્રવચન અને (૨) આગ્રાનો અવધાન પ્રસંગ આગ્રાથી અમદાવાદ આગ્રાથી અમોએ બીજે રસ્તે લીધું હતું. દેશદર્શન કરવા માટે ઉજ્જૈન, ઈદેર, રતલામ વગેરે સ્થળે થઈને અમે અમદાવાદ આવ્યા. આગ્રાથી અમારી સાથે સાયલાવાળા સૌભાગ્યભાઈના ભાઈની દીકરી મણિબેનના સુપુત્રે કેટલાક વખત પ્રવાસમાં સાથે રહેલા. પછી શ્રી અજરામર દોશી અને એના સુપુત્ર નવીનભાઈ સાથે રહેલા. રણથંભેર, હમીરહe જેવા કેટલાંય ઐતિહાસિક સ્થળો જોયા. હિંદુઓની બધીય શાખાઓનાં ધાર્મિક, ખ્રિસ્તીઓ અને ઇસ્લામીઓને પણ પરિચય થયે. અમદાવાદ આવતાં પહેલા ભોંયણીજી વગેરે સ્થળો પણ જોયા. દિલ્હીને અને પંજાબને આગ્રહ ઘણો હતે. ગુરુદેવની એ બાજુ જવાની ઈચછા પણ હતી, પરંતુ અમને સૌને હવે ફરી પાછું ગુજરાત આકર્ષી રહ્યું હતું. આખા દેશમાં કોઈ પણ સંપ્રદાયના સાધુ પ્રત્યે આ દેશના કોઈ પણ સંપ્રદાયના અનુયાયીઓને એકસરખે અનુરાગ છે માત્ર સંત પિતે બિનસાંપ્રદાયિક જોઈએ. તેમાંય જૈન ધર્મના સાધુત્યાગ પર ભારતીય જનતા આફરીન છે. હા, એક વિચિત્ર ખ્યાલ છે અને તે ખાસ કરીને મુસ્લિમ ધર્મોપદેશકોએ ઠસાવેલ મુસ્લિમ જનતા પર, તે એ છે કે, જૈન સાધુઓ મેલી વિદ્યા જાણતા હોય છે. મધ્યયુગને જમાનો એવો આવી ગયો કે જેન યતિઓ, જૈન ગોરજીઓ અનેક જાતના જંતર-મંતરને ખોટે રવાડે ચઢી ગયા તેથી થુલ લાભ ભલે થતો હોય પણ સૂમ નુકસાન પારાવાર થયું છે. બિનસાંપ્રદાયિકભાવે ગુરુદેવે જૈન-જૈનેતરને જે રીતે આકર્ષ્યા, તે પરથી તેમનામાં તો વિરાટ દર્શન થયું જ, પણ સાથેસાથ જૈનધર્મમાં–ખાસ તો સાચા ધર્મમાં જે વિરાટપણું પડેલું છે તેનું પણ ગુરુદેવ દ્વારા ભાન થયું. ને એ જ્ઞાન છે તેવું ગાડું ” “ને નામે તે સર્વ or એ આચારાગ સૂત્રનું રહસ્ય પણ પ્રત્યક્ષ થયું. ગાંધીજીએ ભારત દ્વારા જગતનું કલ્યાણ કરવાની વાત કેમ મૂકી? કારણ કે એકેએક ભારતવાસીની હાડોહાડની મિજજામાં ધર્મ સંસ્કાર વણાઈ ગયે છે એટલે જગતને ઉદ્ધાર થવાને હશે તે સાચા ધર્મને ખપ પડશે ત્યારે ભારત દેશ સૌથી પ્રથમ યાદ આવવાનો છે. આ બધું આ પ્રવાસમાં સહેજે સહજ જણાઈ રહ્યું. પ્રવાસને તે પ્રસંગ આ પ્રવાસને એક પ્રસંગ અહીં ખાસ નોંધવો જોઈએ. અમારે વિહાર કમેકમે આગળ વધતા હતે. નિયત ૨૮ જીવન ઝાંખી www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy