________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
આમ જોઈએ તે સંમેલનમાં લાખોને ધુમાડો, હજારો સેવકની જહેમત અને પરિણામ નજરે ચઢે તેવું ત્યારે કશું ન જણાયું. ગુરુદેવની ઉદાસીનતાનું રહસ્ય અહીં છતું થાય છે. પણ મેં તે દિવસોમાં “જેન પ્રકાશ” ના પ્રત્યેક સાપ્તાહિક અંકમાં જે કાલ્પનિક દિવ્યવિહાર કરેલો તેનું પરિણામ હવે થોડું થોડું છતું થાય છે. એને ગર્ભ તો ત્યારે જ બંધાર્યો હતો. કારણ કે સૈકાઓથી વેરવિખેર વિચરતા અને વિચારતાં સંઘનાં ચારે અંગોને નજીક લાવવાનું સંગીન કાર્ય આ સંમેલનથી થયું. તેનું મૂલ્ય પૂલ રીતે આંકી ન શકાય તેટલું મહાન છે અને તે માત્ર સ્થા. જૈનો માટે નહીં, બલકે ભારતીય સંસ્કૃતિના ઇતિહાસનું અખંડ સંભારણું રહેશે.
૧૭
વિરાટ દર્શન પૂ. કવિવર્ય ઉપાધ્યાય શ્રી અમરચંદજી મહારાજે અજમેર સાધુ સંમેલનમાંથી, કદાચ ગુરુદેવમાં પડેલ વિરાટનું દર્શન સૌની પહેલાં, અરે ! અમારા કરતાં ય વહેલું કરી લીધું. તેમણે પોતાના ગુરુદેવ પૂ. પૃથ્વીચંદ્રજી મહારાજને
“આ કવિવર્ય પં. મહારાજ સંપ્રદાયમાં રહેલ બિનસાંપ્રદાયિક રત્ન છે.” બસ, પછી પૂછવું જ શું? આગ્રા સ્થા. જેન સંઘના પ્રમુખ મુખિયા શેઠ શ્રી અચલસિંહજી, શ્રી રતનલાલજી જૈન અને તેમના મુરબ્બીઓ ચરણમાં લેટી પડ્યા. “આ ચોમાસું આપે આગ્રામાં જ કરવું પડશે.” ગુરુદેવે સાફ કહ્યું-“પણુ ગુજરાતી મુનિઓને જાણે છેને!” સૌ એકી અવાજે બોલી ઊઠયા- “ગુજરાતી મુનિઓ અને તેમના કરતાં ય આપને અમે બરાબર ઓળખી લીધા છે. અમે
સમય સમો રો' એ સૂત્રને માનનારા છીએ. આપ પધારો, સુખેથી પધારે.” સુખલાલભાઈ નામના એક શ્રાવકને સાથે મેકલ્યા અને અમે જયપુર થઈ ફતેહપુર, સિકરી વગેરે જોતાં-જોતાં આગ્રા પહોંચ્યા.
ભિક્ષાચરી અને પાદવિહાર એક વખત હું ગોચરી ગયો હતો. તે અજમેર અને જયપુર વચ્ચેનું ગામડું હશે. ભારે ગરીબ. એકાદ સ્થળે તે “ આવા સાધુડા આવે વખતે ક્યાંથી હાલી નીકળ્યા છે?’ એવો કડવો અનુભવ થયો. પણ પછીથી બે-ચાર ઘેરથી સૂકાં રેટી ટુકડા, બેક્ટ અને છાશ મળ્યાં, પણ બે પાત્રા ભાંગીને હું તે સ્થળે પહોંચે. મારા મનમાં ભય હતે.“પૂ. ગુરુદેવ આજે સારી પેઠે ઠપકો આપશે.” પણ તેઓએ તે સામેથી કહ્યું.-“જે આ ગુજરાત નથી. વળી ગરીબી અને ગેરસમજ હોય, ત્યાં અનાદર થાય તેમાં નવાઈ નથી. ભગવાન મહાવીરના અનાર્ય પ્રદેશ-વિહારની વાત યાદ છે ને ! પણ જે છતાંય કેવી ભકિત છે? કારણ કે એવા પુરુષના આ દેશ પર આશીર્વાદ છે. ભિક્ષુને સુધાપૂર્તિ થઈ ગઈ, પછી બીજું શું જોઈએ? પાત્ર ફૂટયાં પણું શરીર સલામત રહ્યું છે ને! કશી ચિંતા ન કરીશ.” હું તો અતિ ગરમીમાં શીતલ-શીતલ બની ગયો.
સાધુ જીવનમાં જે વિરાટ પડેલો છે તેનાં દર્શન આ પ્રસંગે થતાં હોય છે. “ભિક્ષુ” ઉપનામે લખાણ લખતાં “આ ભિક્ષુમાં રહેલી અમીરાતનાં દર્શન કેવા સુખદ છે?” આ પ્રસંગે કબીર સાહેબનું-મન લાગે મેરે ચાર ફકીરીમેં” એ પદ યાદ આવ્યા વિના ન રહે.
કેટલીય વાર ધાર્યા કરતાં વધુ માઈલો નીકળી પડે અને કેટલીયે વાર વિશ્રામસ્થાનેય ન મળે ત્યારે ઝાડ નીચે સૂઈ રહીએ. પણ તે વખતે ગુરુદેવ અમારા જેવા કાચા શિષ્યોને પાકા કરનારી કથાઓ અને વાત કહે. આ હતો ભિક્ષાચરી અને પાદવિહારને આનંદ!
આગ્રા ચાતુર્માસમાં ઘણો સંતોષ થા. લેકલાગણી ગુજરાત-સૌરાષ્ટ્ર જેવી જ. પર્યુષણમાં માનપાડાવાળા ભાઈબેને શહેરના ઉપાશ્રયે લઈ ગયા હતા. આમ તો ચોમાસું લેહામંડીમાં જ થયેલું અને ત્યાં થોડું ઊર્દૂ શીખવાની. તક મળી. લેકેએ અવધાન પ્રયોગ કરાવ્યા. પંડિતોએ પાદપૂર્તિ અને સંસ્કૃત સંભાષણ કરાવ્યું. તાજમહેલ જે. જમના જેવી પવિત્ર નદીને કાંઠે પ્રાયઃ રોજ જવાનું થતું. એક દિવસ રાધાસ્વામી દયાલ બાગ સંસ્થાની મુલાકાત લીધી.
ཨེ པའི༔
པས པདྨའི་
વિશ્વસંતની ઝાંખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org