________________
પન્ન ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
૫. જુનાગઢ: સંવત ૧૯૬૧: ઈ. સ. ૧૫ જુનાગઢઃ તણા ૬, નીચે મુજબ ૧- પૂજ્ય મહારાજ શ્રી દેવચંદ્રજીસ્વામી, ૨- મહારાજશ્રી માણેકચંદ્રજીવામી, ૩- મહારાજશ્રી સુંદરજી સ્વામી, ૪- મહારાજશ્રી રામચંદ્રજીસ્વામી, ૫- મહારાજશ્રી મનજીસ્વામી, ૬- મહારાજશ્રી નાનચંદ્રજીસ્વામી.
અહીં ચાતુર્માસ દરમિયાન પ્લેગને ઉપદ્રવ હોવાથી જેતપુરમાં સ્થળાંતર કરવું પડયું. જેતપુરમાં પણ પ્લેગની અસર હોવાથી નવાગઢમાં ચાતુર્માસ પૂર્ણ કર્યું. દરમિયાન ભાદરવા મહિનામાં મહારાજશ્રી માણેકચંદ્રજીવામી કાળધર્મ પામ્યા. ચાતુર્માસ પૂર્ણ કરી મોરબી તરફને વિહાર શરૂ થયું. મોરબીમાં શ્રી અંબાવીદાસભાઈને સમજાવી અ. ભા. . સ્થાનકવાસી જૈન કોન્ફરન્સનું પ્રથમ અધિવેશન મોરબીમાં ભરવાની પ્રેરણા આપી. પરિણામે તેના ખર્ચને પહોંચી વળવા ' માટે ઉદારતાથી શ્રી અંબાવીદાસભાઈએ રૂ. ૧૦,૦૦૦ની રકમ આપી. આવું સુંદર કાર્ય પતાવ્યા પછી ત્યાંથી ઠા. પ તથા મહારાજ શ્રી નાગજીસ્વામી ઠા. ૬- કુલ ઠાણા ૧૧- કચ્છ તરફ વિહાર કયા
૬. માંડવી-કચ્છ: સંવત ૧૬૨: ઈ. સ. ૧૯૦૬ માંડવીઃ હાણ ૫, નીચે મુજબ - ૧- પૂજ્ય મહારાજશ્રી દેવચંદ્રજીસ્વામી, ૨-મહારાજશ્રી સુંદરજીસ્વામી, ૩- મહારાજશ્રી રાયચંદ્રજીસ્વામી, ૪– મહારાજશ્રી મનજીસ્વામી, પ-મહારાજશ્રી નાનચંદ્રજીસ્વામી.
ઉપર મુજબ છે. પ નું ચાતુર્માસ માંડવીમાં થયું અને મહારાજશ્રી નાગજીસ્વામી ઠા. ૬ નું ચાતુર્માસ ભૂજમાં થયું. અહીંથી મહારાજ શ્રી નાનચંદ્રજીસ્વામીએ જાહેર પ્રવચન આપવાનું શરૂ કર્યું. વ્યાખ્યાનના પ્રભાવથી લોકોને ખૂબ આકર્ષણ થયેલ.
૭. વાંકાનેરઃ સંવત ૧૯૯૩ : ઈ. સ. ૧૯૦૭ વાંકાનેરઃ ટાણા , ઉપર મુજબ.
માંડવીનું ચાતુર્માસ પૂર્ણ કરી ઠા. ૧૦ કચ્છમાંથી રણ ઊતરી કાઠિયાવાડમાં પધાર્યા. તે પૈકી પૂ. આ. દેવચંદ્રજીસ્વામી આદિ ઠા. ૫ નું ચાતુર્માસ વાંકાનેરમાં થયું. દરમિયાન ચાલુ સાલમાં જ ફાગણ વદ ૭ ના રોજ મહારાજ શ્રી દેવચંદ્રજી સ્વામીને લીંબડીમાં આચાર્યપદે સ્થાપ્યા.
૮. મોરબી : સંવત ૧૯૬૪; ઈ. સ. ૧૯૮ મોરબી : હાણા ૫, ઉપર મુજબ.
આ સાલમાં દાનવીર શેઠ અંબાવીદાસ ડોસાણીના ભાણેજ ગુજરી જતાં તેના મારક તરીકે અંબાવીદાસભાઈને સમજાવી બેડિંગની સ્થાપના કરી. ઉપરાંત સૂત્રોની બત્રીસી, હસ્તલિખિત પાનાવાળી પોથીઓ શ્રી અંબાવીદાસભાઈની સહાયથી સંઘમાં સુપ્રત કરાવી.
૯ માંડવી-કચ્છ: સંવત ૧૯૬૫: ઈ. સ. ૧૯૯. માંડવી – કચ્છ : ઠાણું ૫, ઉપર મુજબ. મોરબીનું ચાતુર્માસ પૂર્ણ કરી, રણ ઊતરી કચ્છમાં પધાર્યા અને ચાતુર્માસ માંડવીમાં કર્યું.
[૧૫૦] Jain Education International
વ્યકિતત્વ દર્શન
For Private & Personal Use Only
www.jainelibrary.org