________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
૧. માંડવી-કચ્છઃ સંવત ૧૫૭ ઈ. સ. ૧૯૧ માંડવી-કચ્છ. ઠાણું ૪ નીચે મુજબ હતા:
૧- મહારાજશ્રી માણેકચંદ્રજીસ્વામી. ૨- મહારાજશ્રી સુંદરજીસ્વામી. ૩- મહારાજ શ્રી રાયચંદ્રજીસ્વામી ૪- મહારાજશ્રી નાનચંદ્રજીસ્વામી.
પૂજ્ય ગુરુમહારાજ શ્રી દેવચંદ્રજીસ્વામી અને બીજા સાધુજીએ ઠાણ નું ચાતુર્માસ કાઠિયાવાડમાં જૂનાગઢ મુકામે થયું હતું.
૨. જામનગર : સંવત ૧૯૫૮: ઈ. સ. ૧૯૦૨ જામનગર : ઠાણા પ નીચે મુજબ હતા:
૧- મહા. શ્રી માણેકચંદ્રજી સ્વામી. ૨- મહા. શ્રી સુંદરજીસ્વામી, ૩- મહા. શ્રી રાયચંદ્રજીસ્વામી. ૪- મહા. શ્રી મણસી સ્વામી. - મહા. શ્રી નાનચંદ્રજી સ્વામી.
માંડવીનું ચાતુર્માસ પૂર્ણ કરી પાછા કાઠિયાવાડ પધાર્યા. આ વર્ષમાં મહા. માણેકચંદ્રજી મહારાજ સાથે તેમણે અમદાવાદ સુધી વિહાર કર્યો. દરમિયાન ચાતુર્માસ જામનગરનું નક્કી થયું હતું. તે વખતે પાંચ ઠાણા ઉપર મુજબ સાથે હતા. વચ્ચે મહા. શ્રી મણસીસ્વામી બીમાર પડવાથી એકંદર નવ મહિના જામનગરમાં રોકાણ થયું. દરમિયાન મહા. શ્રી નાનચંદજી સ્વામીએ સૂત્ર અને સિદ્ધાંતનો અભ્યાસ કર્યો-સાથે સાથે સંસ્કૃત વ્યાકરણમાં સિદ્ધાંતચંદ્રિકાને અભ્યાસ કર્યો. તેમજ ઉર્દૂ ભાષાને પણ પરિચય –બાળકોમાં સંસ્કારનું સીંચન થાય એટલા માટે જૈનશાળા પણ ચાલુ કરેલી.
૩. મોરબી : સંવત ૧૯૫૯ : ઈ. સ૧૯૯૩ મોરબી: ઠાણું ૫, હતા. તેનાં નામ :
૧- પૂજ્ય ગુરુમહારાજ શ્રી દેવચંદ્રજીસ્વામી, ૨ – મહા. શ્રી સુંદરજીસ્વામી, ૩- મહા. શ્રી રામચંદ્રજીસ્વામી ૪ - મહા. શ્રી પ્રેમચંદ્રજીસ્વામી, ૫- મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી.
આ ચાતુર્માસ દરમિયાન સંસ્કૃત અભ્યાસમાં વધુ પ્રવેશ કર્યો: પદ્ય – રચના પણ ચાલુ હતી.
ફરન્સના પ્રથમ અધિવેશન માટે પ્રેરણા આપી. અંબાવીદાસભાઈ ડોસાણીને સમજાવી હસ્તલિખિત સૂત્રોની બત્રીસી સંઘમાં સુપ્રત કરાવી અને શ્રેયસાધક મંડળની સ્થાપના કરી. શ્રી મનસુખભાઈ જીવરાજ, શ્રી અભેચંદભાઈ સંઘવી, શ્રી બાલુભાઈ (પ્રાણજીવન) વોરા વગેરે શ્રેયસાધક મંડળના સભ્યો હતા.
૪. જેતપુર (કાઠિ.) સંવત ૧૯૦ : ઈ. સ. ૧૯૦૪ જેતપુર : ઠાણા ૪, નીચે મુજબ -
૧- પૂજ્ય મહા. શ્રી દેવચંદ્રજીસ્વામી, ૨- મહા. શ્રી મનજીસ્વામી, ૩- મહા. શ્રી પ્રેમચંદ્રજીવામી, ૪– મહા. શ્રી નાનચંદ્રજી સ્વામી. ત્યાં પૂ. ગુરુદેવે એક જ આસને અઠ્ઠમતપની આરાધના કરેલ હતી.
ઉપર મુજબ ઠા. ૪ જેતપુરમાં ચાતુર્માસ રહ્યા અને બાકીના ઠાણાનું ચાતુર્માસ ધોરાજી થયેલ. ચાતુર્માસ પૂર્ણ થયે-અધા ઠાણા રાજમાં ભેગા થયા. તે સમયે એકદા મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી પગે ચોળવાની ઝેરી દવા શરતચૂકથી પી ગયા અને તકલીફમાં મુકાયા. પરંતુ હિંમતવાન હોવાથી તત્કાળ દવાખાને પહોંચી ગયા એટલે સારવાર કરવાથી આરામ થઈ ગયે. આ ચાતુર્માસ બાદ બધા કાણા ધોરાજી ભેગા થયા અને ત્યાંથી મહા. શ્રી દેવચંદ્રજીસ્વામી, મહા. શ્રી માણેકચંદ્રજીસ્વામી, મહા. શ્રી મોનજીસ્વામી, મહા. શ્રી સુંદરજીસ્વામી, મહા. શ્રી રાયચંદ્રજીસ્વામી, મહા. શ્રી પ્રેમચંદ્રજીસ્વામી અને મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી ઠા. ૭ પિરબંદર, માંગરોળ, વેરાવળ વગેરે ક્ષેત્રની સ્પર્શના કરવા એ તરફ વિચર્યા.
ચાતુર્માસની યાદી Jain Education International
[૧૪]
For Private & Personal Use Only
www.jainelibrary.org