SearchBrowseAboutContactDonate
Page Preview
Page 826
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિuા પં. નાના-જી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ સંદેશ પહોંચાડવાના તેમના આ સુકાર્યને ઉપાડી લેનારા કાર્યવાહકો પણ સુદૃષ્ટિ સપન્ન સાંપડયા. સ્વ. અમુલખ અમીચંદ શેઠ, સ્વ. શ્રી. વનમાળીદાસ ગુલાબચંદ, સ્વ. શ્રી રસિકલાલ પ્રભાશંકર શેડ, સ્વ. ભાગીલાલ રાયચંદ તુરખિયા, શાંતિલાલ હેમચંદ સંઘવી જેવા અનેક દાનીએની આર્થિક સહાય ઉકત સુચાગ્ય કાર્ય વાર્તાકા દ્વારા દીપી ઊઠી. સ્વ. મુરખ્ખી શ્રી અમૃતલાલ ઉમેદચંદ શાહ જેવા એક ભૂતપૂર્વ ન્યાયાધીશ છતાં બુદ્ધિમત્તા અને વ્યવસ્થિતતાના આદશ સાથે ધર્મજિજ્ઞાસા, ખાલવત્ સરળતા અને ઉદારતાથી ભરેલા વયોવૃદ્ધ સત્પુરુષ, શ્રી ગિરધરલાલ ઉગરચંદ પરીખ જેવા સસ્કાર, સાહિત્ય, ચિંતન અને જીવનની સમગ્રતાને સ્પર્શતા દૃષ્ટિસપન્ન મહાનુભાવ, વકીલ શ્રી ભાઈલાલભાઈ મગનલાલ શાહ જેવા કાર્યદક્ષ, વ્યવસ્થા-કુશળ, સેવાભાવી અને પ્રેમાળ મત્રો અને શ્રી મનુભાઈ મહેતા જેવા યુવાન છતાં ગંભીર અને વિચક્ષણુ ખજાનચી જ્ઞાન-વિદ્યા-સંસ્કાર-પ્રસારની આ સંસ્થાને કાર્યવાહક સમિતિમાં સાંપડયા એ એનું ઓછુ સદ્ભાગ્ય નથી ! સૌથી મહત્વની વાત તો એ છે કે આ બધા કાર્યવાહમાં આશયની એકતા, દૃષ્ટિની સમરસતા, સ્વભાવની સાલસતા, હૃદયની સેવાભાવના અને અન્યોન્ય સ્નેહભાવના સભર હતી. ઘણી સંસ્થાઓમાં ચાલતા અહંકાર સામે અહંકારના, હુંસાતુંસીના કે તેજોદ્વેષના ઘણુ અહીં સ્વપ્નું ય ન હતા. અને તેથી આ સંસ્થા આરંભથી જ ફૂલવા-ફાલવા લાગી. સંસ્થા હંમેશાં મકાન, વૃક્ષા, સાધના કે પૈસાથી નહીં, તેના જીવતા જાગતા, સમરસતાભર્યા કાર્યવાહકો અને કાર્યકર્તાઓથી બને છે અને ફૂલેફાલે છે તે અહી દેખાઈ રહ્યું. આવા સમરસ, યોગ્ય, દૃષ્ટિસંપન્ન કાર્યવાહકોના મનમાં અને સંસ્થાના પ્રણેતા વિશાળ હૃદયી ગુરુદેવ મુનિશ્રી નાનચંદ્રજી મહારાજના સાગર હૈયે આ ગ્રંથાલય દ્વારા ઉકત જ્ઞાનપ્રસાર થાય તે માટેનાં અનેરાં કાડ હતાં. મારી શોધના ઉપક્રમમાં મુનિશ્રી સતબાલજી દ્વારા ગુરુદેવ નાનચંદ્રજી મહારાજનો, તેમના દ્વારા આ ગ્રંથાલયના અને ગ્રંથાલય દ્વારા ઉપર્યુકત કાર્યવાહકોનો મને જે પરિચય થયા તેણે મને આ વિશિષ્ટ દૃષ્ટિયુકત પુસ્તકાલય સંભાળવા— તેના ગ્રંથાલયી – લાયબ્રેરિયન બનવા પ્રેર્યાં. ઈ. સ. ૧૯૫૧ માં હું સંસ્થામાં જોડાયો. મારા વ્યાવસાયિક, વિદ્યાકીય અને જાહેરજીવનનું આ પ્રથમ અને મહત્ત્વપૂર્ણ કાર્ય હતું. એક વિશિષ્ટ ભાવના અને દૃષ્ટિપૂર્વકનું જ્ઞાનવિદ્યાની આરાધનાનું કાર્ય, એક સંતપુરુષની છત્રછાયા અને સ્નેહભર્યા કાર્યવાહકોના સાથ-સંગાથ ને સાર-સંભાળ (એવા કાર્યવાહકો કે જેમણે મને કેવળ ‘ કાર્ય કર્તા' તરીકેના નહી', પણ એક ‘સ્વજન’ તરીકેના વ્યવહાર, સ્નેહ અને આત્મીયતા આવ્યા) આ બધું મળ્યું એટલે મારી ઉત્સાહ અનેકગણા વિíસત થયા. ગ્રંથાલય જેવી સંસ્થાને કેવળ સાધુ વર્ગ, સ ંશોધક-અભ્યાસીએ અને થોડા રસિક વાંચકવર્ગ પ્રથાનુ એક સંગ્રહસ્થાન’ યા ગ્રંથભડાર' માત્ર બનાવે તે મને પણ રુચ્યું નહીં. મારા અંતરઊંડે પણ આ સંસ્થાને જ્ઞાનનું, સંસ્કારનુ એવુ જીવતુ જાગતું કેન્દ્ર બનાવવાના કોડ જાગ્યા કે જે સૌ કોઈને – બધી કક્ષાના લેાકસમાજ અને શિક્ષિત-સમાજને આકર્ષનારૂ, પ્રેરણા આપનારૂ વાતાવરણ પૂરું પાડે, વ્યવસ્થા પૂરી પાડે અને વાંચનસામગ્રી પૂરી પાડે ! અમે પ્રામાણિકપણું, અતિશયેાકિત કે આત્મવચના વિના કહી શકીએ કે આ પુસ્તકાલયના સર્જન અને સંચાલન પાછળની અમારી ભાવના અને દૃષ્ટિ તદ્દન નિરાળી જ હતી. ગ્રંથો, સામયિકો, પુસ્તકો અનેક વિષયાનાં મેળવતા રહી ગ્રંથાલયને સમૃદ્ધ કરવા ઉપરાંત આ પુસ્તક-સામયિકો દ્વારા કેવળ માહિતીજ્ઞાન કે મનેારજન પહોંચાડવાના જ નહી પરંતુ ઊંડી અભ્યાસરુચિ જગાડી જીવનમાં સમજણ પ્રગટાવવાના, જીજ્ઞાસા જગાવવાના, સંવાદિતા અને વ્યવસ્થા શીખવવાના, શેાધ અને સજાગતાની વૃત્તિ ખીલવવાના, સત્ય અને રહસ્યના સસ્પર્શ કરાવવાના, ગુણવકાસ કરાવવાના અને ધર્મને વ્યવહારમાં ઉતારવા–ઉતરાવવાના અમારા સૌના કોડ હતા. આ માટે ગ્રંથાલયને એક જીવતું જાગતુ, જ્ઞાન–વિદ્યા-પ્રવૃત્તિઓથી મઘમઘતુ, જીવનમાં ગાંભીર્ય અને પ્રગલ્ભતા પરાધતુ “જ્ઞાનાલય” બનાવવાની અમારી સૌની ભાવના હતી. ગ્રંથાલય, વિજ્ઞાનના પ્રાચીનમાં પ્રાચીન અને અર્વાચીનમાં અર્વાચીન ગ્રંથ, સાધનો, પ્રયાગા અને પ્રક્રિયાએ દ્વારા આ ભાવના સાકાર કરવા અમે ઝંખી અને મથી રહ્યા હતા. નાનાથી માંડીને મોટા અને એક પ્રકારની રુચિ વૃત્તિ દૃષ્ટિભૂખ ને આવશ્યકતાવાળા જનતાના વિવિધ વર્ગો સુધી, જનજન સુધી, લીંબડી ગામ જ નહીં, આજુબાજુના ગ્રામ પ્રદેશેા સુધી પહોંચવાનો અને લેાકરુચિને સંસ્કારવાનો અમારો પ્રયત્ન હતા. આ માટે સ્પષ્ટરૂપે કહીએ તે— ગ્રંથાલય વિજ્ઞાનની દષ્ટિએ સુવ્યવસ્થિત અને વૈજ્ઞાનિક વર્ગીકરણ અને વ્યવસ્થા પદ્ધતિ અમે શોધીને શક્તિ અનુસાર અપનાવી રહ્યા હતા. સમાજને પ્રદાન Jain Education International For Private Personal Use Only [૧૪૧] www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy