________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ – ગ્રંથ સમૃદ્ધિ અને વૈવિધ્યની દૃષ્ટિએ અનેક વિષયના સામયિકો અને ગ્રંથ અમે મેળવી રહ્યા હતા
–વાચકવર્ગને સ્મરણ, સૂચન, પ્રેરણા અને જીજ્ઞાસા-જાગરણ કરાવવાના હેતુથી અનેક પ્રકારના કલાત્મક દિવાલ પત્રો અને સૂચના ફલકે અમે ગોઠવી રહ્યા હતા.
-શિક્ષિત વાચકોની સુરુચિ ઘડવા તેમ જ તેમને સવાચન તરફ વાળવા સૂચનાપત્ર, વાર્તાલાપ, પરિસંવાદ, ચર્ચાસભાઓ, અભ્યાસવર્તુળ વગેરે દ્વારા અમે અવનવા પ્રયોગ કરી રહ્યા હતા.
–અશિક્ષિત વાચકન-લોકેને-અક્ષરજ્ઞાન અને વિદ્યા ભણી આકર્ષવા અમે અનેકવિધ પ્રદર્શને જ રહ્યા હતા.
આમ એક તરફથી શિક્ષિત-અશિક્ષિત સર્વની સંસ્કારિતાને સ્પર્શવા, સમન્વયદષ્ટિ વિકસાવવા, જિજ્ઞાસારુચિ જગાડવા અને વિવેક વિશ્લેષણ બુદ્ધિ વિકસાવવા અમે પરિસંવાદ-પ્રવચને ગોઠવી રહ્યા હતા, તે બીજી તરફથી એ વિશ્લેષણને સંલેષણમાં લઈ જવા, જ્ઞાનને મૌનમાં, ભકિતમાં અને આચારમાં વાળવા અમે અંતરને સ્પર્શતા સાપ્તાહિક પ્રાર્થના તેમ જ પ્રાસંગિક ભકિતસંગીતના સારિક સંગીતના-કાર્યક્રમ પણ યોજી રહ્યા હતા.
સંક્ષેપમાં, આ ગ્રંથાલય-વાચનાલયને માહિતી યા મોરંજન પૂરું પાડનારૂં કેન્દ્ર યા શાબ્દિક ગ્રંથનું મૃત સંગ્રહસ્થાન નહીં, પણ જીવંત, બોલતા અને વિકસતા જીવનના વિદ્યાજ્ઞાનનું ધામ બનાવવા અમે યથાશક્તિ-યથામતિયથાદષ્ટિ મથી રહ્યા હતા.
અમારી એ દષ્ટિએ, ભાવનાઓ, કાર્યચેષ્ટાઓ કેટલી સાકાર થઈ છે એ તે દષ્ટાઓ અને વાચકે જાણે! અમે તે એટલું જાણીએ છીએ કે કાળક્રમે પૂ. ગુરુદેવ મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ જેવા અમારા પ્રણેતા અને મહામના મુ. શ્રી. અમૃતલાલભાઈ જેવા અમારા સહયાત્રીઓ અમારાથી વિદાય થયા, વયોવૃદ્ધ થયા કે દૂર જઈ વરયા છતાં અમારી એ ભાવનાઓ ને દષ્ટિએ વિરમી નથી. અમારા કેડ કરમાયા નથી. નથી, વિરમ્યા કે સુપ્ત બન્યા નથી. એ સદાયે એવા ને એવા જાગૃત છે. એટલું જ નહીં, હજુ તે એને ફલવાફાલવાનું બાકી છે. હજુ તે એ બીજ-દશા પૂરી કરી રહેલ છે અમને શ્રદ્ધા છે કે એક સંતપુરુષના નામે, એક સંતપુરુષના હાથે અને એક સંતપુરુષના પ્રેરણા, પરિશ્રમ અને પુણ્યના બળે પ્રારંભાયેલું આ બીજરૂપ મંગળકાર્ય આવી જ ભાવના ધરાવતા પલ્લવ-પુષ્પવાળા નવા કાર્યવાહક ઉત્પન્ન કરતું બીજમાંથી વટવૃક્ષરૂપે પરિણમશે. તેમ જ અનેકને શીતળ છાયા અને આત્મસ્વારથ્યકર, સ્વાદુ ફળ આપી રહેશે. એ દિવંગત સંતપુરુષના આશીર્વાદ અને વિશાળ જનસમાજની સલ એને એવા વિશાળ વટવૃક્ષરૂપે જુએ એ દિવસ દૂર નથી. ઈ. સ. ૧૯૪૬થી આજ ઈ. સ. ૧૯૭૬ સુધીના ૩૦ વર્ષોની. બીજદશાને એને કાળ હવે પૂરો થઈ ચૂકયે છે.
કવિશ્રી નાનચંદ્રજી મહારાજ સાર્વજનિક મહિલા મંડળ-લીંબડી
આજે સુરેન્દ્રનગર જિલ્લામાં કન્યા કેળવણીમાં લીંબડી ખરે ગણાવ્યું છે. પણ વર્ષો પહેલાં-જે વખતે કન્યાકેળવણીની ઝાંખી પણ ન હતી, તેવા વખતે માનવતાને અખૂટ ભંડાર સમા એક જૈન મુનિશ્રી નાનચંદ્રજી સ્વામીની સતત પ્રેરણાથી લીંબડીના લગડીવાળા નામે જાણીતા શ્રી મૂળચંદ જીવરાજના પુત્ર શ્રી ઉગરચંદભાઈ મેહનલાલભાઈ તથા કેશવલાલભાઈએ તેમના પૂજ્ય પિતાશ્રીના સમરણથે શ્રી મૂળચંદ જીવરાજ કન્યા વિદ્યાલય નામની સંસ્થા ઊભી કરી, જેને લાભ આજ સુધીમાં હજારે હેને લીધે છે અને લઈ રહી છે. આ કન્યા વિદ્યાલયના પ્રતાપે લીંબડીની કન્યાઓ સંસ્કારમાં મોખરે ગણાતી અને લીંબડી સંસ્કારધામ ગણાતું. આ રીતે નાની બહેનને કેળવણની સગવડ થઈ અને ઉત્તરોત્તર વધતી ગઈ. પરંતુ વિધવા, સમાજથી
વ્યકિતત્વ દર્શન
[૧૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org