________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ ઉપસ્થિતિ વખતે જ આલેખ્યું છે. જેમાં પણ નીચેના ઉદ્દગારે છે. .....જેણે વેષ તે રથાનકવાસી જૈન સાધુને પહેર્યો છે, છતાં પણ, સાંપ્રદાયિક્તાથી પર રહી માત્ર સાધુહદયથી જેણે આમ જનતાને પિતાની કરી છે............જે રાજકીય પરિસ્થિતિ અને ભૌગોલિક મર્યાદાઓને ઝીણી નજરે જોઈ શકે છે, પરંતુ અપવાદ સિવાય “સાધુપદને એ બધા સંગેથી પર એટલે નિલેપ અને ઉદાસીન રાખવામાં જે એક પ્રકારની સાત્ત્વિક ખુમારી અનુભવે છે. જેના ઉદાર અને ઉન્નત હૃદયે સેવાધર્મના અનેખા રંગથી રંગાયેલ “સંતબાલ જેવી વ્યક્તિ સમાજને ચરણે ધરી છે. સફેદ શુધ્ધ ખાદીનાં વસ્ત્રો, પ્રસન-શાંત મુખમુદ્રા, સપ્રમાણ ઘાટીલી કાયા એટલે કવિવર્ય પંડિત મહારાજશ્રી નાનચંદ્રજી મહારાજ.” વિશ્વવત્સલ એવા કાતિપ્રિય સંતની ઝાંખી
એમને જોતાં વિશ્વસંત-અથવા વિશ્વવત્સલ એવા કાન્તિપ્રિય મહાસંતની ઝાંખી થયા વગર રહેતી નહીં. “વિશ્વ વાત્સલ્ય પ્રવેગકી રૂપરેખા”માં સાથી મુનિ નેમિચંદ્રજી કહે જ છે – વિશ્વ વાત્સલ્યથી સાધના કરનેવાલા વ્યક્તિનું સર્વપ્રથમ અપની જાતિપતિ, રંગ, રાષ્ટ્ર, પ્રાંત, ધર્મ-સંપ્રદાય, ભાષા વેશભૂષા યા શિષ્ટાચાર આદિકે પૂર્વગ્રહસે સર્વથા મુકત હોગા.” એમણે દશમી પુણ્યતિથિ પરના સંદેશામાં સ્પષ્ટ જણાવ્યું કે “.......ભાલનલકાંઠા પ્રાયોગિક સંધ પણ તેમના જ...શિષ્ય મુનિશ્રી સંતબાલજી મહારાજની પ્રેરણાથી રચાયેલ છે. તેમના પુનિત આશીર્વાદથી વિકસેલ છે અને પ્ર. કવિવર્યશ્રીજી મહારાજ, આત્મદષ્ટા ચિત્તશેધક પૂજ્ય ચિત્તમુનિજી મહારાજ તેમજ બીજા સાધુસાધ્વીઓ અને પૂ. મુનિશ્રી સંતબાલજી મહારાજ તથા ભાલનલકાંઠા પ્રગમાં ખૂપલાં અનેક જનસેવક-સેવિકાઓના સહયોગે ઉછરેલ છે. એટલે એક રીતે કહું તે ભાલનલકાંઠા પ્રાયગિક સંઘ” પણ પૂજ્ય કવિવર્યશ્રીજી મહારાજને માનસ પુત્ર છે.
ટૂંકમાં ભાલનલકાંડા પ્રગના મૂળિયાં ઘણે દૂર સુધી ઊંડા જણાય છે. એની પાછળ સદ્દગત ગુરુદેવની પ્રેરણાએ પણ ભાગ ભજવ્યો છે.
અમારા ગુરુદેવની ચિર વિદાય પછી એમની જન્મશતાબ્દિ ઉજવવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમણે જેમણે પૂરેપૂરો સાથ આપે છે તે સૌને અભિનંદન ઘટે છે. શતાબ્દિ ઉજવણી માટેની પ્રેરણા બોરીવલીમાં જાગી અને એ ભાવનાને
ભાવ સાથે વિદુષી સાધ્વી દમયંતીબાઈએ ઝીલીને દીપાવી, અને સમગ્ર યોજનાને માટુંગામાં મૂર્તસ્વરૂપ અપાયું. આટલે ઉલ્લેખ કરી 2 મિયા, 3ગુરુદેવ પ્રત્યે વિનમ્ર શ્રદ્ધાંજલિ એ મહાત્માને ચરણે ધરું છું.
પ્રેમ, કરૂણુ અને જ્ઞાનના સંગમરૂપ શ્રી સદ્દગુરૂદેવ
શ્નર કે. એન. વી. સુચક અમારા સદ્દગુરુદેવે અમારા વચ્ચેથી કાયમી વિદાય લીધાને આજે વર્ષો વીતી ગયા, તેમ છતાં જ્યારે જ્યારે હું તેમનું સ્મરણ કરું છું ત્યારે ત્યારે તેઓ મારી દષ્ટિ સમક્ષ, મારા હૃદયમાં પ્રેમ, કરુણ અને જ્ઞાનના ત્રિવેણી સંગમરૂપે સદા યે ઉપસ્થિત હોય છે.
આ મહાપુરુષને સમજવાને વિરલ વ્યક્તિઓ જ ભાગ્યશાળી બની હતી. જો કે હું તેમને એક હવાને દા કરતું નથી. અલબત્ત મેં તેમને સાચી રીતે સમજવાનો પ્રયત્ન જરૂર કર્યો છે. - સંતપુરુષને અમારા જેવા અલ્પજ્ઞ અને ભૌતિકવાદી માનવીઓ દ્વારા ગવાતા તેમની પ્રશંસાના ગીત સાંભળવા ગમતાં નથી. તેઓ જગતનાં દ્વોથી પર હતા અને તેઓએ જીવનમાં પણ સમત્વયેગની સાધના કરી હતી. આ પ્રમાણે તેઓએ આત્મસાક્ષાત્કાર દ્વારા સ્વયને પૂર્ણ પરિચય પ્રાપ્ત કર્યો હતો.
તેઓ એવી સંતકોટિની વિભૂતિ હતા કે જેમણે સહજ સમાધિ પ્રાપ્ત કરી હતી. તેઓ આર્થિક અને સામાજિક દુઃખોથી મુંઝાયેલા, અપાર સાંસારિક વિટંબણાઓથી પીડિત, અજ્ઞાન અને અસહાય દશામાં અટવાયેલા એવી માનવજાતની સેવા માટે પિતાની જાતને સમર્પિત કરી દીધી હતી. પ્રાણિમાત્ર, માનવ, પશુ, પક્ષી અને અન્ય સર્વ પ્રતિ તેઓ પૂર્ણ પ્રેમ અને કરુણાથી ભરેલાં હતાં. [૧૧૮]
વ્યકિતત્વ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org