________________
પષ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
તેમને યથાર્થ રીતે જેઓ સમજી શક્યા તેઓએ અનુભવ કર્યો કે તેઓશ્રીને સર્વ પ્રાણીઓમાં પ્રભુ અને પ્રભુમાં પ્રાણિમાત્રના દર્શન થતા હતા. તેમના જીવન દરમ્યાન જે જનાઓ અમલમાં મૂકવા તેમણે જે પ્રેરણા આપી છે તે તેમની આ વિશ્વભાવનાના સચોટ પુરાવા માટે પર્યાપ્ત છે, “જનસેવા એ પ્રભુની સેવા છે, તેમના જીવનને આ મહામંત્ર હતે.
તેઓશ્રી ગમે તેવી ગમે તેની થઈ ગયેલી ભૂલ હંમેશા જતી કરતા અને ઉદાર મન અને પ્રેમપૂર્ણ હૃદયથી સૌના કલ્યાણની ભાવના ભાવતા. તેમણે હજારે માનવીઓને પ્રભુ સાક્ષાત્કારના પથે દર્યા અને પ્રેર્યા હતા કે જે માનવજાતને અંતિમ ઉદેશ અને ધ્યેય છે. તેમના વિષે કંઈ પણ અભિપ્રાય આપવો તે આપણા અધિકાર બહારની વાત છે, કારણ કે તેઓ આપણું સમજશક્તિની મર્યાદાથી ઘણી ઊંચી આત્મદશામાં સ્થિત હતા.
તેમના સર્વે અનુયાયીઓ કે જેમને તેઓએ માર્ગદર્શન આપ્યું છે અને જેઓ આજે હયાત છે તેમના જીવન ઉપર પડેલા તેમના સદ્દગુણના ઉચ્ચ પ્રભાવને હું જોઈ શકું છું અને અનુભવી શકું છું. તેમના સત્સમાગમમાં આવેલા સને આધ્યાત્મિક તેમ જ ભૌતિક જીવનમાં અવશ્ય શાંતિ મળી છે.
શુભ શ્રદ્ધા, કયાણ અને સમર્પણતાથી કરાતું કઈ પણ કાર્ય યંગ્ય પુરસ્કારને પામે છે, જે તે કાર્ય ગુરુકૃપાથી અભિષિકત હોય છે. ગુરુના આશિષ, માર્ગદર્શન અને કપા વિના આ વિશ્વમાં કઈ માનવી પ્રભુને સાક્ષાત્કાર કરી શકે નહિ જ અને સુપાત્રને ગુરુઆશિષ સહેજે મળે છે. જો કે સંતે હંમેશા દયાળુ હોય છે અને તેમને પાત્ર–અપાત્રને કઈ ભેદભાવ હેતે નથી. સંતના હૃદયમાં તે પ્રેમ અને કરુણાના ફુવારા સદા ઊડતા હોય છે. તેઓ તે સૂર્ય જેમ પ્રાણીઓની પ્રકૃતિ કે પાત્રતા–અપાત્રતા જોયા વગર સર્વ ચરાચર પ્રાણીઓને સરખી રીતે જીવન બક્ષે છે તેમ સર્વ જીવેને સરખો પ્રેમ આપે છે.
મારા ગુરુદેવને લીધે જે કઈ મારા સંસર્ગમાં આવેલા તે સૌને હું ઘણે આભારી છું, કારણ કે તેમના સાનિધ્યમાં રહેવાની તક મને ઓછી સાંપડી છે. પૂ. ગુરુદેવના આદર્શો, સિદ્ધાંત અને આજ્ઞાઓ માનવજાતની સેવાર્થે અમલ કરવા જેમણે જેમણે શુભ અને નમ્ર પ્રયાસ કર્યા છે તેમને હું ફરીથી આભાર માનું છું.
જ્ઞાન, આશીર્વાદ અને આનંદના પ્રેરણાસ્ત્રોત એવા શ્રી સદૂગુરુદેવ પૂ. નાનચંદ્રજી મહારાજના ચરણોમાં મારા વિનમ્ર કટિ કોટિ વંદન !
માનવતાવાદી મહર્ષિ
દ શ્રી રતિલાલ સરખેજ માનવ-જીવનને સાચે મહિમા સમજાવનાર, માનવતાના પુરસ્કર્તા, ગાંધીજીના સિદ્ધાંતના પ્રખર હિમાયતી, શુદ્ધ ખાદીધારી, ઉપાશ્રયની ચાર દીવાલો વચ્ચે રહીને પણ ભગવાન મહાવીરની વાણીને મધ્યમાં રાખી જીવનસાધના એ માનવ જીવનને સાચો મહિમા છે એ બોધ આપનાર ગુરુદેવ નાનચંદ્રજી મહારાજની જન્મ શતાબ્દિ આ વર્ષમાં ઉજવાઈ રહી છે, એવે વખતે એ કૃપાળુ ગુરુ અને મંગળકારી મહાપુરુષના કેટલાક પ્રસંગ યાદ આવે છે.
ગુરુદેવ લીંબડી સંપ્રદાયના હતા પણ સાંપ્રદાયિક ભાવના એમનામાં નહોતી. એ વિશ્વબંધુત્વમાં માનતા. એમના અનુયાયીઓમાં માત્ર જેને જ નહોતા, જૈનેતર પણ હતા. એઓશ્રી વરસેવા પધારેલા અને ચિનાઈના બંગલે ઉતરેલા. જ્યારે ત્યાંથી એમણે વિદાય લીધી ત્યારે ચિનાઈના માતુશ્રી જેઓ વૈષ્ણવ છે તેઓએ તેમ જ અનેક જૈનેતરેએ મહારાજ સાહેબને અશ્રુભીની વિદાય આપી હતી. મંજિલ એક, માર્ગ જુદા
એટલે એમની ઉદારતા અને વિશાળ દિલથી એમણે અનેકેને સાચા જૈન બનાવ્યા હતા. એઓ કહેતા હતા તમે ગમે તેને માને, ગમે તે ધર્મ અપનાવો, મંજિલ એક છે, માર્ગ જુદા છે. મૂળ ઉદ્દેશ મનને નિર્મળ કરવાનું હોય તે કઈ પણ ધર્મને તમે તમારા એકઠામાં બેસાડી શકશે. સંસમરણે
[૧૧] For Private & Personal Use Only
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org