________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનાયબ્રેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ ચીલે શરૂ કર્યો, ત્યારે બીજી બાજુ મને એકધારે છત્રીસ (૩૬) વર્ષ સુધી પૂજ્ય ગુરુદેવને લાભ મળે. ક્રમે ક્રમે વિકાસ કરતાં સાધનાનો માર્ગ ખેડતાં ખેડતાં સંતબાલજીના હદયમાં 9 “મા” એ ગુરુદેવનું સ્થાન લીધું, છતાં ગુરુદેવ પ્રત્યે સદ્ભાવ રાખીને તેમજ સાધુજીવનની મર્યાદા સાચવીને પિતાની સ્વતંત્ર વિચારધારા મુજબ તેઓએ પોતાના ધ્યેયને પાર પાડવા એક જાતની માનવ-જીવનની પાઠશાળા ખેલી છે. જેને વિકાસ અને વિસ્તાર તમે બધા અત્યારે અહીં જોઈ રહ્યા છે. ત્યારે હું મારી રીતે જીવનસાધના કરી રહ્યો છું.” દરિયાવ દિલ, અમીભરી આંખડીઓ અને પ્રસન-પ્રશાંત મુખમુદ્રા, વિશાળ ભાલ અને ખખડધજ કાયાવાળા ગુરુદેવના પટ્ટશિષ્ય તરીકે તેઓએ ગુરુદેવની દશમી પુણ્યતિથિના મુખ્ય અવય્ તરીકે ૧૬–૧૨–૭૪ ના રોજ આટકોટ મુકામે લખીને ઉચ્ચારેલાં વચને એમની મહાનતા પિકારે છે. બાકી મને લાગે છે કે મારાથી સગત ગુરુદેવને અને એમને જે અવિનય, અસાતના, ભક્તિ અને અપરાધ જાયે-અજાણ્યે ધ ને ધૂનમાં થઈ ગયાં છે, તે હું કેમ ભૂલી શકું? સદ્દભાગ્ય મારા એટલાં કે જેવા અજોડ ગુરુદેવ સાંપડ્યા, તેવા જ નાના ગુરુદેવ પૂ. ચુનીલાલજી મહારાજશ્રી અને એમને વિશાળ ચતુર્વિધ સંઘ પણ મારી સહાયમાં ખડે ખડો અચળ રહી શકો ! જેને મહોપકાર કણુ અને કયારે વાળશે? એ સવાલ છે. મારું પોતાનું સમાધાન
- હા, મને પિતાને સમાધાન મળ્યું:- (૧) સંવત ૧૯૯ માં લીંબડી મુકામે ચાર સાડાચાર માસ ગુરુદેવની બીમારી વખતે મારા પૂજ્ય વડીલ ગુરુભ્રાતા ચુનીલાલજી મહારાજશ્રીની સેવાછાયાની લાગણીને લહાવો મળ્યા પછી (ગુરુદેવ અંગે સંતોષ સમાધાન સાંપડયું) અને (૨) મારી ગેરહાજરી છતાં મારી વિનંતીને માન આપી અમારા ગુરુદેવની દશમી પુણ્યતિથિએ ગુંદી પધાર્યા પછી પૂ. ચુનીલાલજી મહારાજના ત્યાં જે સંતોષજનક ઉગારે મારા માટે નીકળ્યા, તે અનેક મુખે દ્વારા જાણીને. (પૂ. ચુનીલાલજી મહારાજશ્રીને મારાથી થયેલા અન્યાય નિવારણનું સંતેષ-સમાધાન સાંપડયું) કાકા કાલેલકરના ઉદગાર
“શિષ્યનિષ્ઠાને લેકરાર નમને નામના તાજા એક સ્મૃતિ લેખમાં કાકાસાહેબે લખ્યું છે :-“ગુરુ મહારાજે શિષ્યની સ્વતંત્રતાની કદર કરી. એને (શિષ્યને) ત્યાગ ન કર્યો. શિષ્ય પિતાની સાધના પિતાની ઢબે ખીલવી અને ગુરુ મહારાજ એને અનુકૂળ થયા. શિષ્ય પિતાની સાધનાના વિકાસના પ્રાગે અજમાવતા જાય અને ગુરુ નાનચંદ્રજી એને અનુકૂળ થઈ મદદ કરતા જાય......(શિષ્યને).......
પિતાને રસ્તે જવાનો આગ્રહ હતે. એની કદર કરી મુનિ નાનચંદ્રજી અનુકૂળ થયા. એવા ગુરુને દાખલે મેં તે બીજે જાણેલ-જોયેલે યાદ નથી એટલે જ મેં ઉપર “અજોડ ગુરુદેવ” એ વિશેષણ અમારા ગુરુદેવ માટે વાપર્યું છે. ધર્મક્રાતિનાં બીજ વાવનાર
જૈન જૈનેતર એવા ગુજરાતના વ્યાપક માનવસમાજમાં અમારા એ ગુરુદેવે ગાંધીજીની વ્યાપક ધર્મભાવનાને આખા યે જૈન (મુખ્યત્વે રથાનકવાસી જૈન) સમાજના માધ્યમે કરીને સુંદર વેગ આપે. જેને લેપ અજમેર સાધુસંમેલનમાં સંવત ૧૯૮૯માં જવાને કારણે યુ.પી. રાજસ્થાન અને મધ્યપ્રદેશ ઉપરાંત ત્યાં ઉપસ્થિત થયેલા વિશાળ સ્થા. જૈન સાધુ વર્ગ અને સમુદાય દ્વારા દેશભરમાં પણ પહોંચતે થઈ ગયે. એમણે આવાં શ્રીમદ્દ પ્રતાપે અહિંસા ધર્મ ઝીલનાર અને આચરી અચરાવનાર વિશ્વ- વંધ વિભૂતિ મહાત્મા ગાંધીજી અને એમણે ઘડેલી કોંગ્રેસ વગેરે મારફતે જે ધર્મક્રાન્તિના બીજ વેર્યા, એમાંથી જ મને નિમિત્ત બનાવીને ભાલનલકાંડા પ્રગનું વિશ્વલક્ષી વટવૃક્ષ ઊભું થઈ ગયું. સદ્દભાગ્યે તે મુખ્ય પ્રદેશ (ભાલનલ કાંઠા પ્રદેશ) વિસ્તારમાં એમના પિતાનાં પાવન પગલાં થઈ ચૂકયાં હતાં ! એમના વિરહાંજલિ કાવ્યની પાંચમી કડીમાં મારાથી કુદરતી રીતે ગવાઈ જ ગયું છેઃ
સ્વપર શ્રેયનાં કાર્યો કીધાં હોંશથી, ધર્મદષ્ટિના વેર્યા બીજ અપાર જો; સંપ્રદાયને વિશ્વવિશાળ સમાજને, રંગ લગાડો રાષ્ટ્રભકિતરસ સાર જે.
દુષ્ટ દૈવ વિકરાળ કાળ તે શું કર્યું? મારા એ વડીલ ગુરુભ્રાતા પૂજ્ય ચુનીલાલજી મહારાજે “સંતશિષ્ય એક રેખાચિત્ર સંવત ર૦૧રમાં એમની સંસ્મરણ
[૧૧૭] Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org