________________
--
| #પા ગુરૂદેવ કવિલય પં. નાનાસજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથસે
R
કલને માટે અવકાશ ઊભો કરનાર માનવ- ધરતી સાથે. એમણે જોયું કે ધર્મ, શબ્દથી બતાવાય નહિ, ક્રિયાથી કંડારાય નહિ અને ઉપકરણોના આશ્રયથી ઉપયોગી બને નહિ. એમણે માનવહૃદયની ધરતી ખેડવા ભગીરથ પુરુષાર્થ કર્યો અને માનવદિલ જગાડવા અને લેકટષ્ટિના કવચ ભેદવા માટે અવિરત શ્રમ ઉઠાવ્યો.
મહારાજશ્રી દુ:ખ દરિદ્રતા, અજ્ઞાનાવસ્થા અને સંકીર્ણતાથી પીડાતા વર્ગ પર ભારે અનુકશ્મા ધરાવતા હતા. તેમણે અનેક ધબકતા હૃદયેને ઠારવા પ્રયત્ન કર્યા છે. દુભાયેલાં અને જકડાયેલાંઓને આશ્રય અને આધારે મેળવવામાં સહાય કરી છે. પરવશતામાંથી મુકત થવા પ્રેરીને સ્વાશ્રયી અને સ્વાવલંબી બનાવવાને પુરુષાર્થ કર્યો છે અને દુઃખ અને દરિદ્રતાને અળગા કરીને સ્વનિર્ભર થવામાં ઉત્તેજના આપી છે.
મહારાજશ્રીએ ઊભી કરેલી અનેક સંસ્થાઓની પ્રવૃત્તિઓ એ યુગમાં માનવતાની મોલાતે પૂરવાર થઈ છે. એ સમયે લીંબડીમાં થાનકવાસી બોડિગ ઊભી કરી. એ સમયના બોર્ડિગના વિદ્યાર્થીઓની ઉજજવળ કારકીર્દિ આજે લીંબડી અને દેશાવરમાં પણ વ્યાપી રહી છે. આ વિદ્યાથીઓએ દેશના ઉત્થાનના કાર્યમાં પણ ભાગ લીધે છે. એ વખતના વિદ્યાર્થીઓમાં “માનવતાના જે બીજ રોપાયા તે આજે પણ ફાલ આપી રહ્યા છે. જવાબ વાળી રહ્યા છે. આ ઉમદા કાર્ય મહારાજશ્રીની યશકલગીરૂપ સર્જન બન્યું.
પૂજ્યશ્રી દેવચંદજી પુસ્તકાલય એ મહારાજશ્રીનું બીજુ એવું જ સર્જન છે. પિતાનું અંગત વિશાળ સાહિત્ય એમણે લોકજીવનને અર્પણ કર્યું. આજે લેકજાગૃતિના જુવાળમાં કિંમતી મદદ આપી રહેલું આ પુસ્તકાલય સમ્પ્રવૃત્તિનું ધામ બની શકયું છે. અનેક આવરણે અને આડખીલીઓ વીધીને એ માનવસેવા માટે સજજ થઈ ઊભું છે. એની પાછળ પૂજ્ય મહારાજશ્રીની આકાંક્ષા, પુરુષાર્થ અને પ્રેરણાને ભારે હિસ્સે પડ્યો છે.
મહારાજશ્રીની એ વિશિષ્ઠતા હતી કે તેઓ સંસ્કારી-વર્ગની સુષુપ્ત અવસ્થાને હટાવી શકતા હતા. તેઓનાં બે વાક્ય પણ વ્યકિતના કર્તવ્યભાનને જાગૃત કરવામાં સફળ થતા. લીંબડી સાર્વજનિક મહિલામંડળ એ મહારાજશ્રીનું ત્રીજું સર્જન છે. હિજરતના મૂઢ મારની કળ લેકજીવનને વળી ન હતી અને આર્થિક જડથી પણ લોકજીવન ઘેરાએલું હતું. એવા વખતે નીરસ, નિષ્ક્રિય અને નિઃસહાય નારીજીવનમાં પૂજ્ય મહારાજશ્રીએ એક ચેતના ઊભી કરી. જીવનને લાગેલી ઉધઈ સમી આ જડતા નિવારવાની તેમણે પ્રેરણા આપી, વિવેક આપ્યા ને સંસ્થા ઊભી થઈ. આ સંસ્થાએ તેના પ્રમથી દસ વર્ષમાં આકર્ષક મનહર કામગીરી બજાવી છે. સંસ્થાએ ક્ષીણ બનેલા નારીસમાજમાં ઉત્સાહ અને વેગ સિંચ્યાં, સક્રિયતા જન્માવી, સ્વાવલંબી બનવાની તક ઊભી કરી, શિક્ષણ, સંસ્કાર અને સામાજિકતાનાં તો ઊભાં કર્યા, સહકાર, સેવા અને એકતા ઊભી કરતી પ્રવૃત્તિઓ કરી. આજે આ સંસ્થાને, પૂજ્ય મહારાજશ્રીની સ્મૃતિ-સમિતિએ કાયમી નિભાવ ફંડની જોગવાઈ કરીને ઉપકૃત કરી છે.
દરેક સંસ્થા-જીવનમાં બનવાની શકયતા હોય છે તે મહિલા મંડળ અંગે બન્યું છે. મહિલામંડળ ઉમા, માર્ગદર્શન અને સથવારાની આજે ઉણપ અનુભવે છે. અને છતાં ય, મહારાજશ્રીએ સૂતેલા નારીસમાજમાં પ્રાણ, પ્રેરણા અને સંસ્કાર ઊભા કરવા જે પ્રયત્નો કર્યા છે તે અફળ ગયા નથી. શેષાયા છે પણ સજીવન થવાની પૂરતી લાયકાત તે હજુ ય ધરાવે છે.
આજ રીતે સાયલા, મુંબઈ, ઘાટકોપર, બેરીવલી અને ઈતર અનેક સ્થળે મહારાજશ્રીની ભાવનાને પ્રતિબિંબિત કરતી અનેકવિધ સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ સજીવપણે ઉપસ્થિત છે. આ સંસ્થાઓ આજે પણ મહારાજશ્રીના નામ અને કામને ઉજ્જવલ રાખી શકી છે.
બાલસુલભ નરવાપણું એ આ પુરુષની સાહજિકતા હતી. પોતાનાં કાર્યો, પ્રવેગે અને ખ્યાલને તેમણે વિચારશદ્ધિની એરણ પર મૂક્યા અને ત્યારે તેમાં કચાસ કે ક્ષતિ લાગી ત્યારે જાહેર રીતે અને મુક્તભાવે તેનું નિદર્શન કરતા ખંચકાયા નથી. આવા પ્રત્યેક સમયે મહારાજશ્રીની નિખાલસતાએ તેમને વધુ સ્વચ્છ, વધુ ઉજજવલ અને વધુ ઉન્નત પુરવાર કર્યા છે. ભાવનાને વશ તેમનું વ્યક્તિત્વ હતું. કેઈવાર ખેંચાઈ જાય, અસર નીપજે, પણ સત્ય પરખાતા એક પળનીય ઢીલ કર્યા વિના મહારાજશ્રી “નીર અને ક્ષીર”ને જુદા પાડી નાખતા કદી અચકાયા નથી.
“કાન્તિ’ શબ્દ અનેક ઠેકાણે વપરાયેલ જોવાય છે. આવેગ, તુચ્છકાર અને તીવ્રતાથી ભરેલે આ શબ્દ આજે કેટલે [૧૧૪]
વ્યકિતત્વ દર્શન For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org