________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનત્રયન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ છે.
- ગુરુભકિતની ઉદ્દાત્ત ત મહારાજશ્રીના હૃદયમાં પ્રગટેલી હતી. શ્રવણની ગુરુભકિત તે દિવસે લેકજીભે ચડેલી કથા હતી. એ કથા અનુપમ લાગતી અને હૃદયમાં અકથ્ય ભાવ નિપજાવતા. આ શ્રવણુ કાણુ હશે? કે હશે ? તેના અંતરમાં પ્રેમની રસધારા કેવી વહેતી હશે ? તેના હૃદયમાં કેવા ભાવ ઉભરાતા હશે?
આવી કલ્પનાથી ઉભરાતા હૃદયમાં એક પ્રતિકૃતિ નજર સામે ઉપસ્થિત થઈ જતી. એ મૂર્તિ મહારાજશ્રી નાનચંદ્રજી મહારાજની હતી. મૂર્તિમંત શ્રવણ નજર સામે જાણે હાજર થયા. હૃદય વંદતુ, શિર નમતું અને અંતર ઓગળતું હતું. આ અનુભવ એ પણ એક જીવનડ્ડાણ હતી. એ હૃદયની અનુપમ રિનગ્ધતાને આવિર્ભાવ હતે. શબ્દોમાં ઉતારી ન શકાય તેવી ગુરુની ભકિતભરી સુશ્રુષા લીંબડીના ઉપાશ્રયમાં દિવ્ય વાતાવરણ સર્જી રહી હતી. માનવહૃદયમાં પડેલાં કમળ તની અભિવ્યકિત થઈ રહી હતી. સુષુપ્ત બનેલાં અનેકના હૃદયમાં તે માનવતાના અંકુરે જન્માવી જતી હતી.
ગુરુભકિતનું આ અદ્દભુત ઉદાહરણ લીંબડીના માનવત ઉઘાડવામાં ઘણાં અંશે કારણભૂત બન્યું છે. ગુરુ અને શિગની અદ્દભુત બેલડીનું આ હદયાકર્ષક ચિત્ર આજે પણ આંખ સામે તરવરી રહે છે. બે દેહ પણ એક આત્માને અનુભવ કરાવતી આ જીવનધારા એ માનવજેતા બનીને અનેક હૃદયમાં પ્રેરણા અને પ્રકાશથંભ બની છે.
જૈન ફીરકાના એ સાધુ હતા. સાધુના આચાર-વિચારમાં ગુંથાએલા હતા. કેટલીક શ્રમણચિત ક્રિયાઓ એમના માટે અનિવાર્ય ગણતી. એ મર્યાદાઓ સાધુઓ માટે લક્ષ્મણરેખા ગણાતી.
મહારાજને વાંદવા હજારે આવે છે. સંઘના સંઘે ટેળે મળે છે. લીંબડીમાં આ વર્ષોમાં આવા ઉત્સવ ખૂબ જોવા મળતા હતા. કોલાહલ અને ક્રિયા ધર્મને ઉભરે અને હતે.
લીલોતરીમાં ‘વ’ વસે છે અને તેના પણ જતન કરવા સુધીની સૂક્ષમતા એ જૈન ધર્મનું આગવું મૂલ્યાંકન છે. આવી સૂક્ષમતા જીવનની સંવેદનામાં પરિણમવાને બદલે ક્રિયાકાંડ રૂપે પ્રરૂપવતી જોઈને મહારાજશ્રીનું હૃદય કકળે છે. લીલેતરીનાં જતન કરતા જૈન સમાજની હૃદય-શૂન્યતા તેમનું હૃદય ભેદે છે. શુષ્ક શૂન્યતા અનુભવતા અને રૂઢિની બેડીથી જકડાએલાં જીવનમાં માનવતાની ઉણપ આ સાધુ પુરુષને ગૂંગળાવે છે. જૈન કહેવરાવવાના અધિકારની યથાર્થતાને પડકાર એમના હૃદયમાં પેદા થાય છે. મહાવીરની અહિંસા માનવહૃદયેના વેરાન રણમાં ઉગે તે વાત માનવા આ યુવાન સાધુ ના પાડે છે.
એને આ આર્તનાદ વ્યાખ્યામાં અને વાતેમાં પ્રગટ થાય છે. તે અસંદિગ્ધ ભાષામાં સંભળાવે છે. “તમારા સંસારજીવનમાં જે માનવતા નથી, માનવ પ્રત્યે આત્મીયતા નથી, તે જૈનધર્મની સૂક્ષ્મ અહિંસા તમે ક્યાંથી સમજવાના છો? અહિંસાના સાચાં મૂલ્ય સમજ્યા વિના, જીવનમાં ઉતાર્યા વિના, થતી ધર્મક્રિયાઓ, પચ્ચકખાણે, ઉપવાસ અને તપના ખ્યાલે તમારી આત્મવંચનાના કારણરુપ બનશે.” ક્રિયાકાંડની પરંપરા પર તેમણે પ્રહાર કર્યા. ઉપાશ્રયની આધારશિલાઓ હલબલી ઊઠતી અને વાતાવરણમાં ઉત્તેજના ફેલાઈ રહેતી.
રાજશ્રીના આ પ્રભાવયુક્ત વાગ્ધારાની અસર સંધ પર થતી અને સમુદાય પણ આ રંગે રંગાતે હતે. જેનધર્મના ફરકાભેદના વલણ સામે તેમણે જેહાદ જગાવી. દેરાવાસી, સ્થાનકવાસીનાં ભેદ સામે તેમણે હૃદયની આગ ઠાલવી. સમાજને પ્રશ્ન કર્યા. એક ધર્મના અનુયાયીઓ વચ્ચેના વિવાદ, વિતંડાવાદ અને વિખવાદ ઓગાળવાની ચેતના જીવંત નહિ હોય તે, “જીતે તે જૈન” આ સાચે જૈન કયાંથી પ્રગટશે?
ધર્મભેદના ખ્યાલને જર્જરિત કરવામાં આ પુરુષને અનન્ય ફાળે છે. તે વખતનું લીંબડી તેની અવરજવરથી ઉભરાતું હતું. જૈન ધર્મમાં આધ્યાત્મિક અવતરણે ઉતરે નહિ, તે ધર્મ બને નહિ.
મહારાજશ્રીએ સંસારીઓને તેમના સંસાર જીવન અને સામાજીક જીવનને તપાસવાની, અને સંસ્કારવાની શીખ સદાય આપી છે. આ પ્રાજ્ઞ પુરુષે બુલંદ પડકાર કર્યો કે હયાની ભૂમિ ખેડશે નહિ, સંસ્કારશે નહિ, ભીની કરશે નહિ, અને માનવતાનાં ઉમદા બીજ વાવશે નહિ ત્યાં સુધી તમારી જીવન ધરતી કદી ફળશે નહિ. મહારાજશ્રીના આવા વલણને કેટલાકે એ સામાજિક કાર્ય તરીકે વર્ણવ્યું છે. આ એક ભ્રાન્તિ હતી. એ પુરુષને સંબંધ હતો ધર્મ અને આધ્યાત્મિકતાના સંસ્મરણે
[૧૧૩] Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org