________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાં ચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ વ્યસને ત્યાગ કરવાની બાધા લીધી. તે વખતે કચ્છમાં ચા અને કસુંબો (અફીણ) પીવાને ઘણે રિવાજ હતું. તે પ્રવચનમાં તેમનાથી થતું નુકશાન અને ચા અને કસુંબા પીનારની લાચારી વિ. સાંભળી સમાઘોઘાના દરબારે સુદ્ધાં તેમજ જૈન જૈનેતરોએ ચા ન પીવાની, દારૂ તથા કસુંબ ન પીવાની, અને જુગાર ન રમવાની જીવનભરની પ્રતિજ્ઞા લીધી.
ત્યાર પછી પૂજ્યશ્રી કપાયા બાજુના ગામમાં પધાર્યા હતા. ત્યાં પણ જાહેર પ્રવચને થયા અને તેમાં ઘણી જાગૃતિ આવી. આમ પૂ. મહારાજશ્રીના કચ્છમાં પદાર્પણથી કચ્છની પ્રજામાં અનેરે ધર્મોત્સાહ પ્રગટો હતે.
આવા સંતપુરુષને અમારા નમ્રતાભર્યા પ્રણામ.
સંત જીવનની અમૃતધારા
-
શ્રી ગિરધરલાલ ઉગરચંદ પરીખ
પૂજ્ય મહારાજશ્રી નાનચંદ્રજી મહારાજની જન્મશતાબ્દિ આવે છે ત્યારે, સાઠથી વધુ વર્ષો પહેલાંના સમયની સૃષ્ટિ નજર સમક્ષ ખડી થાય છે.
લીંબડીમાં જૈનધર્મની બોલબાલા હતી. ઉચ્ચ કોટિના અનેક મુનિવરે અને સાધુઓથી લીંબડી (સ્થાનકવાસી) ઉપાશ્રય ઉભરાતે હતે. ધર્મ પરત્વેની ઊંડી અભિરુચિ એ અમારા કુટુંબની વિશેષતા હતી. સાંપ્રદાયિક ધર્મના પંથ ભેદીને અધ્યાત્મ માર્ગના અનેક સાધુ-સંન્યાસીઓ અમારા ઘર આંગણે આવતા. ઉપાશ્રય તરફ અમારા ઘરની વ્યક્તિઓ વળેલી હતી અને છતાં અમે રૂઢિગત સ્થાનકવાસીમાં ગણાતા ન હતા. ધર્મની ક્રિયાઓ કર્મકાંડમાં અમે ઓતપ્રોત થયેલા ન હતા. એનાં કારણોની બહુ ગમ નથી. કદાચ જૈનધર્મના ઊંડાણભર્યા તેની અનુભવગમ્ય સ્થિતિની અમારામાં ઉણપ હોય કે કિયાધર્મ પરત્વે હૃદયમાં રુચિ ઊભી થઈ ન હોય.
એ દિવસોમાં એક તેજસ્વી પ્રતિભા ઉપસિથત થઈ. પ્રેમ અને વાત્સલ્ય વેરતું અદ્ભુત વ્યક્તિત્વ, અલૌકિક કંઠમાધુર્ય, માનવતા ઝરતી મુખપ્રભા અને નજર પડતાં જ હૃદયમાં આકર્ષણ જન્માવે એવી તેમની પ્રતિભા હતી. યુવાન વય, પ્રભાત્પાદક બુદ્ધિકૌશલ્ય, સદાય સ્મિત વેરતું પ્રસન્ન વદન અને દિવ્યાનંદનાં તેજ રેલાવતાં નયનેથી નાનચંદ્રજી મહારાજનું વ્યક્તિત્વ શોભતું હતું. લીંબડી સંઘાડાના ગાદિપતિ પૂજ્ય શ્રી દેવચંદ્રજી મહારાજ આજારી બન્યા અને દેહથી પરવશ થયા. લીંબડીમાં સ્થિરવાસ અનિવાર્ય બન્યા. તેમના પરમ શિષ્ય મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ સાથે પૂજ્યશ્રી લીંબડીના ઉપાશ્રયમાં સ્થિરવાસ રહ્યા.
દિવ્યતા રેલાવતું, માધુર્ય વેરતું અને આધ્યાત્મિકતાના ઓજસને પ્રતિબિંબિત કરતું એવું એ વાતાવરણ હતું. પૂજ્યશ્રી પિતાની જાતે આંગળી પણ હલાવી શકે નહિ તેવી સ્થિતિમાં હતા. પરમશિષ્ય તેમના પરિચારક હતા. પૂજ્યશ્રીની સુશ્રુષા એ તેમની પળેપળની જીવનસાધના હતી. પૂજ્યશ્રીનું બીછાનું, સાધને અને વસ્ત્રો પર નજર પડે તરત જ સમજાય કે હૈયાનું હર નીચવીને સુશ્રુષા કરતી કોઈ વ્યકિત અહી પરિચર્યા કરી રહી છે.
- પૂજ્યશ્રીનું મુખ પણ જકડાઈ ગયેલું. મુખમાંથી લાળ ઝર્યા કરે. પણ તેને એક છ-એક ડાઘ કે અસ્વચ્છતાને અંશ પણ તેમને પૂજ્યશ્રીની શય્યા કે વસ્ત્રો પર જોવા મળે નહિ. મહારાજશ્રી નાનચંદ્રજી મહારા
નહિ. મહારાજશ્રી નાનચંદ્રજી મહારાજ અનેક પ્રવૃત્તિઓથી વીંટળાયેલા હોય. ગામના અને બહારના અનુયાયીઓના ટોળાં વચ્ચે વિરાજતા હોય અને અનેકવિધ પ્રવૃત્તિઓ વચ્ચે તેઓ કિયામગ્ન બની રહ્યા હોય, ત્યારે પણ તેમનું હૃદય અને નજર પૂજ્યશ્રી પર કેન્દ્રિત થયેલાં જ રહેતાં. પૂજ્યશ્રીની વાચા બંધ હતી પણ ગળાના એક નાના સરખા અવાજથી પણ મહારાજશ્રીનું લક્ષ ત્યાં ખેંચાય. મહારાજશ્રીનું માધુર્ય ઝરતું વ્યાખ્યાન ચાલતું હોય, શ્રોતાઓને મંત્રમુગ્ધ થઈને સાંભળતા હોય અને મહારાજશ્રી એકધારી અમૃતવાણીનો ધોધ વહેડાવી રહ્યા હોય એ પળે પણ પૂજ્યશ્રીની શય્યા પર સળવળાટ થાય તે મહારાજશ્રીના કર્ણ અને નયન તરત જ ગુરુદેવ તરફ વળે. પૂજ્યશ્રીની શય્યા પાસેથી આવેલ સળવળાટનાં કારણ શમ્યા પછી જ વ્યાખ્યાન શરૂ થાય. [૧૧]
વ્યકિતત્વ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org