SearchBrowseAboutContactDonate
Page Preview
Page 796
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ બે હતા. પૂજ્ય મહારાજશ્રીના પ્રવચનમાં લેાકોની ભીડને લઈને નાના પડતા હોઈ તેઓશ્રી પાતાના શિષ્યપરિવાર સાથે ધ્રાંગધ્રાના મોટા દેરાસરવાળા ઉપાશ્રયમાં ઉતર્યા હતા. તે સમયે શ્રી સતબાલજીના શતાવધાનના પ્રયોગા જાહેર જનતાને બતાવવાનો જાહેર કાર્યક્રમ ગાઢન્યા હતા. તે કાર્યક્રમ ધ્રાંગધ્રાની સર અજીતસિંહજી હાઈસ્કૂલમાં રાખવામાં આન્યા હતા. તે વખતે ધ્રાંગધા રાજ્યના – રાજવી ઘનશ્યામસિંહજીને પણ આમંત્રણ આપવામાં આવ્યુ હતુ અને તેઓશ્રી પોતે આ શતાવધાનના કાર્યક્રમમાં સર અજીતસિંહજી હાઈસ્કૂલમાં સહ ઉપસ્થિત રહ્યા હતા. અવધાનના વિવિધ પ્રયોગાની પ્રાથમિક સમજ પૂજ્ય મહારાજશ્રીના નિવાસસ્થાને મેટા દેરાસરમાં ઉપાશ્રયમાં આપવામાં આવતી હતી. અને ધ્રાંગધ્રા રાજ્યના કેટલાક અમલદારો તથા ત્યાંના સરઅજીતસિ’હજી હાઈસ્કૂલના વિદ્વાન આચાર્ય શ્રી જટાશકર એમ. દવે પણ પૂજ્ય મહારાજશ્રીની સાન્નિધ્યમાં આવેલ હતા. અવધાનના પ્રયાગાની અગાઉ થાડા દિવસેા ધ્રાંગધ્રાનું વાતાવરણ અહુ ઉત્સાહમાં આવી ગયુ હતુ. જૈન-જૈનેતર જનતા સારા એવા પ્રમાણમાં મહારાજશ્રીના પ્રવચનમાં આવતી. ત્યારે કેટલાક જૈનેતરો શ્રીફળ લઈને પૂજ્ય મહારાજસાહેબની ભકિત ક્રરવાની ભાવનાથી સાથે સાથે ચાલતા. ત્યારે મહારાજશ્રી એવા ભાવિક લેાકેાને નરમાશથી અને કોમળતાથી સમજાવતા હતા કે અમે જૈન મુનિએ છીએ અને અમને શ્રીફળ વગેરે કાંઇ કલ્પે નહીં. ધ્રાંગધ્રાથી સર અજીતસિહજી હાઈસ્કૂલમાં શતાવધાનના પ્રયાગ વખતે રાજવીએ પણ એક પ્રશ્ન પૂછ્યા હતા. તેના યથા જવાબ શેાધી આપવા માટે શ્રી સતબાલજી મનેામ થન કરી રહ્યા હતા. જનતા ઉત્સાહ અને આતુરતાથી તે પ્રયોગોના યથાક્રમે જવાબ સાંભળી રહી હતી. તે વખતે શ્રી ઘનશ્યામસિહજીએ બીજી સભાઓમાં વર્તે તેમ એક ‘ચીર્ટ’ ખીડી પોતાના ખિસ્સામાંથી બહાર કાઢી અને તે વખતે ત્યાં અને ત્યાં સહજભાવે સળગાવી. આ પાપક્રિયા કહેવાય અને આ સાવદ્ય ક્રિયા તે પણ એક જૈન મુનિની હાજરીમાં જ. આ વખતે બીજા ઘણા જૈના પણ હાજર હતા તે કોઈ કઈ મેલ્યા નહીં પણ પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજ તે આ ધ્રાંગધ્રાના મહારાજાની સામે જ બેઠા હતા અને તેથી તેમના ધ્યાનમાં આ વસ્તુ તરત જ આવી. તેઓએ રાજવી સાહેબને સ ંબધીને કહ્યુ ‘રાજન્ ! અમે સૌ આપશ્રીના મકાનમાં બેઠા છીએ. આ એક ધાર્મિક કાર્યક્રમ છે. અહી' અમારી હાજરીમાં કોઇ પણ પાપક્રિયા થવી ન જોઈએ. આપશ્રી જો અમારા ધર્મસ્થાનકમાં બિરાજતા હોત તો અન્ય કોઈએ આપને જણાવ્યું હોત. અહીંયા બીડી ન પીવાય. આટલું કહ્યુ ત્યાં તે ધ્રાંગધ્રાના રાજવીએ તરત જ બીડી ઓલવી નાખી અને પોતાને આવી ખબર ન હેાવાથી ક્ષમાના ભાવા વ્યકત કર્યા અને શતાવધાનોના પ્રયોગો આગળ ચાલ્યા. આ વખતે ઉપસ્થિત રહેલી સમસ્ત જનતાએ પરમપૂજ્ય મહારાજશ્રીની અપૂર્વ નીડરતા અને રાજવીશ્રી ઘનશ્યામસિંહજીની નિખાલસતાની આશ્ચયપૂર્વક પ્રશ ંસા કરી. આવા એ નીડર અને ઉદાર સંત હતા. વ્યસનાથી મુક્ત કરાવનાર સદ્દગુરુ શ્ર્વ હીરજી માલશી ભેદા સંવત ૧૯૮૫ માં પૂ. સંતબાલજી મહારાજશ્રીને દીક્ષા આપીને પૂ. ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહારાજ કચ્છમાં સ. ૧૯૮૬ માં પધાર્યા. ત્યારે મુદ્રા તાલુકાના અમારા સમાઘાઘા ગામમાં તેમના પુનીત પગલાં થયા, તે વખતે મારી ઉંમર દસ વર્ષની હતી. પૂ. મહારાજશ્રીના પ્રવચના માનવતાભર્યો થતા હોવાથી એટલાં બધાં લેાકપ્રિય હતા કે ઉપાશ્રયમાં જગ્યા જ ન મળે. વ્યાખ્યાનનો સમય થતાં પહેલાં આખા હોલ ચિક્કાર ભરાઈ જતા. ત્યારે અમારા ગામમાં દરબારીની–રજપૂત ગરાસિયાની ઘણી વસતિ. પૂ. મહારાજશ્રીના પ્રવચનેા સાંભળવા દરબારી તેમજ અન્ય જૈનેતરો પણ પુષ્કળ આવતા. તે વખતે કાર્યકરોએ જાહેર વ્યાખ્યાના ગાઠવ્યા. શેઠીઆવાડીમાં પૂ. મહારાજશ્રીએ ત્રણ પ્રવચનો આપ્યા. તેમાં સાત વ્યસનના ત્યાગનું પ્રવચન સાંભળી જનતા એટલી બધી પ્રભાવિત થઈ કે તેજ સમયે ઘણા ભાઈ બેનાએ ઘણા સ સ્મરણા [૧૧૧] www.jainelibrary.org Jain Education International For Private Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy