SearchBrowseAboutContactDonate
Page Preview
Page 795
Loading...
Download File
Download File
Page Text
________________ - પૂજ્ય ગુરુદેવ કત્રિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ આપણે પણ સર્વધર્મ અને સર્વ જી પ્રત્યે સમભાવ અને મૈત્રીભાવ કેળવીને આ પરમપુરુષને સાચી શ્રદ્ધાંજલિ આપી શકીએ. ધર્મના ક્ષેત્રમાં માયાને અને પ્રદર્શનને તિલાંજલિ આપી સર્વત્ર હૃદયમાં ધર્મની સ્થાપના કરી વીરપ્રભુનું તેમજ ગુરૂદેવનું યત્કિંચિત્ ઋણ ચૂકવી શકીએ છીએ. વાંકાનેર જૈન સમાજ ઉપર ગુરૂદેવના ઉપકારો જ શ્રી હરખચંદ વલમજી કવિવર્ય પંડિતરત્ન તથા સંતશિષ્યના નામે જે ગુરુદેવને સંબોધવામાં આવતા તે પૂજ્ય નાનચન્દ્રજી મહારાજશ્રીના જીવન વિષે તેમના ભક્તજને, અનુયાયીઓ અને પરમરાળી વ્યક્તિઓ તરફથી ખૂબ કહેવામાં આવ્યું હોય તે સ્વાભાવિક છે. તેમનું ભવ્ય લલાટ, આકર્ષક અને મોહક ભરાવદાર મુખમુદ્રા. તેજસ્વી આંખો અને પડછંદ કાયાથી વિભૂષિત બનેલાં. પૂજ્ય ગુરુદેવના પરિચયમાં જે જે વ્યકિતઓ આવતી તે તેમનાથી ખૂબ જ પ્રભાવિત થતી. તેમની રોચક અને મુગ્ધ કરનારી વાણી, તેમના ગળામાં રહેલું સુરીલું સંગીત, તેમને અને અભિનય અને વાછટાથી સૌ કોઈ મુગ્ધ બની જતાં અને કલાકના કલાક સુધી તેમને સાંભળવા માટે ઉત્સાહિત બનતા. પૂજ્ય ગુરુદેવે જૈન દીક્ષા અંગીકાર કરેલી છતાં તેમને મહાન સામાજિક સુધારક તરીકે સૌ કઈ પીછાનતાં. યુગના પરિવર્તનની સાથે સારા સમાજમાં ચાહે પુરુષવર્ગ હોય, સ્ત્રી વર્ગ હોય કે યુવાને હોય તે દરેકમાં પરિવર્તન આવવું જ જોઈએ એવી મકકમ વિચારધારા તેઓ હંમેશા રજૂ કરતા. સમાજની કચડાયેલી, દુભાયેલી ત્યકતા અને આંસુ સારતી વિધવા બહેનોના ઉત્કર્ષ માટે સમાજના આગેવાની શું ફરજ હોઈ શકે તે મકકમપણે સમજાવી અને તેને સુંદર ઉકેલ પિતે શેધી આપી માર્ગદર્શન આપતા, જે આજે સમાજને ખૂબ જ હિતકર નીવડેલ છે. સમાજમાં ચાલતી કુરૂઢિઓ અને કુરિવાજો દૂર કરવા-કરાવવા ખૂબ જ નિર્ભયતાથી, નીડરતાથી તેઓશ્રીએ અનેક પ્રયત્ન કર્યા છે. તે રિવાજોને તિલાંજલી આપવા માટે તેમણે મહત્ત્વને ફાળો આપે છે. નિરાધાર અને નિઃસહાય જૈન બહેને કેમ સ્વાવલંબી બને, અને પિતાના જીવનનિર્વાહ માટે પિતાના પગ ઉપર ઊભી રહી શકે તે માટે અનેક સ્થળોએ શ્રાવિકાશાળાઓ સ્થપાવી, બહેનનાં દુઃખ દૂર કરવામાં સુંદર ફાળો આપે છે. પૂજ્ય સાહેબ પિતે એટલા બધાં નીડર હતાં કે ગમે તેવી મહાન વ્યકિત સામે પ્રત્યક્ષ જે કાંઈ કહેવાનું હોય તે સ્પષ્ટ રીતે કહેતાં અચકાતા નહિ. જેના અનેક દાખલાઓ અંગત રીતે અનુભવેલ છે. કાંતિકારી વિચારો રજૂ કરવામાં ગમે તે પ્રકારને સામનો કરવામાં આવે તો પણ ખૂબ જ દઢતાથી પિતાના વિચારે પિતે રજૂ કરતા અને શ્રોતાજનો ઉપર અને પ્રભાવ પાડતા હતા. અમારા સંઘ ઉપર તેમને મહાન ઉપકાર છે. તેમના પુનિત પગલાંથી વિશ્રાંતિભુવન તથા મતીબેન પૌષધશાળામાં સુંદર આરાધના થાય છે તે તેમની પવિત્ર પ્રેરણાનું જ ફળ છે. વાંકાનેરનું તેમનું સંવત ૨૦૦૯નું ચાતુર્માસ ખૂબ જ યશસ્વી બન્યું હતું. આવી વિરલ વ્યકિતની સારાએ જૈન સમાજને જીવનભર ખોટ સાલ્યા કરશે. રાજાઓના પ્રતિબોધક મહારાજશ્રી પરમાનંદ ઊજમશી શાહ આજથી લગભગ ૪૩ વર્ષ પૂર્વે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજ ધ્રાંગધ્રા શહેરમાં પધાર્યા હતા તે વખતે શ્રી ચુનીલાલજી તથા શ્રી સંતબાલજી મહારાજ સાહેબ સાથે જ હતા. ત્યારે ધ્રાંગધ્રામાં સ્થાનકવાસી જૈન ઉપાશ્રયે [૧૧] વ્યકિતત્વ દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy