SearchBrowseAboutContactDonate
Page Preview
Page 794
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ જીવનના ક્રાંતા અને નિલે પી યાગી શ્રી નવીનચંદ્ર અજરામર દોશી પૂ. નાનચંદ્રજી મહારાજના નામનું સ્મરણ કરતાં હૃદય અત્યન્ત પ્રસન્ન થાય છે. તેમનું જીવન ગંગા જેવું નિર્મળ અને પવિત્ર હતું અને હૃદય માતા જેવું વાત્સલ્યથી ભરપૂર હતુ. આજથી ૪૦ વર્ષ પહેલાં પૂ. ગુરુદેવ નાનચંદ્રજી મહારાજ આગ્રામાં બિરાજતા હતા ત્યારે હું અને મારા પિતાશ્રી અજરામર દોશી ઉત્તર ભારતની મુસાફરીએ નીકળ્યા હતા, તે સમયે સતબાલજી એટલે મુનિ સૌભાગ્યચંદ્રજી ખીમાર હતા. તેથી ગુરુદેવે મારા પિતાજીને કહ્યું-તમારા દીકરાને દોઢ માસનું વેકેશન છે તેથી જો તમે ગુજરાત તરફના વિહારમાં સાથે રહેા તે સારુ’. મેં' તે પિતાજીને તુરત જ આ વાત સ્વીકારી લેવા આગ્રહ કર્યો અને અમે લગભગ દોઢ માસ સુધી ગુરુદેવની સાથે વિહારમાં રહ્યા અને દિલ્હી જવાનું રદ કર્યું. વિહારમાં ગુરુદેવ જાહેરમાં વ્યાખ્યાના આપતા. દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી ભાઈઓ તેમજ જૈનેતરો સહુને મધ્યસ્થષ્ટિથી સમભાવથી સમજાવતા. મને તેઓશ્રીની સેવા કરવાના લાભ મળ્યા હતા. તેના પ્રતાપે આજે મને અનેક પ્રકારે સુખશાંતિનો અનુભવ થયેલ છે. આજે પણુ પૂ. નાનચંદ્રજી મહારાજના નામ અને ગુણુસ્મરણ કરતાં અમે પુલકિત થઈ એ છીએ. હું જૈનધર્મના પડિત તથા સંસ્કૃત અને અર્ધમાગધીના અધ્યાપક થયા તેમાં ગુરુદેવના આશીર્વાદ સતત મને મળ્યાં કર્યા છે. ગુરુદેવશ્રી તેમના વ્યાખ્યાનોમાં કયારેક કચ્છના મેકબુદાદાની તા કયારેક સૌરાષ્ટ્રના અનેરા સંતની કથા કહેતા. તેઓ પોતાના જીવનથી પણ સમજાવતા કે જગતમાં દ્રષ્ટાભાવે, અલિપ્તપણે રહેવાથી ચિત્તમાં પ્રસન્નતા ઉત્પન્ન થાય છે. આ વાત તેએ વિશિષ્ટ રીતે સૂક્ષ્મતાથી સમજાવતા. પૂ. સતબાલજી સાથે રહેવાથી દરરોજ મને સંસ્કૃતના શ્લોક મુખપાઠ કરવાની ટેવ પડી અને તેથી મને અભ્યાસમાં ઘણા લાભ થયા. ગુરુદેવનું જ્ઞાન અત્યન્ત વ્યાપક હતું. વિભિન્ન મતવાળા તેમજ પૂર્વાગ્રહી કેટલાંય લાકે ગુરુદેવ પાસે આવતા પરંતુ તેમની મધુર વાણી સાંભળી કેટલાક તે તેમના ભક્ત અને પ્રેમી બની જતા. મુહપત્તિ મુખ પર બાંધનાર સાધુ આટલા પ્રભાવશાળી હાઈ શકે એ વાત તે દિવસેામાં અપૂર્વ લાગતી. ગુરુદેવ અનેક રીતે ક્રાંતિકારી હતા. કોઈ ધર્માંનું ખંડન કર્યા વિના બુદ્ધ-ભગવાનની શૈલીએ તેએ જીવનની હિતકર વાતા શ્રોતાઓના મગજમાં ઠસાવી દેતા છતાંયે તેઓશ્રી વીરપ્રભુનાં તપ સંચમના અનન્યપ્રેમી હતા. તેમને મન કોઈ માનવી પરાયે નહાતા. બધાંને તેઓ આત્મવત્ સમજતા. અમારા ગૃહપતિ દક્ષિણામૂર્તિ ભવનમાં તે સમયે મનુભાઈ પંચાળી હતા. તેમને પણ પૂ. મહારાજ શ્રીનો પરિચય થયેલેા. તેઓ કહેતા કે નાનચંદ્રજી મહારાજ ક્રાંતિકારી પુરુષ છે. પ્રજાને વ્યસનમાંથી છેડાવવા, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિને રસ્તે ચડાવવાં તે તેમના જીવનનું એકમાત્ર લક્ષ્ય હતું. ગુરુદેવનાં ભક્તિભાવભર્યા અનેક ભજનો કડસ્થ છે તેમાં દૂર કાં પ્રભુ દોડે તું મારે રમત રમવી નથી; આ નયનખધન છેાડ તુ' આવી રમત રમવી નથી. આ કડીઓમાં ગુરુદેવની મુમુક્ષુતાના ખરો પરિચય થાય છે. તેઓશ્રી શાસ્ત્રોનાં વચના જ જીવનમાં પ્રત્યક્ષ સિદ્ધ કરનાર વૈજ્ઞાનિક હતા. સમેાય સવ્વભૂએસ તસેસુ થાવરંતુ ય’ તેમજ દેવાવિ ત નમસતિ જસ ધમ્મે સયા મણેા’ આ તે તેમના જીવનમંત્ર બની ગયા હતા. મારા ધર્મપિતા શેઠ હરગોવિંદ રામજી શાહ જેમના પિરચય મને ખૂબ ગાઢ હતા. તેઓ અનેકવાર ગુરુદેવની જ્ઞાનગરમાની વાતા સભળાવતા. વિશ્વની વત્સલતા તે ગુરુદેવને સહજગુણરૂપે દીક્ષા સમયે જ મળી ગઈ હતી. સંસ્મરણા Jain Education International For Private & Personal Use Only [૧૯] www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy