________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
અપ્રમત્ત અને સેવાભાવી સાધક
શ્રી ચુનીલાલ લક્ષ્મીચંદ ડગલી
કવિવર્ય ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબના દર્શન અને પ્રવચનનું નાનપણથી મને અજબ આકર્ષણ હતું. પુ. આચાર્ય મહારાજ શ્રી દેવચંદ્રજીસ્વામીને પક્ષઘાતની બીમારી હતી. બિલ્કુલ પરવશ અને પથારીવશ હતા. એમની સેવામાં ગુરુદેવ ૯-૧૦ વરસ એકધારા લીંબડીમાં રહ્યા. પડખું ફેરવવુ, કપડાં બદલવા, બળખા કાઢવા વિ. દરેક સેવા ગુરુદેવ જાતે જ કરતા.
વ્યાખ્યાન હાલમાં વ્યાખ્યાનની પાટ પાસે જ આચાર્ય મહારાજશ્રીની પાટ રહેતી. ચાલુ વ્યાખ્યાનમાં ખેલાવે ‘નાનચંદ્રજી’!, ત્યાં ગુરુદેવ‘જી’, મહારાજ! કહીને વ્યાખ્યાનનું પૂ ું નીચે મૂકીને તેમની સેવા બજાવતા. જેવુ તે કામ પતતુ કે તુરત જ પાછું વ્યાખ્યાન ચાલુ કરી દેતા. પરંતુ તન્મયતા એવી હતી અને ગુરુકૃપાથી સ્મરણશકિત એવી હતી કે વ્યાખ્યાનના દાર જ્યાંથી તૂટયા હાય ત્યાંથી જ સાંધીને તે જ વિષય પર ખેાલવાનું ચાલુ કરી દેતા. આવી સેવા કરતાં તેમને કદી કંટાળા આવતા નહિ પરંતુ પ્રસન્નતાથી સેવા કરતા.
ગુરુદેવ પાતે ગુરુસેવા, વ્યાખ્યાન, ગૌચરી એકલે હાથે બધુ પતાવી પછી જે સમય મળતો તેમાં એક મિનિટનો પણ પ્રમાદ સેવતા નડ્ડી, નવું નવું વાંચવું, જાણવું, વિચારવું એવી સતત જિજ્ઞાસા તેમને રહેતી. તેથી અરિવંદના અંગ્રેજી પુસ્તકાનુ તથા થીએસેફીષ્ટ એની એસેન્ટના પુસ્તકાનું વાંચન છેટાલાલ હરજીવન ‘સુશીલ’ પાસે બેસીને રાજ રાત્રે કરતા.
ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત ભાષાના અભ્યાસ ઉપરાંત તે ભાઈ સારું' બંગાળી જાણતા. મને યાદ છે કે ફકત ૪ મહિનામાં જ તે પુસ્તકનુ તેઓએ ગુજરાતી અનુવાદ કરી પ્રગટ પણ કર્યું હતું.
પૂ. મહાજશ્રીને સંગીત પ્રત્યે અનહદ પ્રેમ હતા. રાગરાગણીના વિશાળ અનુભવ હતા. તેમની પાસે સંગીત નિષ્ણાત એક મુસલમાન ભાઈ રાજ આવતા અને તેમની પાસેથી સંગીતના પાઠ લેતા.
બંગાળી ભાષા પણ શીખતા. ત્યાં એક રાયજીસારું બગાળી શીખી ગયા હતા. એક બંગાળી
તેમણે સામાજિક સુધારા માટે, જાગૃતિ માટે ઠેર-ઠેર ઉપદેશ કર્યા, કુરૂઢિઓ પર ખૂબ પ્રહાર કર્યા. રડવા-ફૂટવાના રિવાજો એવા હતા કે અણુસમજુ બહેનો વિધવા થતાં ભાત સાથે માથું પછાડતી અને છાતી એવી ફૂટતી કે તમ્મર ખાઇ બેહોશ બની જતી. કેટલીક જગ્યાએ તો ખાસ રડવા માટે અમદાવાદથી સ્પેશ્યલ બેનેને ખેલાવવામાં આવતા. આ બધુ અધ કરાવ્યું. મરણ પાછળ જમણ, કરજ કરી દાડા કરવા, નાત કરવી વિ. કુરિવાજેથી થતા નુકશાના સમજાવી ઉપદેશ આપ્યા જેથી તે અંગેની લાકોએ કુરિવાજો છેડવાની પ્રતિજ્ઞા કરી.
તેમના વ્યાખ્યાન-પ્રવચનમાં ચિકાર મેદની ભરાતી, સ્ટેટ અમલદારા, લીંબડીના મહારાજા દોલતસિહજી તેમ જ જૈન જૈનેતરો આવતા અને તેમને ખૂબ રસપૂર્વક સાંભળતા. જરા મોડા પડયા તે જગ્યા જ ન મળે એવુ આકર્ષણ હતું. વ્યાખ્યાન એવું ચક થતું કે વિષયની છાવટ લેાકોના મગજમાં ઠસી જાય અને છેલ્લે છેલ્લે પ્રેરણા આપે તેવી કથા કરતા. તેમની પ્રવચનશૈલી એવી મધુર ને એવે રસ મૂકે કે સમયની કોઈને ખબર જ ન પડે. પોતે એટલા બધા નિયમિત કે વ્યાખ્યાન સમયસરજ પૂરું કરે, જેથી ખીજે દિવસે લોકા વ્યાખ્યાનનો સમય થતાં પહેલાં જ ઉપાશ્રયમાં આવી જતા. મારી વૃદ્ધાવસ્થાને લીધે ભાંગીતૂટી ભાષામાં ઘેાડા પ્રસંગો લખ્યા છે. બાકી સેંકડો પ્રસંગો અને અનુભવા પૂ. ગુરુદેવના જીવનના નોંધવા જેવા અને જાણવા જેવા છે.
ક્રાન્તિકારી પરમ તારક એ ગુરુદેવને શતશઃ વદન
[૧૮]
Jain Education International
For Private
Personal Use Only
વ્યકિતત્વ દર્શન
www.jainelibrary.org