________________
પૂજ્ય ગુરૂદેવ કાવવા પં. નાનાન્દ્રજી મહારાજ ♠ન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
સર્વધર્મના સમન્વયકાર પૂ. ગુરુદેવ
શ્રી નાનજી વીરજી ડાયા
પૂ. આચાર્યશ્રી દેવચંદ્રજી મહારાજ, પૂ. સુંદરજીસ્વામી, પૂ. રાયચંદ્રજી તથા કવિવર્ય ગુરુદેવશ્રી નાનચંદ્રજીસ્વામી આદિ તા. નું ચામાસું સમાઘાઘા ગામમાં હતુ. તે વખતે મારી ઉંમર નવ વર્ષની હતી પણ મને યાદ છે કેગુરુદેવનુ પ્રવચન શરૂ થાય અને મેારલીના નાદ થતાં મણિધર જેમ સ્થિર થઈ જાય તેમ જનસમુદાય તેમના પ્રવચનમાં સ્થિર થઈ જતા. તેમની વ્યાખ્યાનકળા એવી આકર્ષક અને એધદાયક હતી કે આબાલવૃદ્ધ તેમાં રસલીન બની જતા.
અમારા કુટુંબ તેમજ સમાધેાઘા ગામની જનતાના હૃદયમાં ગુરુદેવનું અદ્વિતીય સ્થાન હતું. હું અને મારા પિતાશ્રી અર્મા રહેતા. કરુણાસાગર કૃપાળુ ગુરુદેવની અપાર કૃપા અમારા ઉપર વરસી રહી હતી. પરદેશમાં અમે સજાગ રહીએ, આત્મલક્ષ ન ચુકાય, પ્રમાદ ન થાય તેવી પ્રેરણા આધ્યાત્મિક પત્રા દ્વારા આપતા. ઈ. સ. ૧૯૪૨માં બર્મા ખાલી થયુ. અમે મુંબઈ આવ્યા. પછી તો સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પૂ. ગુરુદેવ જ્યાં જ્યાં બિરાજતા હોય ત્યાં ત્યાં અમે અચૂક પહોંચી જતા. ગુરુદેવના પ્રવચનેામાં વિશેષતા એ હતી કે આધ્યાત્મિક ઉપદેશની સાથે પ્રસંગે પ્રસંગે ગૃહસ્થ જીવનની ફરજો, કૌટુંખિક અને સામાજિક કબ્યાની સુંદર છણાવટ કરતા. તેમની સાર્વજનિક લોકપ્રિય પ્રાના અને સચોટ રસપ્રદ રાત્રિપ્રવચનેાના હજારા લાકો લાભ લેતા. દઢવૈરાગી, સર્વધર્મના સમન્વય કરનાર પૂ. ગુરુદેવના પ્રવચનાથી અનેક જૈન અને જૈનતાના જીવનમાં પરિવર્તન આવ્યું છે.
તેઓશ્રીના વરસાવામાં પુનીત પગલાં થતાં એક જ પ્રવચનથી હીરાલક્ષ્મીબેન માણેકલાલ ચુનીલાલ ચીનાઈના જીવનમાં અજખ પરિવર્તન આવ્યું. તે ભાગી મટી ચેગીસમ બની ગયા. તેમને આત્મલક્ષી દિવ્યદૃષ્ટિ પ્રગટી હતી. આજે તેઓ નિજાનઢની મસ્તીમાં મ્હાલી રહ્યા છે. તેવી જ રીતે વર્તમાનમાં જૈન સમાજના ભૂષણરૂપ વિદુષી પૂ. દમયંતીબાઇ મહાસતીજી બિરાજે છે. તેઓ જ્યારે સસારી અવસ્થામાં જોરાવરનગરના ચામાસામાં સત્સંગનો લાભ લઈ રહ્યા હતા તે વખતે પૂ. ગુરુદેવે તેમને અપૂ માર્ગદર્શન આપ્યુ હતું. સંસારની રચનાનું સ્વરૂપ સમજાવ્યું, તેમના વૈરાગ્યમાં વૃદ્ધિ થઈ અને તે દિક્ષીત થયા. આજે તે ગુરુદેવના શિક્ષણને સુંદર રીતે દીપાવી રહ્યા છે.
મહાન સુધારક સંત
શ્ર્વ શ્રી કાંતિલાલ માનસિંગ દોશી
માનવતાના પ્રખર હિમાયતી કવિવર્ય ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહારાજશ્રીના મને ૯ વર્ષની ઉંમરે મારખીમાં પ્રથમ પરિચય થયા. મારી ખાલ્યાવસ્થા હતી પણ તેમના રાત્રિપ્રવચન સાંભળી હું આર્ષાયા. પૂ. ચુનીલાલજી મહારાજ અને પૂ. સંતબાલજી મ. ની દીક્ષા પછી પૂ. ગુરુદેવ કચ્છ રામાણીયા પધાર્યા. ત્યાં હું અને મારા માતુશ્રી દર્શનાર્થે ગયેલા. ત્યારબાદ મોરબી, લીબડી, આગ્રા, મુંબઈ, ધરમપુર વિ. સ્થળાએ તેમના ચાતુર્માસ થયા. સંવત ૧૯૯૮ ના ચામાસા પછી દરેક ચોમાસામાં એક મહિના હું તેમના સત્સંગમાં રહેતા. સં. ૨૦૧૩ માં જ્યારે તેઓશ્રી લીબડીથી ઘાટકોપર ચામાસા માટે પધારી રહ્યા હતા ત્યારે હું વિહારમાં તેમની સાથે રહ્યો હતા તેથી પ્રવાસમાં તેમના પ્રવચનો ઉપરાંત બહેાળા અનુભવ જ્ઞાનનો અપૂર્વ લાભ મળ્યા હતા. આ મહાન સંતના દર્શન તથા વાણીના લાભ લેવા મુંબઈ ના ભાવિકા ઠેર ઠેર લાભ લેતા હતા. તેઓશ્રી મહાન સુધારક વિચારના હતા. ગાંધીવિચારધારાને તેઓએ પચાવી હતી. તેમનું હૃદય એટલુ કામળ અને વિશાળ હતુ કે દુશ્મન ઉપર પણ તેમની પ્રેમની વર્ષા વરસતી રહેતી. તેમની વ્યાખ્યાનશૈલી આકર્ષક અને રોચક હતી. તેઓશ્રી સહેજે કાવ્યા રચી શકતા હતા. સૌરાષ્ટ્રમાં તે સિંહસમાન હતા. ક્રાંતિકારી સાધુપુરુષ હતા. હિરજનાને ઊંચે લાવવા તેમણે ખૂબ પ્રયત્ન કર્યાં હતા. આજથી ૪૦ વર્ષ પહેલાં ઉપાશ્રયમાં હરિજનાને વ્યાખ્યાન આપ્યું હતું. આવા મહાન સદ્ગુરુના સત્સંગનો મને અવસર મળ્યા તેથી હું મને સદ્ભાગી માનુ છુ. તારક ગુરુદેવને મારા સદ્ભાવપૂર્વક વદન હૈ.
સંસ્મરણો
Jain Education International
For Private Personal Use Only
[૧૭]
www.jairnel|brary.org