________________
પૂજ્ય ગુરૂદેવ કવિવા` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ
સ્મૃતિગ્રંથ
જ્ઞાનશીલ અને સાધ્વાચારયુકત સાધ્વીએથી વધુ ઊજમાળ સમાજને બનાવનાર આ આદષ્ટા સંત અને કવિરાજે પૂ. સંતબાલજી જેવા સમાજોદ્ધારક અને પૂ. ચુનીલાલજી મહારાજસાહેબ જેવા જ્ઞાનાપાસક સતાની સમાજને ભેટ ધરી છે.
રાજવીઓને પણ પ્રભાવિત કરનાર અજબ સત
શ્રી અમૃતલાલ માહનલાલ વાર પરમ પૂજ્ય ગુરૂદેવશ્રી નાનચંદ્રજી મહારાજસાહેબની જન્મશતાબ્દિ પ્રસંગે સ્મૃતિગ્રંથનું પ્રકાશન થઈ રહ્યું છે. આ પ્રસંગે મને પણ હૃદયમાંથી સ્ફુરણા થઈ તેથી આ પ્રેરક પ્રસંગ લખ્યા છે.
પૂ. કવિવર્ય ગુરૂદેવનુ લીંબડીમાં આગમન થયુ અને શ્રીસંધને તેમના ચાતુર્માસના અપૂર્વ લાભ મળ્યો. તે વખતે મારી ઉંમર ૧૩ વર્ષની હતી અને મારા મેોટા ભાઈ વાડીલાલ મેાહનલાલ વેારાની ઉંમર ૧૫ વર્ષની હતી. પૂ. આચાય મહારાજશ્રીની સેવાની સાથે સાથે તે વખતે ગુરૂદેવે આગિ તથા શ્રી અજરામરજી જૈન પાશાળાની સ્થાપના કરેલ હતી. આ પ્રસંગ લખું છું તેને ૬૦થી વધુ વર્ષ થયા છે.
શ્રી અજરામરજી જૈન પાઠશાળાના ઉદ્ઘાટન સમયે એક મેળાવડા થયેલ જેમાં અમે ૫૧ બાળકોએ સવાદ, ગાયન, ભાષણ વિ. માં ભાગ લીધા હતા. નાનપણમાં થતા લગ્નથી કેવુ નુકશાન થાય છે તેના એક સંવાદ રજૂ થયેલ. તેમાં એક પ્રસંગ એવા કરુણ હતો કે ભજવનાર અનેા બન્ને ભાઈ એની આંખો અશ્રુભીની થઈ ગઈ હતી. તે સમયે લીંબડીના ઢાકારસાહેબ શ્રી દોલતસિ ંહજી બાપુની તે ડ્રામામાં હાજરી હતી. તે જોઈ તેમના હૃદય ઉપર એવી જબરજસ્ત અસર થઈ કે ચાલુ સંવાદમાં જ તેમણે જાહેરાત કરી કે “મારા રાજ્યમાં આજથી જાહેર કરું છું કે છેકરાની ઉંમર ૨૧ વર્ષની અને છોકરીની ઉંમર ૧૬ વર્ષની હાય તો જ લગ્ન કરવા. આ કાયદાના ભંગ કરનાર રાજ્યનેા ગુનેગાર ઠરશે અને યોગ્ય શિક્ષાને પાત્ર થશે.” આ ડ્રામા ગુરૂદેવની કૃતિ હતી. સમાજોપયેગી આવા કેટલાયે સંવાદો તે વખતે ગુરૂદેવે લખેલ હતા અને ધાર્મિક શિક્ષણ લેતા વિદ્યાથીએ ખૂબ સરસ રીતે ભજવી બતાવતા. આવા શિક્ષણપ્રેમી ગુરુદેવને શતશઃ વંદન.
જૈનમાત્રનું હિત ઈચ્છનાર સાચા પથપ્રદર્શ ક
શ્ર્વ શ્રી કરસન લધુ નીસર
સાં. ૨૦૦૫ની સાલમાં પૂ. ગુરુદેવ કવિવર્ય શ્રી નાનચંદ્રજી મ. નું ચાતુર્માસ જોરાવરનગર હતું. તે વખતે હુ ભચાઉ એડિંગના મંત્રી તરીકે કામ કરતા હતા. ત્યારે ધાર્મિક શિક્ષણ અંગે સલાહ અને માર્ગદર્શન મેળવવા અમે ગયેલા. તેઓશ્રીએ ભેદભાવ-રહિત ઉદારતાપૂર્વક મહત્ત્વની સલાહ આપતા કહ્યું કે તમે દેરાવાસી, સ્થાનકવાસી દરેક જૈન વિદ્યાથીના વિકાસ થાય તેવુ શિક્ષણ આપે. તેમનામાં સુસકારો સીચા અને તેમના જીવનમાં માણસાઈના દિવા પ્રગટે એવી જીવનની તાલીમ આપો. આ માટે તેએશ્રીએ સમાજની કુરૂઢિ, વહેમો, અધશ્રદ્ધા, પ્રેતભોજન, બાળલગ્ન, વૃદ્ધવિવાહ વિ. ઉપર વજ્રાઘાત કરતા એવા સંવાદ—ડ્રામાના પુસ્તકો આપ્યા. તેમ જ કન્યાકેળવણી, દાનના મહિમા, લાભથી થતા નુકશાન ઉપર એક લેાભી શેઠને ડ્રામા વિ. સ્વરચિત મને આપેલા. મે તે સાં. ૨૦૦૭ની સાલમાં કચ્છ વાગડમાં ગામડે-ગામડે ફરી કેળવણીના પ્રચાર કરવા તે ડ્રામાએ ભજવ્યા. તે વખતે ૪૨ વિદ્યાર્થીએ મારી સાથે ગામડે-ગામડે ફર્યા હતા. આબાલવૃદ્ધ સૌએ તેમાં રસ લીધો હતો. અધશ્રદ્ધા વિષે એક ભૂવા ધૂણે છે અને તેની ચાલાકીથી લાકોને કેવા છેતરે છે તે પ્રસંગ આબેહુબ ભજવ્યા હતા જેની સ્મૃતિ હજી પણ તાજી છે. આ પુસ્તકો દ્વારા શિક્ષણસ સ્થાઓ ઉપર તેમણે જે મહાન ઉપકાર કર્યા છે તે કેમ વિસરી શકાય ? એવા ધાર્મિક શિક્ષણ પ્રેમી સંતને અમારા કોટિ કોટિ વદન હજો.
[૧૦]
Jain Education International
For Private Personal Use Only
વ્યકિતત્વ દર્શન
www.jainel|brary.org