SearchBrowseAboutContactDonate
Page Preview
Page 800
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનસન્દ્રજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથ લેકપ્રિય રહ્યો છે તે ખબર નથી. પણ માનવઅંતરનાં ભીંગડા ઉખેડતી, હૃદય ભેદતી અને જાતનું ભાન કરાવતી મહારાજશ્રીએ સજેલી કાન્તિ તે અનેક અંતરતમમાં આજે પણ જીવંત ત બનીને ઝગી રહી છે. એ સંસ્કાર બીજ હતાં, જે ફૂલીફાલી અને વિકસીને અનેક જીવનને પથદર્શન કરાવવાના કારણભૂત બન્યા છે. મહારાજશ્રી દસથી વધુ વર્ષ પહેલાં આપણને છેડીને ગયા છે. પણ તેમણે ઉગાડેલા સંસ્કાર-છેડ, ધર્મ-છેડ આજે પણ વિકસીત થઈ સૌરભ આપી રહ્યા છે. આપણાં હૃદયમાં અચળ બનેલું એમનું સ્થાન આજે પણ તેમના પ્રેમ અને પ્રભાવની ત ઝગતી રાખી રહ્યું છે. મહારાજશ્રીએ પાછળ મૂકેલા કાર્યને પૂર્ણ કરવા મથનારો એક વર્ગ આજે પણ હસ્તિ ધરાવે છે. સંસ્કૃતિરક્ષક મહાન ધર્મનેતા પૂ. ગુરુદેવ નાનચંદ્રજી મહારાજ ૪૩ હરિલાલ માણેકચંદ નોલીવાળા પ. પૂ. કવિવર્ય શાંતસ્વભાવી સૌમ્યમૂર્તિ પૂ. ગુરુદેવ નાનચંદ્રજી મહારાજ સાહેબના સ વર્ષ પૂરા થતા હે તેમની જન્મશતાબ્દિ ઉજવવાનું નકકી થયું છે તે જાણું અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. તેઓશ્રી જોરાવરનગર થા. જૈન સંઘ પ્રત્યે અપાર કૃપાદૃષ્ટિ વરસાવતા હતા. અમારે સંઘ તેઓશ્રી પાસે જ્યારે જ્યારે ચોમાસાની અગર રોષકાળની વિનંતી કરવા તે ત્યારે અમને ખૂબ શાન્તિથી સાંભળતા અને અમને ચેમાસું અથવા શેષકાળને લાભ આપી વખતે વખત ધર્મનું માર્ગદર્શન આપતા હતા. સાં. ર૦૦૪-૫ની સાલમાં તેરાપંથી સાધુ અને સાધ્વીઓનું આગમન ઝાલાવાડમાં થયું અને અમારા ગામમાં પણ એક ભાગ સાધુ તથા સાધ્વીજીનું ચોમાસું કરાવેલ અને સાથે તેમના પંડિતે પણ આવેલ. તે વખતે અમારા શ્રી સંઘનું એક ડેપ્યુટેશન પૂ. ગુરુદેવ પાસે સાયલા વિનંતી કરવા ગએલ. ત્યારે મારી પાખીને થેડા જ દિવસો બાકી હતા. પણ જ્યારે ધર્મ ઉપર કઈ ધાડ આવતી હોય ત્યારે ધર્મ ધુરંધરે કાંઈ બેસી રહે નહિ એટલે અમારી વિનંતીને માન આપી પૂ. ગુરુદેવ જોરાવરનગર પધાર્યા. તેરાપંથી મુનિરાજે અને પંડિતે પૂ. ગુરુદેવ સાથે ચર્ચા કરવા અવારનવાર આવતા. પૂ. ગુરુદેવ સિદ્ધાન્ત અને શાસ્ત્ર દ્વારા એવા સચોટ જવાબ આપતા કે તેઓ મૌન અને સ્થિર થઈ જતા. તેરાપંથીઓએ ઉપરાઉપરી જોરાવરનગરમાં બે માસા કર્યા. તેની સામે પૂ. ગુરુદેવના પણ બે ચોમાસા થયા. પૂ. ગુરુદેવના પ્રભાવશાળી ઉપદેશથી અમારા સંધમાંથી એક પણ ઘર તેમાં ભળ્યું નહિ. તેમને બધે પુરુષાર્થ નિષ્ફળ ગયે. તેઓને બેધ જૈન તે શું જૈનેતરેને પણ રુએ નહિ આથી અમારે શ્રી સંઘ પૂ. ગુરુદેવને ખૂબ જ ઋણી છે. તેમના ઉપકારને બદલે કઈ રીતે વાળી શકાય તેમ નથી. આવા પરમ શ્રદ્ધેય પૂ. ગુરુદેવને અમારા લાખ લાખ વંદન. જન્મ શતાબ્દિની અમે પૂર્ણ સફળતા ચાહીએ છીએ. કરુણામૂર્તિ પૂ. ગુરૂદેવ ૐ શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ, બેરીવલી પૂ. ગુરુદેવ નાનચંદ્રજી મહારાજનું પ્રથમ દર્શન ૧૫૮ માં થયું. પ્રસંગ હતે શ્રી બોરીવલી ઉપાશ્રયના ઉદ્દઘાટનને. તેઓશ્રીએ બોરીવલીમાં પુનિત પગલાં કર્યા અને બોરીવલી મધ્યમવર્ગીય જનતાના દુઃખદર્દી જોઈ તે ઉપાશ્રયના ઉદ્દઘાટન બાદ શ્રી સંઘે ચાતુર્માસની વિનંતી કરી છે તેઓશ્રીએ સ્વીકારી. તેમના માનવતાલક્ષી ઉપદેશથી મધ્યમવર્ગનું દુઃખ હળવું થઈ શકે તેવી પ્રવૃત્તિઓના મંડાણ થયા. શ્રી બોરીવલી સંઘની વિશાળ જગ્યા જોઈ તેઓ કહેતા કે “આમાં કાંઈ રોજ-બ-રેજની પ્રવૃત્તિઓ આદરે, સંસ્મરણે [૧૧૫] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy