SearchBrowseAboutContactDonate
Page Preview
Page 789
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથરે તરે તે માનવ કેમ ન તરે આધિ, વ્યાધિ, ઉપાધિના ત્રિવિધ તાપથી સંતપ્ત માનવ પ્રભુસ્મરણથી શાંતિ પામે છે. નામ મરણમાં કેટલી તાકાત છે તેને સાર સમજાવ્યા. તેમના કહેવા પ્રમાણે મેં નિષ્ઠાપૂર્વક સ્મરણ કર્યું. આજે ૨૭ વર્ષથી આંખનું તેજ જળવાઈ રહ્યું છે અને કંઈ હરકત આવી નથી. આથી મારા હૃદયમાં સદ્દગુરૂ પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા પ્રગટી તે હજી એવી ને એવી કાયમ રહી છે. ત્યાર પછી મને પૂછયું-દરજી લેકે ઘરાકનું કપડું ચરે છે ખરું ને? મેં એકરાર કર્યો. હા સાહેબ ! હું પિતે પણ કપડાની ચોરી કરું છું. ત્યારે ગુરુદેવે સટ ઉપદેશ આપ્યો કે અસત્ય અને ચોરી એ હળાહળ ઝેર છે. ગ્રાહકને છેતરતી વખતે આપણે અંધ બનીએ છીએ પણ ભગવાન તે બધું જુએ છે. કપડું ન રાય અને ગ્રાહકને સારું કામ કરી આપીએ તે જીવનમાં સત્યની પ્રતિષ્ઠા થાય. મેં ત્યારે જ નિયમ કર્યો કે હવે કપડું ચેરવું નહિ અને આટલા વર્ષોથી હું મારી પ્રતિજ્ઞામાં મકકમ છું અને સદાચારમય જીવનથી હું સુખી છું. પછી તે જેમ જેમ પરિચયમાં આવતા ગયે તેમ તેમ વિશેષ સમજણ આપતા ગયા. રાત્રિભેજન ત્યાગ, વિહારના લાભ, પીવામાં ગરમ પાણીને ઉપયોગ, મહિનામાં બેથી ચાર ઉપવાસ. તપસ્યાથી કર્મની નિર્જર થાય અને આરોગ્ય જળવાઈ રહે. આ બધું તેમને પ્રભાવે અને કૃપાથી પાળી શકું છું. બ્રહ્મચર્યના મહાન લાભને હું સમયે અને આજીવન વ્રત સ્વીકાર્યું. એક વખત તેમણે મને પૂછયું કે તું ચા બીડી પીવે છે? મેં કહ્યું – હું વ્યસનથી ઘેરાઈ ગયો છું અને ભારે લત વળગી છે. માયાળુ ગુરુદેવે ચા, સિગારેટ, તંબાકુ વિ. થી થતા નુકસાન સમજાવ્યા અને કહ્યું કે જેના હૃદયમાં ભગવાનને વાસ હોય અથવા જેને પિતાના હૃદયમાં ભગવાનની પધરામણી કરાવવી હોય તેણે વ્યસનથી મુક્ત થવું જોઈએ. આથી મારા વ્યસને બધાં છૂટી ગયાં. તેમની વાત્સલ્યતા જૈન–અજૈન રાય રંક સર્વ ઉપર સમાન હતી. આજે પણ તેમના સુશિષ્ય પૂ. ચુનીલાલજી મહારાજ તથા પ્ર, વ. મહાવિદષી પૂ. દમયંતીબાઈ મહાસતીજીથી નિરન્તર મને ધર્મની પ્રેરણા મળ્યા કરે છે. જીવનનૌકાના ખિવૈયા એવા સત્પષને મારા લાખ-લાખ વંદન છે. સંગઠન પ્રેમી અને વિવેકશીલ નીડર ગુરુદેવ કે શ્રી યંબકલાલ પી. વોરા સંતશિષ્ય” એવા ગુણવાચક ઉપનામના ધારક પૂજ્ય ગુરુદેવ બા. બ્ર. શ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબ સ્વભાવે કમળ, નીડર અને સિદ્ધાંતનિષ્ઠ, સત્ય અને સંગઠનપ્રેમી પ્રભાવશાળી સંત હતા. તેઓશ્રીના ગુરુદેવ સ્વ. પૂજ્ય આચાર્ય શ્રી દેવચંદ્રજી મ. સા. ની તેમણે અવિરતપણે અવર્ણનીય સેવા કરી હતી. તેના પરિણામે તેમના હૃદય મંદિરમાં કરુણાને ઝરે વહેતો હતો, જેને આપણને તેઓશ્રીએ રચેલા પદો અને ધૂનેમાં પ્રત્યક્ષ પરિચય થાય છે. ઉપરોકત ગુણની પ્રતીતિ નીચેના પ્રત્યક્ષ પ્રસંગથી વિશેષ પુરવાર થાય છે. સૌરાષ્ટ્રની પુણ્યભૂમિ ઉપર ૨૦-૨૫ વર્ષ પહેલાં દયા–દાનની અવળી પ્રરૂપણાનાં પ્રવચન આપતા ત્યારના અમુક તેરપંથી સાધુ-સાધ્વીજીઓએ પગપેસારો કર્યો હતો. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છના સંઘના પ્રતિનિધિઓનું એક વિશાળ સમેલન જોરાવરનગર મુકામે ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહારાજના નેતૃત્વમાં યોજવામાં આવ્યું હતું. તે વખતે અ. ભા. . સ્થાનકવાસી, જન કોન્ફરન્સના મંત્રીશ્રીની આગેવાનીમાં એક પ્રતિનિધિમંડળ પણ પધારેલ હતું. અમારા ચૂડા ગામના પ્રતિનિધિ તરીકે મને સ્થાન મળતાં હું પણ જોરાવરનગર ગયો હતો. ભેજનશાળાના વિશાળ પ્રાંગણમાં ગુરુદેવશ્રીને સંગીતમય, આધ્યાત્મિક વ્યાખ્યાનને ધેધ વરસતે હતે. સર્વત્ર શાન્તિ પથરાએલ હતી તેવામાં અચાનક તે વખતના સાંપ્રદાયિક ભાવમાં તણાયેલા તેરાપંથી મારવાડી ભાઈઓએ ઊભા થઈ પૂ. ગુરુદેવને પ્રશ્ન – “ધારે કે તમે જે રસ્તે વિહાર કરતા હો, ત્યાં એક છોકરું” રસ્તે ક્રોસ કરતું હોય અને સામેથી ફલસ્પીડમાં મેટર ધસી આવતી હોય અને છોકરું કચડાઈ મરે તેવી સ્થિતિ સર્જાય જાય તે તે વખતે આપ શું કરે? પૂ. ગુરુદેવે તુરત જ જવાબ આપે કે અમે છકાયના રક્ષક, પ્રત્યક્ષ નજર સામે પંચેન્દ્રિયને ઘાત થતે ન વ્યકિતત્વ દર્શન [૧૪] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy