________________
"}પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ આશ્ચર્યચકિત કરે તેવું હતું. તેમની જ પ્રેરણાથી અસ્તિત્વમાં આવેલ છાત્રાલયે અને જૈનશાળાઓમાં જ્ઞાન મેળવતા યુવાનેમાં ક્રાંતિકારી જીવનદૃષ્ટિનું નિર્માણ કર્યું જેના પરિપાકરૂપે આજે મહાનગરી મુંબઈ અને અન્ય શહેરોમાં આર્થિક ક્ષેત્રે, ધર્મક્ષેત્રે કે સામાજિક ક્ષેત્રે અનેખી સિદ્ધિ હાંસલ કરનાર એ કાળના યુવાનેમાં જોઈ શકાય છે.
પહેલાંના એ વહેમ, અજ્ઞાન, જાતિભેદથી વ્યાપ્ત અંધકારયુગમાં સમાજને વિરોધ છતાં સમાજના યોગશ્રેમની જેમને અંયે નિરંતર ચિંતવના હતી એવા ગુરુદેવે સમાનતાના નારાને વહેતે મકી સમાજલક્ષી વિચારધારા વહેવડાવી. સમાજના સ્વધર્મી ભાઈ-બહેને ગૌરવપૂર્વક આજીવિકા મેળવી શકે તે અર્થે હનર ઉદ્યોગ શીખવા પ્રેરણા આપી અને વિશેષે કરીને બહેનના વિકાસ અથે મહિલામંડળ જેવી સંગઠિત સંસ્થાઓ સ્થાપવામાં મહાન પ્રેરક બન્યા. જેમાં ભારત, ગૂંથણ, શીવણ વર્ગો શરૂ કરાવ્યા જે આજે પણ ચાલુ છે.
વ્યવસાયી જનતાને ધર્મલાભ મળે એ હેતુથી રાત્રિ પ્રવચને શરૂ કર્યો, જેને જૈન તેમજ જૈનેતર જનતાએ ખૂબ જ સારા પ્રમાણમાં લાભ લીધે. તેઓ જ્યાં-જ્યાં વિચરતા ત્યાં પ્રાતઃકાળે અને રાત્રિએ આત્મલક્ષી સમૂહ પ્રાર્થના જી સામૂહિક સાધનામાં સર્વ સામાન્ય જનને સહભાગી બનાવ્યા.
ગાંધીજીની આચારશુદ્ધિ, વ્યવહારશુદ્ધિ અને અસ્પૃશ્યતા નિવારણ અંગેની વિચારધારાના તેઓ પ્રખર હિમાયતી હતા. ખાદીને અહિંસાનું પ્રતીક સમજીને તેઓએ અપનાવી હતી. સાધનના અભાવે જિજ્ઞાસુ વિદ્યાથીના અભ્યાસમાં રૂકાવટ ન થાય એ હેતુથી પૂજ્યશ્રી દેવચંદ્રજી મ. સા. ના કાળધર્મ વખતે જે ફાળે થયે તેને ઉપગ વિદ્યાથીઓના ઉત્કર્ષ અથે વાપરે એવી પ્રણાલિકા સ્થાપવામાં અગ્રણી બન્યા.
પૂજ્ય શ્રી રત્નચંદ્રજી મ. સા. ના સ્વર્ગવાસ પછી લીંબડી સંપ્રદાયના તેઓ કાર્યકારી નિયામક બન્યા અને સંપ્રદાયને સુન્દર માર્ગદર્શન આપી સમાજ અને તેમાં શિસ્ત અને સંગઠનની ભાવના પ્રગટાવી. આવા વિશાળ હૃદયી, નિખાલસ, કરુણાના અગ્રગામી, વિવેકશીલ સંત પૂ. મ. સાહેબે પિતાના વિશાળ સંત-સતીઓના પરિવારમાં સરળતા અને સાત્વિકતાના સંસ્કારોનું સિંચન કર્યું. વ્યવસાયમાં પણ સત્યનું આચરણ કરવાથી ઉન્નતિ થાય છે તેના પ્રત્યક્ષ પરિણામે તરફ સમાજનું લક્ષ્ય ખેંચ્યું. આવા ક્ષમાશ્રમણ ગુરુદેવને કોટિ કોટિ વંદન.
રામનામથી પત્થર તરે તો શ્રદ્ધાથી માનવ કેમ ન તરે ?
દરજી કરસન ગોરધન આજથી ૨૭ વર્ષ પહેલાની વાત છે. ગુરુદેવના અમૃત પ્રવચનેથી જૈનોનું તે પરિવર્તન થતું પણ જૈનેતરના હૃદયનું પણ કેવું પરિવર્તન થતું તે આ વાતથી સ્પષ્ટ સમજાય છે.
સુદામડાના વતની અમુલખ શાહ પેરીસમાં રહેતા. તેઓ હીરા ઝવેરાતને વેપાર કરતા હતા. ત્યાંથી પિતાના વતન સુદામડા આવ્યા. મેગાનુગ તે વખતે પૂ. ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહારાજના પુનીત પગલાં થયા. અમુલખ શેઠે મને ઉપાશ્રયે આવવા આગ્રહ કર્યો પરંતુ અમે વિષ્ણવ હોવાથી મારી બા મને અપાસરે જવાની ના પાડતા- (ત્યારે કેટલાકની એવી માન્યતા હતી કે બે બળદ લડતા હોય ત્યારે વચ્ચે પડી મરવું સારું પણ ઢંઢીયાના અપાર મને ખેંચી ગયા. અમે ગયા ત્યારે વ્યાખ્યાન ચાલુ હતું. પડછંદ કાયા, સંચમના તેજથી દેદીખ્યમાન પ્રભાવશાળી ચહેરે અને છટાદાર પ્રવચન સાથે અદ્દભુત કંઠકળાથી હું મુગ્ધ બન્યું.મને મનમાં થયું અહો ! આવા મહાપુરુષે જૈન ધર્મને શાભાવી રહ્યા છે.
અમુલખભાઈએ ગુરુદેવને મારો પરિચય આપ્યો કે આ ભાઈ દરજી છે. એની બન્ને આંખે તકલીફ છે. એક આંખે ઝામર આવવાથી સૂઝતું નથી અને બીજી આંખના રતન ઉપર ડાઘ છે. ડોકટરે કહ્યું છે. ૧૦, ૧૫ દિવસમાં આંખે ચાલી જશે અને અંધ જેવી હાલત થઈ જશે. ત્યારે પરમકૃપાળુ ગુરુદેવે મને પૂછયું કે તું તેને માને છે? મેં કહ્યું “હું રામને માનું છું. ગુરુદેવે કહ્યું- તમે શ્રદ્ધાપૂર્વક તેની માળા ફેરવે. તમારી આંખ સારી થઈ જશે. “રામનામથી પત્થર સંસમરણ
[૧૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org