________________
પૂજ્ય ગુરુદેવ કવિય પં. નાનપ્રન્ટેજી મહારાજ જનમશતાહિદ સ્મૃતિગ્રંથ
જીવનમાં જે લાભ અને આનદ થયે તે અવર્ણનીય છે. મારા આ નિયમની વાત સાંભળી મારા પૂજ્ય માસીબા પણ જે દરરોજ ત્રણ વખત બજર ઘસતા હતા તેમને પણ તેને ત્યાગ કરી દીધે.
આવા આવા એ સંત પુરુષના પ્રતાપે ઘણાને દુખો અને વ્યસનમાંથી મુકિત મળી છે. ધન્ય છે એ ગુરુદેવને, તેમને મારા કટિ કટિ પ્રણામ.
સંગીતથી પ્રભુમાં એકતાન બનાવતા ગુરૂદેવ નાનચંદ્રજી મહારાજ
૬ શ્રી અમૃતલાલ સુખલાલ શાહ પૂ. ગુરુદેવ જ્યારે વ્યાખ્યાન આપતાં ત્યારે તે સાંભળ્યા જ કરવાનું મન થાય, ઉડવાનું મન થાય જ નહિ એટલી સરસ શૈલીથી સહુને સમજી શકાય તેવી ભાષામાં માનવતા ઉપર વાણીને ધોધ વહેવડાવતા.
પ્રાર્થના સમયે તેમને રાગ, તેમની પુલક, તેમની ઝલક, તન – મનથી એક તાર થઈ જવું; આ બધું જ્યારે યાદ કરું છું ત્યારે તેમની ભાવદશા યાદ આવે છે. અને મનમાં થાય છે કે આ માટે અમૂલ્ય માનવભવ નકામે એળે ન જાય તેવાં સવિચારે આવ્યા જ કરે છે કે ઈ તેમની સામે બેઠેલું હોય તેને તેઓશ્રી પ્રાર્થના વખતે અજબ રીતે ખેંચી લેતા.
જ્યારે તેઓ તવચર્ચા કરતાં બેઠાં હોય ત્યારે પ્રશ્ન કરનારની શંકાઓનું એવી સુંદર સમજાવટથી સ્પષ્ટતા કરતા કે શંકા રહેતી નહિ અને તેમના પ્રત્યે શ્રદ્ધા થઈ જતી.
એક પ્રસંગે મારે અને તેમની (ગુરુદેવની) એક ખાસ મહત્વની વ્યકિત સાથે મતભેદ ઉત્પન્ન થયે. વાત ખૂબ વધી ગઈ અને ઝઘડાનું સ્વરૂપ લીધું. બેલચાલ બંધ થઈ. ગુરુદેવને જ્યારે ખબર પડી ત્યારે તેમણે બન્નેને બોલાવી સમજાવ્યા. તે વખતના સૌરાષ્ટ્રના વડા પ્રધાન શ્રી રસિકલાલ પરીખની દરમ્યાનગિરીથી અને પૂ. ગુરુદેવની પ્રેમપૂર્ણ સમજાવટથી અમારા બન્નેના સંબંધે ફરી મેળવાળા બની ગયા. ધન્ય છે એ ગુરુદેવને.
તેમના એક ચુસ્ત શ્રાવક વિષે મેં ફરિયાદ કરી. વાત મારી વ્યાજબી લાગી તેથી તેમણે એવી સીફતથી મારી ફરિયાદ દૂર કરાવી દીધી કે સામી વ્યકિતને એની ગંધ સરખી પણ ન આવી કે ગુરુદેવને કેઈએ મારી ફરિયાદ કરી છે.
“માનવતા” એ એમને મુખ્ય વિષય હતું. જેમાસા દરમ્યાન તે વિષય પર તેઓશ્રી ઘણા જ દાખલા દલીલેથી સમજાવતા. હું વિનંતી કરતે- તબિયતને અસર કરે તેટલું ખેંચવું ન જોઈએ. તેઓશ્રી ફરમાવતા કે ભાઈ! તમારા માટે મહેનત લેતાં હજારમાંથી કદાચ ૫/૧૦ પણ સમજી શકશે તે પણ બેડો પાર થઈ જશે અને લેખે લાગશે. આવા હતા તે સંત. યાદ કરીએ છીએ અને જાણે સામે ઊભા હોય તેવી તાદશ્યમૂર્તિ ખડી થાય છે. ધન્ય છે એવા ગુરુદેવને અમારા કોટિ કોટિ વંદન.
જૈન જગતનાં જવાહિર અને લી. સં. ના કોહિનૂર હીરા
8 શ્રી ચીમનલાલ મોતીલાલ શાહ
દશ વર્ષની નાની વયથી જ લીંબડીમાં ચાતુર્માસ કે શેષકાળમાં પૂજ્ય ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબના પ્રભાવશાળી, અક્ભુત શૈલીથી સિદ્ધાંતને સરળ દાખલા દલીલથી સમજાવનારા પ્રવચનેને લાભ મળે. તેમના ગુરુ પૂ. પૂ. શ્રી દેવચંદ્રજી મ. સા. ની દશ વર્ષની સતત માંદગીમાં તેઓશ્રીએ અંતરના સહજભાવથી અનન્યભાવે જે સેવા કરી છે તેની અમિટ છાપ મારા અંતરપટમાં કોતરાઈ ગઈ છે. લીંબડી માટે આ સેનેરી સમય હતો. પૂ. મ. સા. ના અંતરમાં સમાજના આંતર-બાહ્ય વિકાસ અર્થે જે મને મંથન થયું અને તેને યોજનામાં જે આવિષ્કાર થયે તે અવર્ણનીય છે. સામાજિક કુરિવાજો, પરંપરાગત રૂઢિ, વ્યવહાર અને આચારે ધર્મના ભેદમાં પરિવર્તન લાવવાને તેમને ભવ્ય પુરુષાર્થ [૧૨]
વ્યકિતત્વ દર્શન Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org