________________
પૂજ્ય ગુરુદેવ કવિધય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથો
લગ્ન હરિજન યુવાન સાથે કર્યા. શ્રી હરિભાઈ રાણાભાઈ ભાસ્કર અમારા વેવાઈ બન્યા. તેમણે પણ પૂ. મહારાજશ્રીની પ્રેરણા મેળવી આવી નૈતિક હિંમત બતાવી. આ પ્રસંગે પૂ. સંતબાલજીએ સંદેશામાં જણાવેલ કે જીવનનું આ અતિ ઉમદા કાર્ય પૂ. મહાત્મા ગાંધીજીને અને પૂ. નાનચંદ્રજી મહારાજશ્રીના આત્માને શાંતિ આપે તેવું છે. મમ્હાત્મા ગાંધી પછી આ રીતે ઉમળકાથી આત્મીયતા સાધનાર હું પોતે બીજી વ્યકિત થવા બદલ અમે ખૂબ જ ગૌરવશાળી છીએ.
રાષ્ટ્રભકિત, ખાદી અને રચનાત્મક કામને આ રીતે ન્યાય આપવા બદલ અમે ગૌરવશાળી બન્યા છીએ. જીવનમાં ધન્યતા અનુભવીને પૂ. મહારાજશ્રી નાનચંદ્રજી મહારાજને અમે કેટ કેટિ વંદન કરીએ છીએ.
પૂ. મહારાજશ્રી, પૂ. ચિત્ત મુનિજી, પૂ. સંતબાલજી, શ્રી મેઘજીભાઈ આ બધાની પ્રથમ મુલાકાત અને દર્શન મારા માટે ચિરસ્થાયી યાદગીરી રૂપ બન્યાં છે. જૈન ધર્મ, જૈન શાસનને આ રીતે મૂર્તિમંત કરીને બધા જ ધર્મોની સેવા સાથે જૈન ધર્મની વિશિષ્ટતાઓ બતાવી જૈન શાસનને ખબ જ ઉદ્યોત કર્યો છે.
પૂ. મહારાજશ્રીની જન્મ જયંતી ઊજવવાની પ્રથમ પહેલ કરનાર એક ભીલ આશ્રમ છે. એ ભીલ આશ્રમ “બામનીઆ”ના સંચાલક શ્રી બાલેશ્વરજી દયાલ તથા શ્રી કેશવચંદ્રજી જૈન મહાન નિતિક હિંમતવાન વ્યકિતઓ છે. પૂ. મહારાજશ્રી સદ્દગુણી અને ચારિત્રવાન ભકતજનેનું મહાન આકર્ષણ બની ગયા છે.
સંત સમાગમને મહાન પ્રભાવ
શ્રી જયંતીલાલ ધીરજલાલ દફ્તરી ભારતદેશમાં આર્યસંસ્કૃતિએ અને બધા ધર્મોએ સત્સંગને અદ્દભુત મહિમા ગાય છે. સત્સંગથી માણસને સદબુદ્ધિ આવે છે, સત્સંગથી વિચારો બદલાય છે અને સત્સંગથી માણસ અમદશામાંથી પલટો ખાઈ ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરે છે. પાપીમાં પાપી માનવ પણ સતેના સહવાસથી પવિત્ર બને છે, દાનવમાંથી માનવ બને છે, દુરાચારી મટી સદાચારી બને છે, તેનું અજ્ઞાન દૂર થાય છે અને તેના જીવનમાં જ્ઞાનને પ્રકાશ પથરાય છે.
આવા સંતે ભારતમાં અને અન્ય દેશમાં યુગે યુગે થયા છે અને થાય છે. એવા એક સંતના સમાગમથી મારા જીવનમાં પણ સુવાસ પ્રગટી અને ઘેર વ્યસનમાંથી મુક્ત બની નિર્વ્યસની બને.
ઈ. સન ૧૯૫૭ માં પૂ. ગુરુદેવ શ્રી નાચંદ્રજી મ. સા. નું ચાતુર્માસ ઘાટકેપર હતું. એ ભવ્ય ચાતુર્માસમાં ઉપાશ્રયમાં વ્યાખ્યાન વખતે માનવમેદની ચિકાર ભરાતી. સવાર-સાંજની ગુરુદેવની ભાવવાહી સાર્વજનિક પ્રાર્થના અને રાત્રિ પ્રવચનમાં હજારો લોકો લાભ લેતા. તેમના કંઠનું લાલિત્ય અને સ્વરની મીઠાશ એવી હતી કે પ્રાર્થનામાં તન્મય થયા હોય ત્યારે જગતનું ભાન ભુલાઈ જાય એવી એકાગ્રતા થઈ જતી. ત્યાર પછી તેઓશ્રી જીવનપગી રાત્રિ પ્રવચન સાથે તેમની આગવી શૈલિમાં પ્રેરક કથા ફરમાવતા. એ શાન્ત વિરાગ્યરસનું પાન કરતાં લેકે એવા તે લીન થઈ જતા કે રાતના ૧૦ વાગી જતાં છતાં ઉડવાનું મન થાય નહિ. શૈલી તે તેમની આગવી જ. જાણે મુખમાંથી સરસ્વતીની ધારા વહી રહી હોય નહિ! તેમાં નાના આબાલવૃદ્ધ સહુ ખેંચાતા. તત્ત્વજ્ઞાનના પ્રવચનની સાથે સાથે પૂ. ગુરુદેવ માનવ સમાજનું કેમ ભલું થાય, કેમ ઉત્કર્ષ થાય, લેકે કેવી રીતે સદાચારી બને આવી હિતશિક્ષાની એવી ગૂંથણી કરતાં કે લોકોને તત્ત્વજ્ઞાન શુષ્ક કે કંટાળાજનક લાગતું નહિ.
તે ચાતુર્માસમાં પૂ. ગુરુદેવના વ્યાખ્યાન સાંભળવા દરરોજ હું જ. મને તેમાં ભારે રસ પડવા લાગે. એક દિવસે પ્રવચનમાં પૂ. ગુરુદેવે વ્યસનેના માઠાં પરિણામ અને તેના દુઃખો વર્ણવી તેમાંથી કેવી રીતે મુક્તિ મળે અને જીવન નિર્વ્યસની અને સુખી, સમૃધ્ધ કેવી રીતે બનાવી શકાય તે વિષે જોરદાર સચોટ પ્રેરક કથા સાથે પ્રવચન આપ્યું. તે સાંભળી મારા હૃદયમાં એવી સચોટ અસર થઈ કે હું દરરોજ ૪૦-૫૦ સિગારેટ પીતું હતું, તે મેં ત્યાં જ સિગારેટ કે બીડી પીવાને ત્યાગ કર્યો અને જીવનપર્યતની બાધા લીધી, તમાકુ માત્ર ખાવી, પીવી કે સુંઘવી નહિ એવો નિયમ કર્યો. આનાથી મારા સંસ્મરણે
[૧૦૧] .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org