________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચજી મહારાજ જન્મશતાલિંદ સ્મતિથ નૈતિક હિંમત આપનાર અને પડખે રહેનાર યુગપુરૂષ
# શ્રી વૃજલાલ મૂળચંદ ગાંધી
પૂ. ગુરૂવર્યશ્રી નાનચંદ્રજી મહારાજના સત્સમાગમે મને જીવનની અણમેલ તક મળી. હું સ્વાતંત્ર્યસંગ્રામને સૈનિક, દેશની આઝાદી માટે નીકળી પડનાર અને કેમને એક. મારી વિચારધારા બદલી ગીતાના એક પ્રવચને.
હું આજીવિકાને માટે ખાનદેશમાં નંદરબાર પાસે ગામ ‘તળોદામાં જઈ વસ્યો હતો. દેશભકિતના મૂળ હદયમાં ઊંડા હતાં જ અને હું ધંધાદારી માણસ બની ગયેલ, તે દરમ્યાન મહારાષ્ટ્રના પ્રવચનકાર એક સંત મહાત્માને સંપર્ક છે. તેમના ગીતાના ઉપદેશે મને વિચાર કરતા કરી મૂકે. રર-૨૩ મું વર્ષ ચાલે, યુવાનીને સમય, રૂઢિ અને પરંપરાગત જીવન જીવવું ન ગમ્યું. મારે તે રાષ્ટ્રભકિત જોઈતી હતી. સમાજને પલટા હતે. અસ્પૃશ્યતા અને જા લડવું હતું. આવા કાંતિના વિચાર અને ઉત્સાહને લીધે હું ફૂલચંદભાઈના આશ્રમમાં ગયો. ત્યાં શ્રી છગનલાલભાઈ જોષી રચનાત્મક કાર્યકરોને તાલીમ વર્ગ ચલાવતા હતા. સને ૧૯૪૦ ની આ હકીકત છે. ત્યાં રહી મેં જોઈતું ખાદીકામનું શિક્ષણ લઈ લીધું અને સાયલામાં ખાદીકામ કરવા હું સાયલા ગયે. ત્યાં ખાદીકામની શરૂઆત કરવામાં મુરબ્બીશ્રી છોટાલાલભાઈ દેસાઈને સહકાર મળે.
આ સમય દરમ્યાન પૂ. નાનચંદ્રજી મહારાજશ્રી સાયલા પધાર્યા. તેમની સાથે મેળાપ થયો. જૂને યુગાનુયુગનો જાણે સંબંધ હોય નહિ તે રીતે ભકિતભાવથી તેમની સાથે તાદામ્ય જે સંબંધ બંધાઈ ગયે.
સાયલાનું ખાદીકામ ખૂબ વિકસ્યું. આ બધે પ્રભાવ પૂ. મહારાજશ્રીને. સાયલાનું ખાદીકામ એ પૂ. નાનચંદ્રજી મહારાજનું ખાદીકામ છે, તેવી લેકમાં છાપ. તેથી ખાદીકામને પ્રતિષ્ઠા અને પ્રસિદિધ ખૂબ મળી.
ઈશ્વરભકત હોય તે રાષ્ટ્રભકત હૈ જ જોઈએ એ પૂ. મહારાજશ્રીને ઉપદેશ હ. જે કાળે અને જે સમયે રાષ્ટ્ર ગુલામ હોય ત્યારે પ્રજાનો પ્રથમ ધમ રાષ્ટ્રને ગુલામીની બેડીમાંથી મુકત કરવાનું હોય છે, કારણ કે ગુલામ પ્રજાને કઈ ધર્મ હોતું નથી. આમ તેઓશ્રી ભારપૂર્વક કહેતા.
આ દેશના અનેક મહાપુરુષની કેટિએ મહાત્મા ગાંધીજી આવ્યા. આ દેશના એ મહાન યુગપુરુષ અને તે ઉત્તમ કોટિના મહાત્મા જેને ગોખલેજીએ પુરૂષોત્તમ તરીકે બિરદાવ્યા હતા. એવા મહાત્મા ગાંધીજીના કામને અને ઉપદેશને યથાર્થ રીતે સમજાવનાર જો કેઈ સંત મહાત્મા હોય તો તે પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજશ્રી હતા.
‘લઈ સંદેશ પ્રભુને અવનિમાં ગાંધીજી આવ્યા આવા કાવ્ય રચીને ગાંધીજીના કાર્યને સંપૂર્ણ રીતે બિરદાવ્યું. સ્વદેશી ધર્મને પણ યથાર્થ રીતે સમજાવ્યું. મહા આરંભ અને અલ્પારંભના સિદ્ધાન્ત સમજાવવામાં પૂ. મહારાજશ્રીએ અને ભાગ ભજવ્યો છે.
કાપડની શુદ્ધતામાં ખાદી ગ્રામોદ્યોગની ચીજવસ્તુને ખાસ આગ્રહ, ઘંટીને દળેલ લેટ, એસાવ્યા વગરના ભાત. આ બધું જીવનમાં આચરીને સ્વદેશી ધમને યથાર્થ ન્યાય આપનાર પૂ. મહારાજશ્રી હતા.
મહાત્મા ગાંધીના ઉપદેશને જીવનમાં ઝીલવા કટિબદ્ધ થયેલા મારા જેવા અનેક યુવાનોને પૂ. મહારાજશ્રીએ પિતાની આકર્ષક વાણી દ્વારા પ્રત્સાહન આપ્યું છે. નિતિક હિંમતની બાબતમાં સદાયે અમારે પડખે રહેનાર પુ. મહારાજશ્રી હતા. નૈતિક હિંમત દ્વારા યથાર્થ રીતે જીવન કેમ જીવવું તેનું માર્ગદર્શન અને પ્રોત્સાહન આપનાર પૂ. મહારાજશ્રી હતા. નાતજાતના વાડા, અસ્પૃશ્યતા નિવારણ વિ. અનેક બાબતે તેમજ કુરૂઢિઓ તેડવામાં નૈતિક હિમ્મત દાખવવાની બાબતમાં મને સદાયે પ્રત્સાહિત કરનાર પૂ. મહારાજશ્રીને મારા ઉપર ઘણો ઉપકાર છે.
નિતિક હિંમત દ્વારા જીવતરને ધન્ય બનાવવામાં ઊર્મિ અને ભારે ઉમળકાથી પ્રસન્નચિરો મારી દીકરી ગુણવંતીના [૧૦૦]
વ્યકિતત્વ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org