SearchBrowseAboutContactDonate
Page Preview
Page 784
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ ડાવવ પં. નાનાન્દ્ર મહારાજ જન્માતાબ્દિ સ્મૃતિગ્રંથ સંઘ તથા પૂ.આ. શ્રી રૂપચંદજી મહારાજના અમે ઋણી છીએ. આ ઉપરાંત અમારા સંઘની કાયમી આવક ચાલુ રહે તે માટે કેટલીક સુંદર પ્રણાલિકાએ પૂ. નાનચંદ્રજી મહારાજશ્રીની પ્રેરણાથી સ્થાપવામાં આવી જે હજી ચાલુ છે. અમારા સંઘમાં સભ્યાનાં ઘેરઘેર ઘરપેટી અમેાએ મૂકી અને તેમાં દર મહિને હરેક સભ્ય રૂપિયા, એ રૂપિયા કે વધુ રકમ નાખે અને તે અમારા માગુસ પહેાંચ આપી દર મહિને લઈ આવે. આ ઘરપેટીની યેાજના આજે વીસ વરસે પણ વ્યવસ્થાપૂર્વક ચાલી રહી છે અને તેમાં હજારો રૂા. ની રકમ અમારા સંઘને મળી છે. વળી પર્યુષણમાં સંવત્સરીને દિવસે સૌ કોઈ ભાઈબહેનો પ્રતિક્રમણ કરવા આવે તે પેટીમાં વ્યકિત દીઠ ઓછામાં આછે એક રૂપિયા નાખે એ પ્રણાલિકા તેમણે પડાવેલી તે પણ હજુ ચાલુ છે. તેમજ બેસતા વરસે સૌ કોઈ માંગલિક સાંભળવા આવે તે પણ વ્યક્તિ દીઠ સૌ કોઈ ભાઈ બહેના ઓછામાં ઓછા એક રૂપિયા પેટીમાં નાંખે એ પ્રણાલિકા પણ તેમણે પડાવેલી તે આજે પણ ચાલુ છે. પૂ. નાનચંદ્રજી મહારાજે અમારા ઉર્જાતા સંધને પ્રગતિશીલ અને શકિતશાળી સંધ બનાવવામાં પ્રેરણાત્મક અને જોરદાર–માર્ગદર્શન આપેલ છે. અને અમારા સંઘનુ સંગઠન વધે અને સૌ કોઈ એકતા અને સપથી સાથે રહી કામ કરી સમાજના ઉત્કર્ષમાં પોતાના ફાળા આપે એ એમના અમને મુખ્ય સ ંદેશ હતા. અમારી સધ આજે જે કાંઈ પ્રગતિ કરી રહેલ છે તે માટે અમે ગૌરવ અનુભવીએ છીએ. પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજે અમારા શ્રી સંઘ ઉપર કરેલ અનહદ ઉપકાર, સદાય અમને પ્રેરણા આપતા ચિરસ્મરણીય રહેશે. સૌના પારસમણુ ૪. શ્રી ચંચળબેન ટી. જી. શાહ પૂ. ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજનું સ્મરણ કરતાં જ હૃદય ભકિતભાવથી નમી પડે છે. એમની અનેકમુખી પ્રતિભાના ઝળહળતા પાસામાંથી એક વિરલ વ્યકિતત્વ ઉપસી આવે છે. એક પ્રખર પંડિત અને સાધુ હાવા છતાં એ શુષ્ક, જડ કે અસિક નહાતા. એમના સમાગમમાં આવનાર સહુને એમની વત્સલતાની સંજીવની સ્પર્શી જતી. આબાલવૃદ્ધ દરેકને એમની સમજણ, વય અને સ્થિતિ પ્રમાણે જ્ઞાનદાન આપી સુદર માર્ગદર્શન કરતા. એમની વકતૃત્વકળા અનુપમ હતી. એમના બુલંદ છતાં મીઠા અવાજ, અસ્ખલિત વહેતા વાણીપ્રવાહ, સચાટ હૃદય સોંસરવા ઊતરી જાય તેવા દષ્ટાન્ત, એમના રમુજી-આનંદી સ્વભાવ, એમની કાવ્યપ્રતિભા, તત્ત્વજ્ઞાનના ગહન સત્યાને સરળતાથી લેાકભાગ્ય બનાવી શકાય તેવી શૈલીમાં રજુઆત કરવાની એમની લાક્ષણિકતા એમના શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેતી. પેાતે કવિવર અને રાગરાગણીઓના જાણકાર હાવાથી જ્યારે એમના કંઠમાંથી સંગીતમય સૂરો નીકળે ત્યારે વાતાવરણ આખું બદલાઈ જાય ને શ્રોતાએ કંઈક અવનવી અનુભૂતિથી રંગાઈ જાય. માનવતાને ચાતરી જતાં આપણામાંના ઘણાયને માનવતા પ્રત્યે દોરવા અને માનવતામાંથી સાધુતા પ્રગટાવવી એ જ એમના જાણે જીવનમંત્ર હતા. પ્રેમ, શૌર્ય, તપ, ઉદારતા, સંપ, સેવા વ. ઉદાત્ત ગુણા સામાન્ય જનતામાં પ્રવેશે તે માટે એવી સરસ વાર્તા કહે કે બાળકથી માંડી વૃદ્ધને એમાંથી પ્રેરણા મળ્યા જ કરે. ગુરુ—શિષ્ય, પિતા-પુત્ર, શેડ-નાકર, સાસુ-વહુ એમ દરેક પ્રકારના માનવસંબંધને વધુ ઉજ્જવળ અને ઉદાત્ત બનાવી જીવન સુગંધમય અનાવે એવા દૃષ્ટાંતા આપતા. અભિનયકળા એમને સુસાધ્ય હતી. તેથી એમની કથનશૈલી વીર, શૌર્ય, શાંત, અદ્ભુત, કરુણુ એવા રસાની જમાવટથી ધારી અસર ઉપજાવી શકતી અને સામાન્ય લાકોનાં હૃદય સુધી પહોંચી શકતી. એમની જોડે વિહાર કરવા એ પણ એક લહાવા હતા. ઉખાણા, વાર્તા, રમુજી ફ્રેંચકા, ગણિત-ગમ્મત, પ્રશ્નોત્તરી, દૃષ્ટાંત-દલીલો, મીઠા વિનાદ–આ બધામાં એવુ તન્મય થઈ જવાય કે પંથ અને સમય કયાં કપાય છે તેનું ભાન પણ ન રહે. પર્યુષણને દિને ખરા અર્થમાં એ દિવસ સાર્થક કરવા હોય તો એમના મુખે આલેાયણા સાંભળવી, એવી આલેાયણા કે શેઠ–નાકર, નેતા—અભિનેતા, ગુરુ-શિષ્ય, સાસુ-વહુ દરેકને અંતર્મુખ બનાવી, હૃદયપૂર્વક પસ્તાવા કરાવી નિર્મળ અને વિશુધ્ધ બનાવે. આવા પારસમણિ હતા પૂ. નાનચંદ્ર જી મહારાજ, સંસ્મરણા Jain Education International For Private Personal Use Only [૯] www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy