________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મરાતાલિંદ સ્મૃતિગ્રંથ
આમ પૂ. ગુરુદેવના ચાતુર્માસથી તેમના જ્ઞાન-દર્શન-ચારિત્ર અને અમૂલ્ય વાણીના પ્રભાવથી ધરમપુરના રાજવી રાજપૂત છતાં ઉચ્ચ કેટિનું માનવતાભર્યું જીવન જીવતા હતા. આ બધા પ્રતાપ પૂ. ગુરુદેવશ્રીના ચારિત્રને છે. તેમને કટિકટિ વંદન હો.
તત્ત્વજ્ઞ સંત
શ્રી અમૃતલાલ મગનલાલ ગાંધી
આજથી આશરે પચાસ વરસ પહેલાં લીંબડી સ્થાનકવાસી જૈન સંપ્રદાયના મોટા ઉપાશ્રયની ભારે જહેજલાલી હતી. એ વખતે લીંબડી સંપ્રદાયમાં પ્રખર વકતા પૂ. શ્રી નાગજીવામી, પંડિતરત્ન પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ તથા કવિવર્ય પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજ લીંબડી સંપ્રદાયને શોભાવી રહ્યા હતા. પૂ. શ્રી નાગજી સ્વામી કડક ચારિત્રપાલનના હિમાયતી હતા અને તેમની વ્યાખ્યાનશૈલી ઘણું જોરદાર હતી અને જનસમૂહમાં તેમજ ગ્રામ્ય જનતામાં તેઓ ઘણું પ્રિય થઈ પડયા હતા. પંડિતરત્ન પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ એક પ્રખર વિદ્વાન અને તત્ત્વજ્ઞ હતા. તેમણે રચેલ અર્ધ–માગધી શબ્દકોષ એક અદ્વિતીય ગ્રંથ છે અને કેલેજોમાં પણ તેને ઉપયોગ થાય છે. પૂ. કવિવર્ય શ્રી નાનચંદ્રજી મહારાજ પણ ખૂબ પ્રભાવશાળી વ્યકિતત્વ ધરાવતા હતા અને પ્રખર વકતા અને મહાન કવિ હતા. આ ત્રણે સમર્થ મહાપુરુષોએ પોતપિતાની રીતે સમાજની ઘણી મોટી સેવા કરી છે.
પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજ તેમનાં પૂ. ગુરુદેવ દેવચંદ્રજી મહારાજ સાહેબની પક્ષઘાત અંગે ૯ વરસની લાંબી માંદગીને લઈ તેઓશ્રી તેટલો સમય લીંબડીમાં સતત રોકાયા હતા. પૂ. શ્રી દેવચંદ્રજી મહારાજ પક્ષઘાતથી પીડાતા હોઈ તેમની લાગણીભરી સેવા પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજ ખૂબ ઉત્સાહ, ખંત અને પ્રેમથી કરતા મેં એમને નજરે નિહાળ્યા છે અને એ જ ગુરુભકિતએ એમને મહાન બનાવ્યા છે. એમને આ એકધારે આશરે ૯ વરસને લીંબડીને જે લાભ મળે તે ખરી રીતે પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજને સાધના કાળ હતો. અને એ સમયમાં તેમણે જૈનધ ધર્મોને પણ ખૂબ ઉંડાણથી અભ્યાસ કર્યો. તેઓ જૈનધર્મનું તત્ત્વજ્ઞાન અન્ય ધર્મો સાથે સરખાવી તુલનાત્મક રીતે તપાસતા હતા અને જૈનધર્મની મહત્તા અને વિશેષતા સમજાવતા. પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજને એ વખતે યૌવનકાળ હતું અને તેઓ ઉત્સાહની પ્રેરણામૂર્તિ સમાન હતા. જૈન સમાજને આદર્શ સમાજ બનાવવાની તેમને અજબ ધન હતી. તેઓ ખૂબ વાંચન અને ચિંતન કરતા. તેઓશ્રી સમાજસુધારાના હિમાયતી હતા. એમની જ પ્રેરણાથી લીંબડીમાં સ્થા. જૈન બોર્ડિંગ
શ્રી અજરામરજી જૈન વિદ્યાશાળા તથા પૂ. શ્રી દેવચંદ્રજી મહારાજ પુસ્તકાલય વિગેરે સંસ્થાઓની સ્થાપના થએલી. તેઓશ્રી સમાજના એક મહાન શિલ્પી હતા અને સમાજનું આદર્શ ઘડતર કરવા માટે બાળકને નાનપણથી સારાં સંસ્કાર પડે તે જરૂરનું છે તેમ માની, જૈનશાળામાં બાળકો ઉચ્ચ પ્રકારનું ધાર્મિક શિક્ષણ તે માટે સતત કાળજી તેઓ રાખતા. લીંબડીમાં એ વખતે લીંબડીના કાપડના વેપારી અને ધર્મપ્રેમી સ્વ. ચત્રભૂજ નાનચંદ્ર શાહ વિના વેતને પ્રેમભાવથી જૈનશાળાનાં બાળકોને ભણાવતા હતા. પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજના તેઓ ખાસ વિશ્વાસુ હતા. તેઓશ્રી મારા સગા થતા હોઈ અને તેમને ત્યાં જ રહી હું અભ્યાસ કરતે હેઈ એ જૈનશાળામાં રહી ધાર્મિક શિક્ષણ મેળવવા અને પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજનું સહૃદયી નિકટનું સાન્નિધ્ય મેળવવા હું ભાગ્યશાળી થયો છું. જૈનશાળા અંગે પૂ. મહારાજ સાહેબે પાઠયપુસ્તક તથા મેળાવડા અંગે રેસિટેશને વિ. તૈયાર કરી આપેલા. ઘણા મેળાવડામાં મેં પણ ભાગ લીધેલો અને પૂણીયા શ્રાવકનું પાત્ર ભજવેલું. બહારગામ પણ મેળાવડા કરવા જતા. એ વખતે જૈનશાળા અને બોર્ડિગમાં તૈયાર થએલ વિદ્યાર્થીઓને પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજની સીધી દેખરેખ નીચે તાલીમ મળેલી છે અને સેવાના સંસ્કારે પૂ. મહારાજશ્રીએ સૌ કઈમાં પડેલા. એ વખતના વિદ્યાથીઓ આજે આપણા સમાજમાં ઠેરઠેર અગ્રસ્થાને રહી સેવાના કાર્યો કરી રહ્યા છે. સમાજસેવકો મોટી સંખ્યામાં ઊભા કરવાની તેમની નેમ હતી તે કેટલેક અંશે બર આવેલી છે. પરંતુ એ પરંપરા ચાલુ રહેવી જોઈએ એ રીતે ચાલુ રહી શકી નથી. સમાજના ઉત્કર્ષ માટે જેમ દાનવીરેની જરૂર છે તેમ
વ્યક્તિત્વ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org