SearchBrowseAboutContactDonate
Page Preview
Page 782
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ ફવિવર્ય પ. નાનજી મહારાજ હમાતાહિદ સ્મૃતિગ્રંથ ભેખધારી સમાજસેવકોની પણ જરૂર છે. જેઓ હરહંમેશ સમાજના સંપર્કમાં રહી સમાજમાં ધર્મ અને સેવાના સંસ્કારેને વેગ આપતા રહે. એક દીવામાંથી અનેક દીવા પ્રગટે. લીંબડી જૈનશાળા એ સમયે ધાર્મિક શિક્ષણ માટે પંકાતી અને તેના રસિટેશને ખૂબ વખણાતા. એ સમયમાં બોર્ડિગના ગૃહપતિ સ્વ. વ્રજલાલ પુંજાણી હતા. જેઓ પણ ખૂબ ઉત્સાહી હતા. એ બધાએ ભેગા મળીને લીંબડીનાં વિદ્યાથીઓનાં ચારિત્ર ઘડતર માટે ભારે જહેમત ઉઠાવી હતી. બાળકને નાનપણથી જ ધાર્મિક સંસ્કાર અને સેવાના પાઠ ભણાવવામાં આવે તો આગળ ઉપર સારા નાગરિકો થાય અને સમાજને ઉત્કર્ષ પણ કરી શકે એ પાયાની વાત હોવા છતાં આજે આપણે તેમાં લગભગ ઉદાસીનતા સેવી રહ્યા છીએ. જૈનશાળા પાછળ સમાજના આગેવાનોએ જે ધ્યાન જાતે આપવું જોઈએ અને સંત-સતિજીઓએ તેમાં જે રીતે રસ લેવો જોઈએ એ રીતે હાલ જોવામાં આવતું નથી એ દુઃખદ બીના છે. અને આ પ્રશ્ન વહેલી તકે જોરદાર વિચારણા માગી લે છે. પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજ વિદ્યાથીઓ સાથે તન્મય થઈ તેમને પ્રેરણા આપતા. તેને લઈને જ વિદ્યાથીઓ પણ ઉત્સાહપૂર્વક આગળ વધતા હતા. પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજ એક પ્રખર વકતા ઉપરાંત મહાન તત્વજ્ઞાતા હતા. અન્ય ધર્મનાં ધુરંધર પંડિતની સાથે ધાર્મિક ચર્ચા કરી તેમના ઉપર જૈનધર્મ અંગે સુંદર છાપ પાડતા. તેઓશ્રી મહાન પ્રતિભા હોઈ તેમનાં વ્યાખ્યાને સાંભળવા લેકે મોટી સંખ્યામાં ઉમટી પડતા. રાજામહારાજાએ તથા અન્ય ધમી અધિકારીઓ અને પંડિતે પણ તેમને સાંભળવા આવતા. તેઓ સમર્થ કવિ હતા અને તેમના મધુર કંઠમાં અજબ જાદુ હતું. તેમની વાણી એટલી જોરદાર અને અસરકારક હતી કે પત્થર હૃદયના માનવીઓ પણ પીગળી જતા અને સામાન્ય જનસમૂહ તે મંત્રમુગ્ધ થઈ જતે. મડદાંને પણ બેઠા કરે એવી એમની પ્રાણવાન શૈલી હતી. અનેક શ્રીમંતને તેમણે દાનનાં માર્ગે વાળ્યા છે, અને એમની મારફત ઠેરઠેર જ્ઞાનની પરબ-બોર્ડિગે, જૈનશાળાઓ તથા અન્ય સંસ્થાઓ સ્થપાઈ છે. અમદા વાદની સ્થા. જૈન બોડિગ એ એમની પ્રેરણાનું જ ફળ છે. સને ૧૯૩૩ના અરસામાં અમદાવાદમાં તેમનું ચાતુર્માસ થએલું અને તેમના ઉપદેશના પરિણામે આજે સ્થા. જૈન બેડિગ એક માતબર સંસ્થા તરીકે કામ કરી રહી છે. આશરે એંસી વરસની વયેવૃદ્ધ ઉંમરે પણ તેઓશ્રી અમદાવાદમાં સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘના નવા બંધાએલ ઉપાશ્રયે સંવત ૨૦૧૨માં ચાતુર્માસ માટે પધાર્યા હતા અને યુવાનને પણ શરમાવે એટલી ધગશ અને ઉત્સાહથી ચાતુર્માસ દીપાવ્યું હતું અને ખૂબ પ્રેરણા આપી હતી. અનેકવિધ સંસ્થાઓ તેમની અણી છે. સાહિત્ય અને સંગીતને શેખ પણ તેમને ઘણું હતું. તેમના પિતાના જ કંઠે કાલે સાંભળવા એ એક મોટો હવે હતો. આશાવરી રાગમાં જ્યારે તેઓ “લે વીરતા કેણુ પાય, પ્યાલો વીરત” વિ. કાવ્યો અને ભજન ગાતા ત્યારે હજારે માણસોની મેદની સ્તબ્ધ થઈ જતી. પૂ. મહારાજ સાહેબની વાણીમાં અદભુત જેમ અને શકિત હતા. ખરેખર તેઓશ્રી એક વિરલ વિભૂતિ હતા. મહાન ઉપકારી સંત શ્રી સૌરાષ્ટ્ર સ્થાનકવાસી જૈન સંઘ, અમદાવાદ ગુજરાતના પાટનગર અમદાવાદમાં શહેરની મધ્યમાં નગરશેઠના વડાની પુણ્ય ભૂમિમાં સૌરાષ્ટ્ર સ્થાનકવાસી જૈન સંઘની વિશાળ વાડી અને ઉપાશ્રય આવેલા છે. તેનું ઉદ્દઘાટન સંવત્ ૨૦૧૧ ના આસો સુદ ૧૦ વિજયાદસમી તા. ૨૬-૧૦-પપ ના રોજ થયું હતું. એ પ્રસંગે આપણા સમાજના અગ્રેસર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ તથા મુંબઈના અન્ય આગેવાનો તથા રાજકેટના દાનવીર શેઠશ્રી છગનભાઈ વિરાણી, શેઠ શ્રી દુર્લભજીભાઈ વિરાણુ તથા શેઠ શ્રી કેશવલાલ અમૃતભાઈ પારેખ તથા અન્ય સંઘના આગેવાને હાજર રહ્યા હતા. ઉદ્દઘાટન જૂનાગઢના ધર્મપ્રેમી શ્રી જેઠાલાલભાઈ પ્રાગજીભાઈ રૂપાણીના હસ્તે થયું હતું. સંવત ૨૦૧૨ નું પ્રથમ ચાતુર્માસ લીંબડી સંપ્રદાયના સુપ્રસિદ્ધ વકતા, પંડિતરત્ન, પૂજ્ય કવિવર્ય શ્રી નાનચંદ્રજી મહારાજનું અમારા ઉપાશ્રયે થતાં સંઘમાં આનંદનું અનેરું મોજુ ફરી વળ્યું હતું. પૂજ્ય મહારાજ સાહેબ સંસ્મરણો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy