________________
- પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ છે. તેમના જીવનમાં સદ્દગુણની પરંપરા સણ.'
૧ – ધરમપુર રાજ્યના રાજવી નામદાર મહારાણા શ્રી વિજયદેવજી મહારાજ સાહેબ તદ્દન સાદા, સરળ, નિરભિમાની અને સ્વભાવે સૌમ્ય રાજવી હતા. તેઓશ્રી ઉદેપુર-મેવાડના સૂર્યવંશી કુળના સીસોદિયા રાજપૂત રાજવી હતા. ગાદીનશીન તરીકે તે તેઓશ્રી છેલા જ રાજવી હતા. દેનગીમાં તેઓ અતિ ઉદાર અને આગળ પડતા રાજવી હતા.
૨આ રાજવી આતિથ્ય-સંગીત-મુસાફરી અને શિકારના ખાસ શેખીન હતા. તેઓશ્રીની આતિયભાવના અવર્ણનીય હતી. રાજ્યનું એક વખત આતિથ્ય માણ્યા પછી સૌ કઈ રાજ્ય અને રાજવીની મુક્તકઠે પ્રશંસા કરતા હતા.
૩-તેઓશ્રી સંગીતના પણ ભારે શોખીન હતા. તેથી સંગીતના શેખીને અને જાણકાર માટે “સંગીતભાવ” નામનું મહામૂલ્યવાન અને દળદાર પુસ્તક પ્રગટ કરાવીને સૌને ભેટ તરીકે આપવામાં આવેલ હતું.
૪-તેમને પર્યટનને પણ ઘણો શોખ હતે. પૃથ્વીપટ પરના જોવાલાયક પ્રત્યેક સ્થળની મુસાફરી અને કરવા લાયક જાત્રાના કેઈજ સ્થળ બાકી રાખ્યા ન હતા.
પ-તેમની પોતાની વરસગાંઠના શુભ દિવસે નીચે મુજબ સત્કાર્યો કરવામાં આવતા.
અનાથ-વિધવા-નિરાધાર અને અપંગને દરેકને દોઢ મણ અનાજ આપવામાં આવતું. કર્મચારીઓ અને પ્રાન્તની વિધવા બહેનને પિતાના કુટુંબના નિર્વાહ માટે હયાતિ સુધી માસિક રોકડ રકમ પેન્શન’ તરીકે બાંધી આપવામાં આવતી હતી. રાજ્યના કેદી અને રકતપિત્તિઓને મીઠું ભેજન આપવામાં આવતું હતું. રાજ્યના કેદીઓને મુકિત અને સજામાં ઘટાડો કરવામાં આવતો હતો.
કતલખાનું બંધ રખાવવામાં આવતું હતું.
૬-પિતાની પ્રજાને કુટુંબના સભ્ય તરીકે જ ગણીને પ્રાથમિકથી માધ્યમિક સુધીની કેળવણી મફત જ આપવામાં આવતી હતી. આ રીતે પ્રત્યેક વિદ્યાર્થીને આગળ આવવાની મહાન સુંદર તક પણ આપવામાં આવતી હતી. કેળવણીની સાથે સાથે પ્રજાજનેને વિદકીય દવા અને સારવાર પણ વિના મૂલ્ય જ આપવામાં આવતી હતી. આ સિવાય રાજ્યના ખર્ચે આયુવેદિક ઔષધાલય પણ અનુભવી અને પીઢ રાજવૈદ દ્વારા ચલાવવામાં આવતું હતું.
૭– લેકે રૂબરૂ અરજ કરી શકે તે માટે સવારના અર્ધા કલાક ખાસ ફાળવવામાં આવ્યો હતો. તે સિવાય પિતાની ઓફિસની નીચે “અરજી પેટી’ પણ રાખવામાં આવી હતી.
૮-પ્રજાજન અને કર્મચારીઓને સારાં–માડાં પ્રસંગે “ઘર-જમીન ઉપર વગર વ્યાજે નાણાં આપવામાં આવતાં હતાં.
-જંગલ ભાગમાં ગરીબ અભણ-અજ્ઞાન–આદિવાસી કેમની પ્રજાને રાજ્ય અમલદારે તરફથી થતી કનડગત અંગે ગામડામાં રાજયને ખર્ચ કેમ્પ ગોઠવી પ્રત્યેક અરજદારની તકલીફ રાજવી પોતે જાતે એકાન્તમાં શાંતિથી સાંભળતા અને તેવા દુઃખ અને તકલીફે તાકીદે દૂર કરવામાં આવતી હતી. ' ૧૦-ગામડાંના ગરીબ-અભણ આદિવાસી કોમના ઉત્કર્ષ અને ઉત્થાન માટે પ્રત્યેક ગામડામાં રાજ્યના ખર્ચે વિના મૂલ્ય સ્કૂલે–દવાખાના અને ટેલીફેનની સગવડતા રાખવામાં આવતી. પુસ્તક પણ મફત જ આપવામાં આવતા હતા.
૧૧-અપંગ જેને માટે પ્રતિદિન દેઢ મણ ખીચડી રંધાવી બપોરના જમાડવામાં આવતી હતી.
૧૨-ધરમપુર રાજ્યના રાજવીની ખાસ મહેચ્છા મુસાફરી વિ.ના અનુભવથી ધરમપુર રાજ્યને “પારિસ શહેર બનાવવાની હતી પણ પ્રમાણમાં આવક જ ઘણું ટૂંકી પડતી હતી. ટૂંકામાં ટૂંકી આવક હોવા છતાં પણ ૨૨૦૦ ફીટ ઊંચાઈએ હવાખાવા માટે અને ટી. બી. પેશન્ટ માટે વિલસન હીલ નામની ટેકરીને રમણીય રીતે વિકસાવામાં આવેલ.
૧૩-ધરમપુર રાજ્યના રાજવી ઉદાર ભાવના અને વિશાળ હૃદયના કારણે મને “છોકરા તરીકે જ સંબોધીને બેલાવતા અને ગણતા હતા. આ રાજ્યની આતિથ્ય ખાતાની એક જ ખાતામાં એકધારી ર૩ વર્ષ સુધી કરી કરી છે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજના ચાતુર્માસ દરમ્યાન જૈન શ્રાવક તરીકે મેં યથાયોગ્ય લાભ લીધે હતે. સંસ્મરણે
[[૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org