________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
પૂ. ગુરૂદેવના ધરમપુર ચાતુર્માસના યાદગાર સંસ્મરણા
શ્રી ઝવેરચંદ. બી. મહેતા
ધરમપુર રાજ્યના મહારાજા વિજયદેવજીના પૂ. કવિવર્ય ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજ પ્રત્યે અદ્ભુત સદ્ભાવ હતા. તેમની ઉદાર અને ધર્મભાવનાથી પ્રેરાઈને જૈન કારભારી શ્રીયુત્ ભાગીલાલભાઈ જગજીવન મેાદી, ભોગીલાલ તારાચંદ શાહ, સવચંદ સુરચંદ મેાદી વિ. ની શુભભાવના અને ધર્મ પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈ વલસાડથી ૧૯ માઈલ દૂર જંગલવિભાગમાં ગુજરાત રાજ્યના ધરમપુર રાજ્યમાં ઈ. સ. ૧૯૬૭ની સાલમાં પૂ. શ્રી ગુરુદેવના ચાતુર્માસ માટે આગ્રહપૂર્વક વિનતી કરવામાં આવી અને તેના અપૂર્વ લાભ મળ્યા, તે વખતે તેમના શિષ્યેામાં શ્રી ચિત્તમુનિજી અને હરખચંદજી મહારાજ સાથે હતા.
૧-ચાતુર્માસ માટે રાજ્ય તરફથી વિયાગભુવન” નામના વિશાળ બંગલે વિશાળ કંપાઉન્ડ સાથે અલાયદો આપવામાં આવ્યા હતા. તે ચાતુર્માસમાં મહારાજાએ સતાની સેવા સાથે દર્શનાથી સાધમી બંધુઓની સેવાનો અપૂર્વ લાભ પણ ખૂબ લીધા હતા.
ર– ગુરુદેવશ્રીના પ્રતિદિન પ્રવચન દરમ્યાન તેઓશ્રીના પડછંદ અવાજ અને સુરીલા સંગીત સાથે દરેક કામના ધ તેમ જ પ્રત્યેક વિષય ઉપરની ચર્ચા જનતાને રસસભર રુચિકર અમૃતવાણીમાં સાંભળવા મળતી, જૈનેતર કામ માટે આ બિલ્કુલ નવા જ પ્રંસગ અને નવી જ વાત હતી. ખાસ કરીને માનવધ વિષે અને ચારાસી લક્ષયાનિમાં સાનવીને રખડાવનાર જો કોઇ હાય તો તે પોતાના કરેલા કર્મો જ છે, આમ ભારપૂર્વક રજુઆત કરતા. આવી નવીન રજુઆત અને મધુર વાણી એક વખત સાંભળ્યા પછી સતત સાંભઠ્યા જ કરવાની શ્રોતાજનાની ભાવના દિનપ્રતિદિન વધુ દૃઢતર બનતી જતી હતી. પૂ. ગુરુદેવશ્રીની મંત્રમુગ્ધ કરનારી વાણીના જ આ એક અનેખા પ્રભાવ હતા.
૩– ધરમપુરના મહારાજા અને રાણીસાહેબા પણ ઘણા જ ભક્તિભાવથી ગુરુદેવશ્રીની અમૃતમય અણુમાલ વાણીનુ
રસપાન કરતા હતા.
૪ - ચાતુર્માસ દરમ્યાન ધરમપુરના સ’ગીતકાર દોસ્ત મહમદખાન પોતાના સુરીલા કંઠ માથી ગુરુદેવશ્રીના પ્રીતિપાત્ર બન્યા હતા.
૫ - ચાતુર્માસની ખાસ યાદગીરી માટે “વિયેાગભુવન” બંગલાનું નામ બદલાવીને “આનંદભુવન” રાખવામાં
આવ્યુ હતુ. ૬ – ચાતુર્માસ દરમ્યાન બળદગાડાને હાંકવા માટે લાકડાની પરેણીમાં લેાખંડની ધારદાર અણીવાળી આર રાખવામાં આવતી હતી તે જંગલી, ક્રૂર અને ઘાતકી રિવાજને પૂ. ગુરુદેવશ્રીના ઉપદેશથી રાજ્યના કાયદાથી સદંતર બંધ કરવામાં આવ્યા હતા.
૭ – પૂ. ગુરૂદેવશ્રીના ચાતુર્માસ દરમ્યાન સદુપદેશ અને માર્ગદર્શનથી વધુ પડતા શિકારના શોખીન રાજવીએ પણ પોતાની આદિવાસી કોમ અને અબેલ પ્રાણીના રક્ષણ ખાતર, હિંસક જનાવર સિવાય નિરપરાધી પશુઓના શિકાર નહ કરવાના દૃઢ સંકલ્પ કર્યા હતા.
૮ - આ ચાતુર્માસ દરમ્યાન ભાવુક દર્શનાથીઓ માટે રહેવા-જમવા-હરવા-ફરવા તેમજ પ્રભાવનાના તથા વલસાડથી ધરમપુર આવવા-જવાની તમામ વ્યવથા તથા સેવાના ધરમપુર રાજ્ય તરફથી લાભ લેવામાં આન્યા. તે સિવાય મુંબઈ સુધી ટેલીફાનની સગવડ તા હતી જ.
૯ – સૌરાષ્ટ્ર અને ગુજરાતના દેશી રજવાડામાં રાજ્ય તરફથી જો કેાઈ ચાતુર્માસ થયું હાય તો તે આ ધરમપુર રાજ્યનુ પહેલવહેલુ ચાતુર્માસ હતું.
ધરમપુરના મહારાજા ગાદીનશીન ૧૯૨૧ થી તે ગાદીત્યાગ ૧૯૪૮ – આ ૨૭ વર્ષના રાજ્ય કારભાર દરમ્યાન પોતાની પ્રજાને આપવામાં આવેલા યાદગાર દેન–પ્રસંગોની તવારીખ આ પ્રમાણે છે. આ બધો હતા સત્સંગના પ્રભાવ; કે જેથી
વ્યકિતત્વ દઈન
[૪]
Jain Education International
For Private Personal Use Only
www.jainellbrary.org