________________
'પૂજ્ય ગુરુદેવ કવિય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ છે.
(૩) સન ૧૯૩૭ થી ૧૯૪૨ સુધી મારે અભ્યાસકાળ હતે. એકવાર દર્શને જતાં ગુરુદેવે મારા જીવનને અણિશુદ્ધ રાખવા મહત્ત્વની શિક્ષા આપતાં ફરમાવ્યું કે-બેન ! કાજળની કેટડીમાં સફેદ કપડા ઉપર ડાઘ ન પડે તેમાં કેટલી સાવધાની જોઈએ ? એવી રીતે સાવધાનીપૂર્વક અભ્યાસ કરજે. જેથી જૈનની છોકરીઓ જે બ્રહ્મચારિણી રહે અને દીક્ષા ન લઈ શકે તે ભણીને સેવા કરે.
(૪) અભ્યાસ પૂરો કરી પાસ થયા પછી જ્યારે ગુરુદેવના દર્શને આવી ત્યારે આશીર્વાદ આપતાં કહ્યું કે મેડિકલ કેલેજમાં જઈને પાસ થઈને તું અણીશુદ્ધ આવી, હવે અણીશુદ્ધ એવું પ્રસાદપૂર્ણ જીવન જીવજે કે જેથી સેવાનું દ્વાર આવું ને આવું બ્રહ્મચારી બેને માટે ખુલ્લું રહે. તેવું આનંદપૂર્ણ જીવન કેવી રીતે જીવી શકાય તે માટે તેમણે ત્રણ શિક્ષા આપી. મારે મન તે ત્રણ રત્નની ભેટ હતી. ૧ – કોઈની પણ સેવા કરે ત્યારે સામાને તમારી સેવાને બોજ લાગે ન જોઈએ. ૨ - સેવાક્ષેત્રે કયારે પણ એકાન્ત સેવન અને અવિવેકી સ્પર્શ ન થવું જોઈએ. ૩ - કેઈની પણ પ્રેઝન્ટ (ભેટ) ન લેવી. પરંતુ જીવન જરૂરિયાતની વસ્તુની જરૂર પડે તે જે સંસ્થામાં કામ કરો તે
સંસ્થા પાસેથી જ વધારે લેવી, અત્યારે તું તારા કુટુંબમાં જીવે છે એટલે હજાર-પાંચને તૂટે આવે તેટલે ઘસારો તારા કુટુંબને સહન કરવાનું રહે, પણ હવે તારું કુટુંબ છોડી તું સંસ્થાના વિશાળ પરિવારમાં જાય છે તે સમાજના વહીવટમાં પાઈ-પાઈને હિસાબ રાખજે. સંસ્થાની મૂડીને એક પૈસાને દુર્વ્યય ન થાય તેની કાળજી રાખજે.
પૂ. ગુરુદેવની આ શિખામણએ મારા જીવનને ન જ ઓપ આપે છે અને વિચારું છું કે સેવાના ક્ષેત્રમાં આ શિખામણે આજે પણ કેટલી અગત્યની છે! એ પરમપવિત્ર ગુરુદેવને મારા શતશઃ અભિનંદન,
વત્સલ હી મહાયોગી
ડું છોટુભાઈ વસનજી મહેતા પૂ. નાનચંદ્રજી મહારાજનો અમદાવાદ ખાતે મુકામ હતું. હું તેમના દર્શને ગયેલ. સંતબાલજી તે વખતે તાજા દીક્ષિત હતા અને એમની ઓરડીમાં આખો દિવસ અભ્યાસમાં રત રહેતા. પણ નાનચંદ્રજી મહારાજ એના આહારની, પાણીની, પુસ્તકની અને પેન્સિલથી માંડીને તબિયત જાળવવા સુધીની બધી કાળજી રાખે. શિષ્યને ગુરુની સેવા કરતા જોવાનું તે ઘણે સ્થળે મળતું પણ ગુરુ શિષ્યને માતા જેવા વાત્સલ્યથી સેવતા હોય તે જોવાને ગ તો આ મહાપુરુષ પાસેથી જ મળે.
“સકળ જગતની બની જનતા વત્સલતા સહુમાં રેવું” એ મહાસૂત્ર સંતબાલજીના જીવનદર્શનમાં ઓતપ્રેત થવાના મૂળમાં આ વત્સલહૃદયી મહાયોગી શ્રી નાનચંદ્રજી મહારાજ જ છે.
ધર્મબંધના તે ગુરુદેવની જ. આ દેશના આજે પણ કાનમાં ગૂંજી રહી છે. જેમકે ધર્મનું પ્રથમ પગથિયું માનવતા છે. વહેવાર અને ધર્મ જુદે પાડવામાં આવે છે તે મહાન અજ્ઞાન છે. વહેવાર એનું નામ જે ધર્મ તરફ લઈ જાય અને ધર્મ એનું નામ જે વહેવારને શુદ્ધ કરે. આમ સાચે વહેવાર અને સાચે ધર્મ ઓતપ્રેત થાય ત્યારે સંપ, શાંતિ અને સર્વધર્મ પ્રત્યે પિતિકાપણને ભાવ જાગે. ધર્મનું કામ હદયની શુદ્ધ ભાવના જગાડવાનું છે. નાતજાતના ભેદ હાય, સંકુચિત હૃદય હોય, બીજાની લાગણી દુભાય તેવે કઠેર વર્તાવ હોય અને બીજાનું લઈ લેવાને સ્વાર્થ હોય ત્યાં ધર્મ ન હોય.
દરિયાવ દિલ, અપૂર્વ ઉદારતા, અલૌકિક પ્રેમ અને નિરંતર ક્ષમા તેમના જીવનમાંથી નીતરતાં હતા. ધર્મ કે હેય? તેનું મૂર્તિમંત દષ્ટાંત તેમનું જીવન રજૂ કરતું હતું. એમનાં ગુણોનું સ્મરણ હજ જીવનમાં આ ગુણને ઉત્કૃષ્ટપણે ખીલવવાનું કેટલું બાકી છે તેનું સ્મરણ કરાવે છે.
સંસ્મરણે
[૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org